હું કહું તે પ્લોટમાં મ્યુનિ.આરોગ્ય કેન્દ્ર અને વોર્ડ ઓફિસ બનાવો; કોર્પેારેટરની લેખિત ભલામણ

  • February 18, 2025 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧માં લેબોરેટરી સાથેનું નવું મ્યુનિસિપલ આરોગ્ય કેન્દ્ર અને વોર્ડ ઓફિસનું નિર્માણ કરવાનો પ્રોજેકટ ટૂંક સમયમાં શ થનાર છે ત્યારે આ મામલે વોર્ડમાં કયા સ્થળે કઇ ટીપી સ્કિમના કયાં પ્લોટ નં.માં તેનું નિર્માણ કરવું તે મામલે ભાજપના કોર્પેારેટરએ સિટી એન્જીનિયરને ભલામણ પત્ર પાઠવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે આ જ વોર્ડમાં શ્રમિક બસેરાના પ્રોજેકટ સામે વિરોધ વંટોળ ઉઠતા આ પ્રોજેકટનું સાઇટ લોકેશન પણ આ વોર્ડમાંથી રદ કરવું પડું હતું.
વધુમાં આ અંગે રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૧ના ભાજપના કોર્પેારેટર ભારતીબેન ફર્નાન્ડિઝભાઇ પાડલિયાએ વેસ્ટ ઝોન સીટી એન્જિનિયર ને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે વોર્ડ નં.૧૧માં આવેલા અંબિકા ટાઉનશીપ જીવરાજ પાર્ક તથા ટીપી સ્કિમ નં.૨૬ અને ૨૭ને લાભ મળે ત્યાંના રહીશોને લાભ મળે તે હેતુથી આગામી દિવસોમાં નિર્માણ થનારા લેબોરેટરી સાથેના નવા આરોગ્ય કેન્દ્ર અને નવી વોર્ડ ઓફિસ મોદી સ્કૂલ વાળા રોડ, સ્પીડવેલથી જેટકો વાળા રોડ અથવા તો કસ્તુરી એવિયેરીની આજુબાજુમાં મૂકવામાં આવે તેવી લાગણી છે તથા માગણી છે.
પત્રમાં ઉમેયુ છે કે અમારા ધ્યાનમાં સિધ્ધિ હેરિટેજની બાજુમાં ઓમ હોસ્પિટલની પાછળ ૭૮એ નંબરનો પ્લોટ છે જે ટીપી–૨૬માં આવે છે.આ પ્લોટની આજુબાજુમાં આવાસ યોજનાઓ મોટા પ્રમાણમાં છે. લમણ ટાઉનશીપ, ભારતનગર, સીતાજી ટાઉનશીપ, રામ ટાઉનશીપ, જેવી અનેક આવાસ યોજનાઓ આ પ્લોટની આજુબાજુમાં છે જેથી લેબોરેટરી સાથેનું આરોગ્ય કેન્દ્ર અને વોર્ડ ઓફિસ અહીંયા આ પ્લોટમાં કરવામાં આવે તો નાના વર્ગના લોકોને જે લોકો આવાસ યોજનાઓમાં રહે છે આવા લોકોને ખૂબ મોટા અને વિશાળ પ્રમાણમાં લાભ થાય એમ છે.
સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનશીપ, લમણ ટાઉનશીપ, સીતાજી ટાઉનશીપ, રામ ટાઉનશીપ, ભારત નગર ટાઉનશીપ, લાલા લજપતરાય ટાઉનશીપ સહિતની આવાસ યોજનાઓમાં અંદાજિત ૨૫ હજાર લોકો વસવાટ કરે છે.યારે આવડો મોટો પ્રોજેકટ વોર્ડ નં.૧૧માં આવતો હોય અને જો આ પ્રોજેકટનો નાના માણસોને લાભ ન મળે તો એ પ્રોજેકટનું કોઈ મહત્વ રહેતું નથી જેથી વિનંતી છે કે આવા સારા પ્રોજેકટ જે વધુમાં વધુ લોકો ઉપયોગ કરી શકે તેવી જગ્યા પર પ્રોજેકટ મૂકવામાં આવે તો અનેક લોકોને મુશ્કેલીનો ઓછો સામનો કરવો પડતો હોય છે જેની નોંધ લેવી ઉપરોકત સૂચવેલા પ્લોટમાં પ્રોજેકટ આવે એવી મારી ભલામણ છે તેમ પત્રના અંતમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application