સાસણ ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વન્ય જીવ સંરક્ષણ નાણા લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણ થીમ મુજબ ગુજરાતમાં પ્રોજેકટ લાયન વિઝન અંતર્ગત અનેકવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્યો દ્રારા સિંહોના સંરક્ષણ અંગે અનેકવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા.
એશિયાઈ સિંહોના વસ્તી સંરક્ષણ અને સંવર્ધન લક્ષી પ્રોજેકટ ના મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. પ્રોજેકટ લાયન અંતર્ગત જુનાગઢ તાલુકાના નવા પીપળીયા ગામે ભારતના સૌથી મોટા નેશનલ રેફરલ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે તેની કામગીરી પ્રગતિમાં છે તે અંગે માહિતી લેવામાં આવી હતી. આ ઉપરાંત વન્ય પ્રાણીઓના મોનિટરિંગ માટે હાઈ ટેક મોનિટરિંગ સેન્ટર તથા વેટરનરી હોસ્પિટલ બનાવવામાં આવી છે તેનું પણ નિરીક્ષણ કરાયું હતું.
વડાપ્રધાન દ્રારા આજે સવારે ગીર નેચર સફારી પાર્કની પણ મુલાકાત લીધી હતી અને એશિયાઈ સિંહોને નિહાળયા હતા. ત્યારબાદ નેશનલ વલ્ર્ડ લાઈફ બોર્ડની બેઠકમાં વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ પ્રોજેકટ લાયન સંદર્ભે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઈ હતી. બેઠકમાં મુખ્યત્વે સિંહો ની વસ્તી રહેણાંક, સંરક્ષણ અને તકેદારી , આસપાસના વિસ્તારો સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ઐંડાણપૂર્વકની ચર્ચા અને વિગત મેળવવામાં આવી હતી.
આ બેઠકમાં વડાપ્રધાન દ્રારા જ જ લોન્ચ કરાયેલ પ્રોજેકટ અંગે માહિતી મેળવવામાં આવી હતી અને પ્રોજેકટ લાયન અંગે વડાપ્રધાન દ્રારા ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ સ્વાતંય દિવસ પર નિમિત્તે લાલ કિલ્લ ા પરથી જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોજેકટમાં ટેકનોલોજી પર ભાર અને વન્યજીવ આરોગ્ય સંભાળ તથા યોગ્ય નિવાસ્થાન અને માનવ સિંહ સંઘર્ષ ઘટાડવા અનેક પગલાંઓ ને આવરી લેવામાં આવ્યા હતા.૨ નવેમ્બર ૨૦૨૨ મા ૨૯૨૭.૭૧ કરોડના ખર્ચે પ્રોજેકટ મંજુર કરવામાં આવ્યો હતો.
૧૦ વર્ષમાં પૂર્ણ થનાર આ પ્રોજેકટમાં એશિયાઈ સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન નો મુદ્દો મુખ્યત્વે આવરી લીધો છે.૨૦૨૦ ની વસ્તી ગણતરી મુજબ સિંહો ની વસ્તી ૬૭૪ છે. રાયના નવ જિલ્લાના ૫૩ તાલુકામાં ૩૦હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહો ની વસ્તી જોવા મળે છે આ ઉપરાંત બરડા સ્થિત અભયારણ્યમાં આઠ સિંહની વસ્તી હોવાથી બરડા અભ્યારણ ને પ્રોજેકટ લાયન હેઠળ સિંહના સેકન્ડ હોમ તરીકે વિકસિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે એ જ બરડા ડુંગરમાં૬ વયસ્ક અને ૧૧ બાળ સિંહ મળી૧૭ સિંહ નિવાસસ્થાન ધરાવે છે. એશિયાઈ સિંહોના હબ સેવા સાસણગીર ખાતે પ્રવાસન અને ટુરિઝમ ક્ષેત્રે સરકાર દ્રારા અનેકવિધ કાર્યેા કરવામાં આવી રહ્યા છે.પ્રવાસન વિભાગ દ્રારા ખુશ્બુ ગુજરાત કી કેમપેન શ કર્યા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો વધારો થઈ રહ્યો છે. જેથી સ્થાનિક રહેવાસીઓની આવકમાં પણ તેનાથી વધારો થઈ રહ્યો છે. છેલ્લ ા પાંચ વર્ષમાં જ સાસણગીરની ૩૩ .૧૫ લાખ લોકોએ મુલાકાત લીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech