વિશ્વની પ્રથમ ન્યુકિલયર ડાયમડં બેટરી તૈયાર હજારો વર્ષ સુધી કોઈપણ ગેજેેટને કરશે ચાર્જે

  • December 18, 2024 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વની પ્રથમ ન્યુકિલયર–ડાયમડં બેટરી તૈયાર છે. આ બેટરી હજારો વર્ષેા સુધી કોઈપણ પ્રકારના નાના ઈલેકટ્રોનિક ઉપકરણને ઊર્જા પૂરી પાડી શકે છે. આ બેટરીમાં હીરાની અંદર રેડિયોએકિટવ સામગ્રી નાખવામાં આવી છે. આ બેટરીમાં કાર્બન–૧૪ નામનો કિરણોત્સર્ગી પદાર્થ છે, જેનું અર્ધ જીવન ૫૭૩૦ વર્ષ છે. એટલે કે જો ઉપકરણ આટલા વર્ષેા સુધી ચાલી શકે છે, તો તે ઊર્જા મેળવતું રહેશે.
ઈંગ્લેન્ડની બ્રિસ્ટોલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વિશ્વની પ્રથમ ન્યુકિલયર–ડાયમડં બેટરી બનાવી છે. કિરણોત્સર્ગી સામગ્રી અને હીરા મળીને વીજળી ઉત્પન્ન કરે છે. વૈજ્ઞાનિકોએ હાલમાં જ આ માહિતી આપી છે. આ બેટરીને ચલાવવા માટે કોઈપણ પ્રકારની ગતિની જર નથી. એટલે કે કોઇલની અંદર ચુંબકને ફેરવવાની જર નથી. તે કોઈપણ પરંપરાગત બેટરી અથવા પાવર જનરેટ કરતા ઉપકરણ કરતાં અનેકગણું સાં છે. આ બેટરીની અંદર રેડિયેશનને કારણે ઈલેકટ્રોન ઝડપથી ફરે છે. જેના કારણે વીજળી ઉત્પન્ન થાય છે. સૌર ઉર્જા માટે ફોટોવોલ્ટેઇક કોષોનો ઉપયોગ આ રીતે થાય છે. જેમાં ફોટોનનું વીજળીમાં પાંતર થાય છે.
આ વૈજ્ઞાનિકોએ અગાઉ ૨૦૧૭માં નિકલ–૬૩નો ઉપયોગ કરીને પ્રોટોટાઈપ બેટરી બનાવી હતી પરંતુ નવી બેટરી કાર્બન–૧૪ રેડિયોએકિટવ આઇસોટોપ અને ડાયમંડથી બનેલી છે. આ કિરણોત્સર્ગી સામગ્રી હીરાની મધ્યમાં મૂકવામાં આવે છે. જેના કારણે વીજળી ઉત્પન્ન થવા લાગે છે. કાર્બન–૧૪નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કિરણોત્સર્ગ ઓછા અને નજીકના અંતર સુધી થાય. તે કોઈપણ નક્કર સામગ્રીમાં સરળતાથી સમાઈ જાય છે. આ રેડિયેશનનું જોખમ ઘટાડે છે. નુકસાન


ઓછું થાય છે. કાર્બન–૧૪ને ખુલ્લા હાથે સીધો સ્પર્શ કરી શકાતો નથી. તેમજ તેને ગળી પણ શકાતું નથી. આવી સ્થિતિમાં તે જીવલેણ સાબિત થઈ શકે છે.
બ્રિસ્ટોલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક નીલ પોકસે કહ્યું કે વિશ્વમાં સૌથી સખત પદાર્થ હીરા છે. આ બેટરી માટે હીરા કરતાં વધુ સુરક્ષિત કઈં નહોતું. કાર્બન–૧૪ કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. તેનો ઉપયોગ પરમાણુ પ્લાન્ટને નિયંત્રિત કરવા માટે પણ થાય છે.
એક સામાન્ય આલ્કલાઇન એએ બેટરીનું વજન ૨૦ ગ્રામ છે. તેની અંદર દરેક ગ્રામ વજનમાં ૭૦૦ જૂલ વીજળી સંગ્રહિત છે પરંતુ એક ગ્રામ ન્યુકિલયર–ડાયમડં બેટરી દરરોજ ૧૫ જૂલ વીજળી પૂરી પાડી શકે છે. આમ તે ઓછું લાગે છે પરંતુ જો એએ બેટરીનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવે, તો તે એક દિવસમાં ડ્રેઇન થઈ જશે. હીરાની બેટરી નહીં હોય. કાર્બન–૧૪નું અર્ધ જીવન ૫૭૩૦ વર્ષ છે. તેનો અર્થ એ કે તે વર્ષેામાં તેની માત્ર અડધી તાકાત ગુમાવશે. જો ભવિષ્યમાં આ સામગ્રીની શકિતથી અવકાશયાન બનાવવામાં આવે તો તે આપણા સૌરમંડળના સૌથી નજીકના પાડોશી આલ્ફા સેંટૌરી સુધી પહોંચશે. જે આપણાથી ૪.૪ પ્રકાશવર્ષના અંતરે હાજર છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application