ચોમાસામાં ઘરમાં આવી જતા જીવજંતુઓથી પરેશાન છો? તો છુટકારો મેળવવા અપનાવો આ ટિપ્સ

  • July 17, 2023 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આકરી ગરમી બાદ આવતા ચોમાસાની દરેક રાહ જોતા હોય છે. જોકે આવા દિવસો દરમિયાન જીવજંતુઓની સંખ્યા પણ ખૂબ વધી જાય છે. જેનાથી મુશ્કેલી પણ વેઠવી પડે છે. જેમાં હવામાં ઉડતા જીવજંતુઓ તેમજ જમીન પર ફરતા જીવ પણ સામેલ છે. જેમાંથી ઘણા જીવજંતુઓ ઝેરીલા હોય છે. જે તમને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.  



લીમડાનું તેલ 

આયુર્વેદ અનુસાર ચોમાસાના દિવસોમાં લીમડાના તેલનો ઉપયોગ કરીને જીવજંતુઓને ઘરમાં ઘૂસવાથી રોકી શકાય છે. તે  માટે સૌથી પહેલા ઘરમાં લાગેલા છોડની સ્વચ્છતા રાખો. આ છોડમાં જીવજંતુઓ છુપાયેલા હોય છે. ત્યાર બાદ  જીવજંતુઓના ઠેકાણાએ લીમડાના તેલનો છંટકાવ કરી દો જેનાથી જીવજંતુઓ ત્યાંથી ભાગી જશે. 



બ્લેક સ્ક્રીન

રાત્રે લાઈટ કરીએ ત્યારે જીવજંતુઓ ઘરની તરફ આકર્ષાય છે. દરમિયાન તેમની એન્ટ્રી રોકવા માટે દરવાજા અને બારીઓ પર બ્લેક સ્ક્રીન લગાવી શકાય છે. આમ કરવાથી ઘરનું અજવાળુ બહારથી દેખાશે નહીં અને જીવજંતુઓ અંદર આવવાનો પ્રયત્ન કરશે નહીં. 



કાળા મરચા

વરસાદી જીવજંતુઓને ઘરમાંથી કાઢવા માટે કાળા મરચાનો ઉપયોગ કરવો પણ ફાયદાકારક રહે છે. આ માટે કાળા મરચાને કૂટીને પાણીમાં ભેળવી દો, પછી તેને કોઈક બોટલમાં ભરીને જીવજંતુઓના છુપાઈ જવાના સ્થાને છાંટી દો. જીવજંતુઓ ભાગતા જોવા મળશે. 


લીંબુ અને બેકિંગ સોડા

વરસાદના દિવસોમાં નીકળતા જીવજંતુઓમાંથી મુક્તિ મેળવવા માટે લીંબુ અને બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે બંનેને મેળવીને એક બોટલમાં ભરી દો. પછી તેને છોડ અને ઘરના ખૂણામાં સ્પ્રે કરી દો.જીવજંતુઓમાંથી મુક્તિ મળી જશે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application