રાજયભરમાં આજે લઘુતમ તાપમાનનો પારો ઉચકાયો છે. રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કયુ છે. તો બીજી બાજુ આ બંને શહેરોમાં અને રાયભરમાં લઘુતમ તાપમાન ઐંચકાયું છે. આજે સૌથી નીચું તાપમાન નલિયામાં ૫.૭ ડિગ્રી અને ગિરનાર પર્વત ઉપર છ ડિગ્રી, જુનાગઢ શહેરમાં ૧૧ અને ભવનાથ તળેટીમાં નવ ડીગ્રી તાપમાન રહેવા પામ્યું છે.
પૂર્વ દિશામાંથી ફુકાતા ઠંડા પવનના કારણે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી જતા ઠંડી અને ઠારનો લોકો અનુભવ કરે છે. લઘુતમ તાપમાનમાં વધારો થયો હોવા છતાં ઠંડીની તીવ્રતા યથાવત રહેવા પામી છે. નલિયામાં ગઈકાલે ૭.૫ અને આજે ૫.૭ ડીગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. કોલ્ડ વેવ માટે જે બંને શહેરોમાં હવામાન ખાતાએ યેલો એલર્ટ જાહેર કયુ છે તેને વાત કરીએ તો રાજકોટમાં ગઈકાલે ૯.૩ અને આજે ૧૦.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં ગઈકાલે ૧૦.૫ અને આજે ૧૦.૯ રાજકોટ મા ગય કાલે ૯.૩ અને આજે ૧૦.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
ભુજમાં ગઈકાલે ૧૦.૬ અને આજે ૧૧.૨ અમરેલીમાં ગઈકાલે ૯.૮ અને આજે ૧૧.૭ ભાવનગરમાં ગઈકાલે ૧૪.૪ અને આજે ૧૫.૪ ઓખામાં ગઈકાલે ૧૮.૬ અને આજે ૧૮.૮ તથા વેરાવળમાં ગઈકાલે ૧૬.૬ અને આજે ૧૬.૭ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે દ્રારકા અને ડીસાના લઘુતમ તાપમાનમાં ગઈકાલની સરખામણીએ આજે કોઈ ફેરફાર થયો નથી. ડીસામાં ૧૨.૮ અને દ્રારકામાં ૧૬.૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. સુરતમાં આજે લઘુતમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું છે. જે લગભગ ગઈકાલ જેટલું જ છે. પરંતુ આજે સુરતમાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધીને ૯૦ ટકાએ પહોંચી ગયું હતું. અમદાવાદમાં આજે ૧૪.૯ વડોદરામાં ૧૩.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.
કાશ્મીરની હિમવર્ષાના કારણે જમ્મુ કાશ્મીર પંજાબ દિલ્હી હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર સહિત અનેક રાયોમાં કોલ્ડ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ લક્ષદીપ નજીક સર્જાયેલી સિસ્ટમના કારણે આજે અને આવતીકાલે બે દિવસ માટે આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech