IPL 2024ની ફાઈનલમાં શાહરૂખે પહેરી વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળ

  • May 30, 2024 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024નું ટાઈટલ જીત્યું. કોલકાતાએ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ઝળહળતી ટ્રોફી જીતી હતી. ટીમની જીત બાદ શાહરૂખ ખાને પણ જોરશોરથી ઉજવણી કરી હતી. આ દરમિયાન કિંગ ખાન ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યો હતો. પરંતુ તેણે પહેરેલી ઘડિયાળ પર કદાચ કોઈએ ધ્યાન આપ્યું નહોતું. શાહરૂખના હાથમાં દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ હતી.


આ ઘડિયાળની કિંમત એટલી છે કે કોઈ આરામથી લક્ઝરી હાઉસની સાથે કાર પણ ખરીદી શકે. શાહરૂખે જે ઘડિયાળ પહેરી હતી તે કોઈ સામાન્ય ઘડિયાળ નહોતી. આ ઘડિયાળ રિચર્ડ મિલે RM 052 Tourbillon મોડલની હતી, જેને દુનિયામાં માત્ર અમુક લોકો જ ખરીદી શકે છે અને પહેરે છે. ઘડિયાળની કિંમત લગભગ 5.45 કરોડ રૂપિયા છે. શાહરૂખ ખાનની આ ઘડિયાળ દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળોમાની એક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application