દિલ્હીમાં વિશ્વની પ્રથમ ‘WAVES સમિટ-2025’ યોજાશે, વિદ્યાર્થીઓ આ લિંક પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે

  • December 06, 2024 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઉદ્યોગને વધુ વેગ આપવા જાન્યુઆરી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મુંબઈ ખાતે ભારતીય સિનેમા માટે રાષ્ટ્રીય સંગ્રહાલય (નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને WAVES સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટ વૈશ્વિક સ્તરે મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં ક્રોસ-કલ્ચરલ સમાજમાં વિવિધતા લાવવાની સાથે વૈશ્વિક સ્ટેકહોલ્ડર્સ સાથે ભાગીદારીની તકો પણ ઉભી કરશે. આ સમિટનો મુખ્ય હેતુ ભારતના મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરને વૈશ્વિક સ્તરે લઇ જઈ ભારતની યુવા પેઢીના સોફ્ટ પાવરને વધારી દેશને વૈશ્વિક કોન્ટેન્ટ હબ બનાવી કોન્ટેન્ટનો નિકાસ કરવાનો છે. આ સમિટ દ્વારા મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રમાં ભારતીય મીડિયાનો વૈશ્વિક બજારમાં હિસ્સો વધશે અને આ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવા પેઢી માટે રોજગારના નવા દ્વાર ખુલશે.


WAVESના મુખ્ય ચાર સ્તંભ છે 1) બ્રોડકાસ્ટિંગ અને ઈન્ફોટેનમેન્ટ 2) AVGC/XR 3) ડિજિટલ અને 4) ફિલ્મ્સ. આ ચાર સ્તંભ હેઠળ ન્યૂઝ મીડિયા, ટીવી અને રેડિયો, સંગીત, એડવરટાઈઝિંગ, એનીમેશન, ગેમિંગ, કોમીક્સ,ઈ-સ્પોર્ટ્સ, AR/VR/XR, મેટાવર્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઓટીટી પ્લેટફોર્મ, જનરેટીવ AI, ફિલ્મ્સ, શોર્ટ ફિલ્મ્સ, ડોક્યુમેન્ટરીઝ, ફિલ્મ ટેકનોલોજી, પ્રોડક્શન, પોસ્ટ- પ્રોડક્શન જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


ફેબ્રુઆરી 2025માં યોજાનાર આ સમિટમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે માસ્ટર ક્લાસ/વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્રિએટર્સ કોન્કલેવ, ફંડ્સ માટે ઇન્ફ્યુઝન અને અંતમાં ‘ક્રિએટ ઇન ઇન્ડિયા’ ચેલેન્જ ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ નિયત કરેલ વેબસાઈટ પર નોંધણી કરાવી ‘ક્રિએટ ઇન ઇન્ડિયા’ સીઝન-1માં તેમના રસના વિષયની સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જેમાં વિજેતા વિદ્યાર્થીઓને રૂ. 2.75 કરોડ સુધીના રોકડ પુરસ્કાર, વૈશ્વિક ઉદ્યોગ ઈવેન્ટ્સ માટે સ્પોન્સરશિપ, પ્રસિદ્ધ મ્યુઝિક લેબલ્સ સાથે રેકોર્ડિંગ, ઇન્ક્યુબેશન માટે સપોર્ટ, મહિન્દ્રા થાર ગાડી, પ્રકાશન માટે ડીલ્સ જેવા અન્ય પુરસ્કાર સહિત સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.


પાંચ દિવસીય WAVES સમિટમાં પહેલા 3 દિવસ એટલે કે 5, 6 અને 7 ફેબ્રુઆરી 2024 દરમિયાન વ્યવસાય સંબંધિત સેમિનારોનું આયોજન કરવામાં આવશે. જ્યારે તા. 8 અને 9 ફેબ્રુઆરી 2024 દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે તેમ PIBની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application