કેજીએફ અને કેજીએફ 2 પછી સુપરસ્ટાર સાતમાં આસમાનમાં વિહરી રહ્યો છે
કેજીએફ અને કેજીએફ 2 પછી યશની લોકપ્રિયતા સમગ્ર ભારતમાં વધી છે. આ બંને ફિલ્મો એટલી જબરદસ્ત હિટ બની કે યશે તેની ફીમાં ભારે વધારો કર્યો, મતલબ કે 4 ગણો વધારો કરી 150 કરોડ માગ્યા છે.
નિતેશ તિવારીએ ગયા વર્ષે રામાયણની જાહેરાત કરી હતી. રણબીર કપૂર અને સાઈ પલ્લવી સાથે સુપરસ્ટાર યશના નામના જોડાણથી લોકો વધુ ઉત્સાહિત થઈ ગયા છે. હવે યશની ફીને લઈને ઘણા સમાચાર ચાલી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યશ 'રામાયણ' માટે પાંચ ગણી વધુ ફી વસૂલી રહ્યો છે. કેજીએફ અને કેજીએફ 2 પછી યશની લોકપ્રિયતા સમગ્ર ભારતમાં વધી છે. આ બંને ફિલ્મો એટલી જબરદસ્ત હિટ બની કે યશે તેની ફીમાં ભારે વધારો કર્યો. યશ કન્નડ ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક બની ગયો છે. તેથી જ તેણે 'રામાયણ'માં રાવણની ભૂમિકા ભજવવા માટે 4 ગણી વધુ ફી માંગી છે.
યશે 'રામાયણ'ના ત્રણ ભાગ માટે 150 કરોડ રૂપિયા માંગ્યા
એક અહેવાલ મુજબ યશે 'રામાયણ'ના ત્રણ ભાગ માટે 150 કરોડ રૂપિયા માંગ્યા છે. એટલે કે 'રામાયણ' શ્રેણીની એક ફિલ્મ માટે 50 કરોડ રૂપિયા. જો આપણે આ ફીની સરખામણી યશની અગાઉની રિલીઝ કેજીએફ 2 સાથે કરીએ તો તે લગભગ પાંચ ગણી વધારે છે.કેજીએફ 2 માટે યશે લગભગ 30 કરોડ રૂપિયાની ફી લીધી હતી. હવે રામાયણ સિરીઝ માટે 150 કરોડ રૂપિયા લઈ રહ્યો છે. જો આ અહેવાલોમાં સત્ય છે તો યશ ફીના મામલે રજનીકાંત અને પ્રભાસ જેવા સ્ટાર્સની રેસમાં આવી ગયો છે. 'રામાયણ'ના નિર્માતા યશની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવા માંગે છે. તેમની કેજીએફ 2 નું કુલ કલેક્શન રૂ. 1200 કરોડ હતું. તેની આગામી ફિલ્મ 'ટોક્સિક' વિશે પણ લોકોમાં ચર્ચા છે. આવી સ્થિતિમાં યશ 'રામાયણ'માં રાવણની ભૂમિકાને કેટલો ન્યાય આપશે તે જોવું રહ્યું.
રણબીર કપૂરના કરિયરની સૌથી મોંઘી ફિલ્મ
નિતેશ તિવારીની 'રામાયણ'ના બજેટની વાત કરીએ તો તેને રણબીર કપૂરના કરિયરની સૌથી મોંઘી ફિલ્મ કહેવામાં આવી રહી છે. જેનું બજેટ લગભગ 500 કરોડ રૂપિયા હશે. મેકર્સ આ ફિલ્મને પરફેક્ટ બનાવવા માટે કોઈ કસર છોડવા માંગતા નથી. એટલા માટે આ ફિલ્મના પાત્રોને દેશના જુદા જુદા ભાગોમાંથી કાસ્ટ કરવામાં આવી રહ્યા છે. મેકર્સ ટૂંક સમયમાં 'રામાયણ'ની સત્તાવાર જાહેરાત પણ કરી શકે છે. એક અહેવાલ મુજબ નિતેશ તિવારી આ વર્ષે રામ નવમીના અવસર પર 'રામાયણ'ની જાહેરાત કરશે. ત્રણ ભાગમાં બની રહેલી આ રામાયણની સત્તાવાર જાહેરાત 17મી એપ્રિલે થઈ શકે છે.
આ ફિલ્મ દિવાળી 2025 સુધીમાં સ્ક્રીન પર આવી જશે
'રામાયણ'ના પ્રી-પ્રોડક્શન અને સ્ક્રિપ્ટિંગ પર છેલ્લા પાંચ વર્ષથી કામ ચાલી રહ્યું છે. ટીમ ખાસ કરીને તેના વિઝ્યુઅલ પર સખત મહેનત કરી રહી છે. હવે સમય આવી ગયો છે કે દરેકની મહેનતને એકસાથે લાવવાનો અને દર્શકોને 'રામાયણ'નો શ્રેષ્ઠ અનુભવ આપવાનો. કલાકારોના લુક ટેસ્ટ અને પ્રી-વિઝ્યુલાઇઝેશન પર કામ છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું છે. મુખ્ય કલાકારોની મુંબઈ અને એલ.એ. ડિક્શન ટ્રેનિંગ ચાલુ છે. જો બધું પ્લાન મુજબ ચાલે છે, તો આ ફિલ્મ દિવાળી 2025 સુધીમાં સ્ક્રીન પર આવી જશે.
મેકર્સે હજુ સુધી ફિલ્મના કાસ્ટિંગને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી
તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે 'રામાયણ'માં રાજા દશરથના રોલ માટે અમિતાભ બચ્ચન સાથે વાતચીત ચાલી રહી છે. લારા દત્તા કૈકેયીનું પાત્ર ભજવવા જઈ રહી છે. યશ રાવણના રોલમાં જોવા મળશે. સની દેઓલ હનુમાન બનશે. આ સિવાય વિભીષણના રોલમાં વિજય સેતુપતિ અને શૂર્પણખાના રોલમાં રકુલ પ્રીત સિંહના પણ અહેવાલ છે. જોકે આ બધી અફવાઓ છે. મેકર્સે હજુ સુધી ફિલ્મના કાસ્ટિંગને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં યુવાનનું સિનેમામાં જ હાર્ટએટેકથી મૃત્યુ
May 21, 2025 01:53 PMધ ગ્રાન્ડ ચેતના ડાઇનીંગ હોલમાં રસમાંથી વંદો નિકળતા ૧૦ હજારનો દંડ
May 21, 2025 01:49 PMવિભાપર નજીક સાત ધાર્મિક બાંધકામનું મોડીરાત્રે ડીમોલીશન
May 21, 2025 01:45 PMજામનગરમાં નદી કાંઠે ખડકાયેલા ૯૪ બાંધકામો પર બુલડોઝર
May 21, 2025 01:37 PMશુક્રવારથી ત્રણ દિવસ ભારે પવન સાથે હાલારમાં વરસાદની આગાહી
May 21, 2025 01:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech