માસિક સ્ત્રાવ એ કોઈ રોગ નથી: માસિક સ્ત્રાવ અંગે ગેરમાન્યતા દુર થાય તે અંગે સમજાવાયું
જામનગર જિલ્લા પંચાયતના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.નુપુર પ્રસાદ , તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલ અને લાખાબાવળ આરોગ્ય કેન્દ્ર ના ડો.ભૂમિ ઠુંમર ના માર્ગદર્શન હેઠળ નાઘેડી ગામ ખાતે માસિક સ્વચ્છતા દિવસ ની ઉજવણી કરવામાં આવી.
જેમાં ગામ ની બહેનો ને સેન્ટર પર એકઠા કરી માસિક સ્ત્રાવ શું છે ? માસિક ચક્ર 28 દિવસમાં એક વાર શ થતું હોય છે, પરંતુ કેટલીક મહિલાઓને 21 થી 40 દિવસ સુધીમાં માસિક આવતું હોય છે. છોકરીઓમાં સામાન્ય રીતે 12 વર્ષની વયથી માસિક આવવાની શરૂઆત થતી હોય છે. કેટલીક છોકરીઓના કિસ્સામાં તે વહેલું શરૂ થતું હોય છે અને કેટલીકમાં મોડેથી શ થતું હોય છે. માસિક સ્રાવ દરમિયાન સ્વચ્છતા અંગેની માનસિકતાનું એનિમિયા વચ્ચે સીધો સંબંધ છે. એનિમિયાનું સૌથી સામાન્ય કારણ માસિક સ્રાવ દરમિયાન થતો રક્ત સ્ત્રાવ છે. તેમજ તે દિવસોમાં જે અગંત સ્વચ્છતા પર પણ ખુબ ધ્યાન રાખવાનું હોય છે. જો અંગત સ્વચ્છતા પર ધ્યાન રાખવામાં ન આવે તો કેટલીક સમસ્યા પણ થઈ શકે, જે ઘણી કિશોરીમાં જોવા મળે છે.
કાપડના પેડ જેવા સેનિટરી પેડ નો ઉપયોગ કરવો તેમજ યોગ્ય નિકાલ કરવો. ઘણા ગામો માં માસિક સ્ત્રાવ અંગે જૂની ઢીગત માન્યતાઓ કે ગેરસમજ જેવી કે આ સમય દરમ્યાન મહિલાઓને અપવિત્ર માનવામાં આવે છે. એટલા માટે તેમને પૂજા અને પ્રાર્થનાથી દૂર રહેવું પડે છે. કેટલીક જગ્યાઓએ માસિક સ્ત્રાવ દરમિયાન મહિલાઓને અલગ રાખવાનો પણ રિવાજ છે. આ ગેરમાન્યતા દુર થાય તે વિષે સમજાવામાં આવ્યા હતા.
માસિક સ્ત્રાવ દરમ્યાન પોષણ સંબંધી જરિયાત જેવીકે સમતોલ આહાર, આઈ.એફ.એ ગોળીનું મહત્વ, લોહતત્વ થી ભરપુર આહાર લેવો તેમજ એનિમિયા વિષે, અંગત સ્વચ્છતા વિષે, વગેરે જેવી બાબતો પર વિગતવાર માહિતી જીલ્લા પંચાયતના ડી.એસ.બી.સી.સી ચિરાગ પરમાર અને લાખાબાવળ આરોગ્ય કેન્દ્રના નાઘેડી ગામ ના સી.એચ.ઓ હેતલ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબ કિંગ્સનો ઐતિહાસિક વિજય, KKRને માત્ર 95 રનમાં ઓલઆઉટ કરીને 16 રનથી જીત્યું
April 15, 2025 11:02 PMIndia's Got Latent Row: સમય રૈના અને રણવીરની મુશ્કેલીઓ વધી, સાયબર સેલમાં ફરી નિવેદન
April 15, 2025 07:45 PMઅમેરિકી ટેરિફના વિરોધમાં ચીનનો મોટો નિર્ણય, બોઇંગ જેટની ડિલિવરી કરી રદ્દ
April 15, 2025 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech