વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં જિયો વલ્ર્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ ૨૦૨૪ને સંબોધિત કયુ. કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે ફિનટેકના સંદર્ભમાં ભારતની વિવિધતા જોઈને દુનિયા આશ્ચર્યચકિત છે.
ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં બોલતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, એક સમય હતો યારે લોકો અમારી સાંસ્કૃતિક વિવિધતા જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હતા. હવે લોકો ભારતમાં આવે છે અને આપણી ફિનટેક વિવિધતા જોઈને પણ આશ્ચર્ય થાય છે! એરપોર્ટ પર, સ્ટ્રીટ ફડથી લઈને શોપિંગ સુધી, ભારતની ફિનટેક ક્રાંતિ દરેક જગ્યાએ દેખાય છે.
મુંબઈમાં કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે પહેલા સંસદમાં લોકો પૂછતા હતા કે દેશમાં પૂરતી બેંક શાખાઓ નથી, ગામડાઓમાં બેંકો ઉપલબ્ધ નથી, ઈન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ નથી. ફિનટેક ક્રાંતિ કેવી રીતે આવશે?.હવે બ્રોડબેન્ડ યુઝર્સ દાયકામાં ૬૦ મિલિયનથી વધીને ૯૪૦ મિલિયન થઈ ગયા છે. મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતની ફિનટેક ક્રાંતિ નાણાકીય સમાવેશને સુધારી રહી છે તેમજ નવીનતાને પ્રોત્સાહન આપી રહી છે. છેલ્લા દસ વર્ષમાં ફિનટેક સ્પેસમાં ૩૧ અબજથી વધુ રોકાણ થયુ છે. તે દરમિયાન આપણા ફિનટેક સ્ટાર્ટઅપમાં ૫૦૦ ટકા ગ્રોથ જોવા મળ્યો છે. સસ્તામાં મોબાઈલ ફોન, સસ્તો ડેટા અને ઝીરો બેલેન્સ જનધન બેન્ક ખાતાઓએ ભારતમાં કમાલ કર્યેા છે.એક સમય હતો, યારે લોકો ભારત આવતા હતા, ત્યારે આપણી સાંસ્કૃતિક વિવિધતા જોઈ દગં રહી જતા હતા, પરંતુ હવે તેમને આપણી ફિનટેક વિવિધતાઓ પણ આશ્ચર્યચકિત કરી રહી છે.
સરસ્વતી બુદ્ધિ વહેંચી રહ્યા હતા ત્યારે તેઓ રસ્તામાં ઉભા હતા
વડાપ્રધાને કહ્યુ કે, તમને યાદ હશે કે, અમુક લોકો સંસદ ગૃહમાં ઉભા થઈને સવાલો પુછતા હતા, પોતાને વિદ્રાન માનનારા લોકો પણ પ્રશ્નો કરી રહ્યા હતા. વાસ્તવમાં યારે સરસ્વતી બુદ્ધિ વહેંચી રહ્યા હતા ત્યારે તેઓ રસ્તામાં ઉભા હતા. તેઓ પુછતા હતા કે, ભારતમાં બેન્કોની બ્રાન્ચ નથી, ગામડે–ગામડે બેન્ક નથી, ઈન્ટરનેટ નથી, વીજળી પણ નથી તો રિચાજિગ કેવી રીતે થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech