રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાણે યમરાજાએ મુકામ કર્યો હતો હોઈ તેમ આઠ કલાકમાં આઠ લોકોના મૃત્યુ થયા નિપજ્યાનું સિવિલ હોસ્પિટલના પોલીસ ચોપડે નોંધાયું છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ બાબરીયા કોલોની પાસે રામેશ્વર સોસાયટી-2માં રહેતાં પ્રવિણભાઇ દાનસિંહ બારડ (ઉ.વ.38) નામના યુવક ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. બનાવ અંગે ભક્તિનગર પોલીસે જરૂરી કાગળો કયર્િ હતા. યુવકનું બીમારીના કારણે મૃત્યુ થયું હતું.
ઉદ્યોગનગરમાં યુવતીનું ટીબીની બીમારીથી મોત
લાખાજીરાજ ઉદ્યોગનગર-8માં રહેતાં વષર્બિેન રમેશભાઇ ઝરવરીયા (ઉ.વ.22)નામની યુવતિ અગિયારેક વાગ્યે ઘરે હતી ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર કારગત ન નીવડતા મૃત્યુ થયું હતું. મૃતક વષર્બિેન ચાર બહેન અને ત્રણ ભાઇમાં ત્રીજા નંબરે હતી. તેના પિતા રમેશભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. પુત્રીને ટીબીની અસર હોવાનું પરિવારે જણાવ્યું હતું. યુવાન પુત્રીના મોતથી પરિવારમાં શોક છવાયો છે. બનાવ અંગે થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
ઘંટેશ્વરમાં કેન્સરની બીમારીથી યુવકનું મોત
ઘંટેશ્વર 25 વારીયામાં રહેતાં ગિરીશભાઇ રાજુભાઇ સોલંકી (ઉ.વ.34)નામના યુવક રાત્રે અગિયારેક વાગ્યે ઘરે હતા ત્યારે બેભાન થઇ ઢળી પડતા તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક બે બહેનના એકના એક નાના ભાઇ હતાં. સંતાનમાં એક પુત્ર છે. અને મજુરી કામ કરતા હતા. તેમને કેન્સર હોવાનું સ્વજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કયર્િ હતા.
હુડકો કવાર્ટરમાં મહિલાનું હાર્ટઅટેકથી મૃત્યુ
કોઠારીયા રોડ હુડકો કવાર્ટર માં રહેતાં ઇલાબેન યશવંતભાઇ ભીમજીયાણી (ઉ.વ.52) નામના મહિલા સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ઇલાબેનને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પતિ નિવૃત જીવન જીવે છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.
સદભાવના વૃધ્ધાશ્રમમાં વુધ્ધનું હાર્ટ એટેકથી મૃત્યુ
ગોંડલ રોડ પર સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતાં નાનાલાલ મોરારજીભાઇ જેઠવા (ઉ.વ.81) નામના વૃધ્ધ સાંજે વૃદ્ધાશ્રમમાં જ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ચાલુ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા બનાવ અંગે માલવિયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. વૃધ્ધનું મોત બીમારીના કારણે થયાનું જાણવા મળ્યું હતું.
ઘોઘાવદરમાં મહિલાના સ્કૂટરની ઠોકરે ઘવાયેલા વૃધ્ધનું મોત
ગોંડલ ભવનાથ સોસાયટી-2 શેરી નં. 7માં રહેતાં નાગજીભાઇ પોપટભાઇ રાદડીયા (ઉ.વ.86) નામના વૃધ્ધ તા.10ના સવારે ઘોઘાવદર સગાને મળીને ગોંડલ ઘરે જવા માટે ઉભા હતા ત્યારે ઘોઘાવદર ચોક હનુમાનજી મંદિર પાસે ત્યારે અજાણી મહિલા ટુવ્હીલરની ઠોકરે લઇ નાસી જતાં ગંભીર ઇજા થવાથી પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડતા રાત્રીના દમ તોડી દીધો હતો. મૃતક પાંચ ભાઇ અને એક બહેનમાં ચોથા હતાં. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
કેશોદના બાલાગામમાં વૃધ્ધ બેભાન હાલતમાં મળ્યા
કેશોદના બાલાગામમાં રહેતાં પ્રભુદાસભાઇ ધનજીભાઇ વાઢેર (ઉ.વ.80) તા 10ના સાંજે ઘરે બેભાન થઇ જતાં પ્રથમ કેશોદ બાદ જુનાગઢ અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. મૃતકને સંતાનમાં ત્રણ દીકરી છે અને પોતે બાલાગામમાં એકલા રહેતાં હતાં. ભત્રીજો નાસ્તો આપવા માટે ઘરે ગયો ત્યારે બેભાન મળી આવ્યા હતા પરિવારે હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. બનાવ અંગે કેશોદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન અંદર વેપારીનું બેભાન હાલતમાં મોત
રાજકોટમાં રેલનગર પાસે આવેલા અવધ પાર્કમાં રહેતા વેપારી પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવા આવ્યા હતાં.ત્યારે ઓચિંતા ઢળી પડતા તેમને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા અહીં ફરજ પરના તબીબે જોઇ તપાસી તેમને મૃત જાહેર કયર્િ હતાં.વેપારીનું હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રેલનગર પાસે આવેલા અવધ પાર્કમાં રહેતા મહેશભાઇ વલ્લભભાઇ દુધાત્રા(ઉ.વ 42) નામના વેપારી ગઇકાલે રાત્રીના પ્ર.નગર પોલીસ સ્ટેશને અરજી કરવા માટે ગયા હતાં.દરમિયાન અહીં તેઓ વાતચીત કરતા ત્યારે ઓચિંતા બેભાન થઇ ઢળી પડયા હતાં.જેથી તુરંત 108 ને જાણ કરવામાં આવી હતી.બાદમાં તેમને 108 મારફત સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.અહીં ફરજ પરના તબીબે જોઇ તપાસી વેપારીને મૃત જાહેર કયર્િ હતાં.બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,મહેશભાઇ ફર્નીચરનું કામ કરતા હતા તેમને રેલનગરમાં ખોડીયાર ફર્નીચરની નામની દુકાન આવેલી છે.તેઓને પૈસાની લેતીદેતી બાબતે વિવાદ હોય જેથી પ્ર.નગર પોલીસ સ્ટેશને અરજી કરવા આવ્યા હતાં.અને અહીં પોલીસ સ્ટેશન સંકુલમાં બેઠા હતાં.દરમિયાન તેમને તબીયત લથડી હતી અને તેઓ બેભાન થઇ જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં.જયાં તેમને મૃત જાહેર કયર્િ હતાં.વેપારીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝઘડિયાની દુષ્કર્મ પીડીતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી
December 25, 2024 06:37 PMઅતિવૃષ્ટિ બાદ પાક સહાયમાં વંચિત લાલપુર પંથકના ખેડૂતોએ TDO ને આપ્યું આવેદન
December 25, 2024 06:31 PMઅમેરિકામાં ભારતીયોની માનવ તસ્કરી! કેનેડાની કોલેજો EDની રડાર પર, તપાસ ચાલુ
December 25, 2024 05:59 PMસંસદની બહાર એક વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ, હાલત ગંભીર
December 25, 2024 05:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech