શરીર પર થયેલી ઇજા કે ઘા પર લગાવવામાં આવતી પટ્ટી સુરક્ષિત નથી, તેનાથી કેન્સર થઈ શકે તેવી ચોંકાવનારી હકીકતો એક અભ્યાસમાં સામે આવી છે. જોન્સન એન્ડ જોન્સન જેવી ઘણી કંપનીઓની પટ્ટીઓમાં ખતરનાક કેમિકલ મળી આવ્યા છે. દેશભરમાં ઉપયોગમાં લેવાતી ૧૮ વિવિધ બ્રાન્ડની ૪૦ પટ્ટીઓની તપાસ કરવામાં આવી હતી. આમાંથી ૨૬ સ્ટ્રીપ્સમાં લોરિન નામના કેમિકલની હાજરી મળી આવી હતી, જે કેન્સરનું કારણ બની શકે છે.
તાજેતરમાં પર્યાવરણ કાર્યકરો દ્રારા હાથ ધરાયેલા અભ્યાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જોન્સન એન્ડ હોન્સનની બેન્ડ–એઇડ જેવી ઘણી પ્રખ્યાત બ્રાન્ડની પટ્ટીઓમાં કેન્સરનું કારણ બને તેવા રસાયણોની ટ્રેસ માત્રા હોઈ શકે છે.
તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં દેશભરમાં ઉપયોગમાં લેવાતી ૧૮ વિવિધ બ્રાન્ડની ૪૦ પટ્ટીઓની તપાસ કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી ૨૬ સ્ટ્રીપ્સમાં લોરિન નામના કેમિકલની હાજરી મળી આવી હતી. લોરિન એવું ઘટક છે, જે પર્યાવરણમાં લાંબા સમય સુધી ટકી રહે છે અને સરળતાથી ક્ષીણ થતું નથી.
જોકે આ રસાયણોનો ઉપયોગ કેટલીકવાર પટ્ટીઓમાં મળતા એડહેસિવ્સના ઉત્પાદનમાં થાય છે, પરંતુ ખુલ્લા ઘા સાથે સીધા સંપર્કમાં આવતા ઉત્પાદનોમાં તેમની હાજરી અત્યતં ચિંતાજનક છે. અભ્યાસમાં સામેલ અગ્રણી ટોકિસકોલોજીસ્ટ ડો. લિન્ડા બિર્નબૌમે આ તારણોની અસરો અંગે ચિંતા વ્યકત કરી હતી. લોરિન જેવા પીએફએએસ રસાયણો માત્ર ત્વચામાં બળતરા અને આંખને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ જો લોહીના પ્રવાહમાં સમાઈ જાય તો તે વધુ ગંભીર ખતરો પેદા કરે છે. એકવાર શરીરની અંદર આ ઘટક જાય પછી લીવર, કિડની અને રોગપ્રતિકારક તત્રં જેવા મહત્વપૂર્ણ અંગો પર પાયમાલી કરી શકે છે, કેન્સર અને અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓનું જોખમ વધારી શકે છે.જો઼સન એન્ડ હોન્સન બેન્ડ–એઇડ, કુરાડ, સીવીએસ હેલ્થ અને ઇકવેટ જેવી ઘણી સ્થાનિક બ્રાન્ડસનો આ અભ્યાસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આશ્ચર્યજનક રીતે, એન્ટીબેકટેરિયલ અથવા સંવેદનશીલ ત્વચા માટે રચાયેલ પાટો પણ લોરિનના ચિંતાજનક સ્તરો ધરાવે છે
ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધુ પારદર્શિતા અને નિયમનની તાતી જરૂર
રોજિંદા ઉપભોકતા ઉત્પાદનોમાં લોરિનની હાજરી કઈં નવી નથી. માસિક ઉત્પાદનોથી લઈને ફાસ્ટ ફડ પેકેજિંગ સુધી, આ રસાયણોએ આપણા જીવનના ઘણા પાસાઓમાં ઘૂસણખોરી કરી છે, તેમના વ્યાપક ઉપયોગ અને સંભવિત આરોગ્ય અસરો વિશે પ્રશ્નો ઉભા કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech