પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે વિશ્ર્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચાર જિલ્લાઓ પોરબદર, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ અને જૂનાગઢની કુલ આશરે ૧૬૭ કોલેજમાંથી રાષ્ટ્રીય મૂલ્યાંકન સંસ્થા (નેક) દ્વારા એકમાત્ર ‘એ’ગ્રેડ ધરાવનાર ડો. વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજમાં ઉચ્ચતર શિક્ષણ કમિશ્ર્નર તેમજ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના પરિપત્ર મુજબ ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે આશરે ૧૫૦૦ જેટલી વિદ્યાર્થીનીઓની હાજરીમાં વિશ્ર્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે ઉચ્ચ શિક્ષણ કમિશ્ર્નરની કચેરી દ્વારા નિમણૂંક પામેલ એસ.એસ.આઇ.પી. (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પ્રેકટિસ) તેમજ ઇ.ડી.સી. એન્ટોરપ્રેન્યોર ડેવલપમેન્ટ સેલના નોડલ ઓફિસર પ્રો. આર.કે.મોઢવાડીયાએ સૌને આવકાર્યા હતા.
આ કોલેજના પ્રિન્સીપાલ ડો. કેતન શાહે પોતાના મુખ્ય પ્રવચનમાં હાજર રહેલી તમામ વિદ્યાર્થીનીઓને જણાવ્યુ હતુ કે ઉદ્યોગસાહસિકતા વિષય ભલે કોમર્સ અને અર્થશાસ્ત્રમાં અભ્યાસક્રમ તરીકે ભણાવવામાં આવતો હોય પરંતુ પ્રેકટીકલ રીતે વિદ્યાર્થી કોઇપણ આટર્સ, કોમર્સ અને હોમસાયન્સ શાખામાં હોય તો ઉદ્યોગ સાહસિક બની શકે છે.
ઉદ્યોગ સાહસિક બનવા માટે એક વિચારને મનમાં મુખ્ય બનાવવો પડે અને આ વિચાર જ આગળ જતા બીજનું કામ કરી એક વટવૃક્ષ બની શકે તેણે આ કોઇપણ ઉદ્યોગપતિ રાતોરાત ભારતમાં કે વિશ્ર્વમાં પ્રસિધ્ધ નથી થતા તે માટે ખૂબ મહેનત, ખંત, ભવિષ્યમાં શું બની શકે? ભવિષ્યમાં ઉન્નતિ થનાર જરીયાત વગેરે બાબતો ધ્યાનમાં રાખી એક નાનકડા સાહસ શ કરવાની શીખ આપી હતી. પોરબંદરના જ રાજરત્ન નાનજી કાલિદાસ મહેતા, દેના બેંક શ કરનાર દેવકરણ નાનજી, ધી દેશ પરદેશ પહોંચાડનાર ભાણજી લવજીની પેઢી, દેશ અને વિદેશમાં હીરા એકસપોર્ટ કરનાર ઇન્ડસ્ટ્રીઝ વગેરેના ઉદાહરણ સાથે આજના સમયમાં માત્ર વિચાર અને ટેકનોલોજીના અન્વયેથી આગળ વધેલ લેગ્સકાર્ડ, ઓલા, ઉબેર અન્ય ઓનલાઇન શોપના ઉદાહરણ આપી વધુમાં વધુ વિદ્યાર્થી યુવા ઉદ્યોગ સાહસિકને તેનું આહવાન કર્યુ હતું. આ તકે ઉચ્ચ શિક્ષણ કમિશ્ર્નર દ્વારા બહાર પાડવામાં આવેલી નાણાકીય સહાયની જુદી જુદી યોજનાઓ તેમજ જુદી જુદી બેન્ક દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકને મળતી મુદ્રા લોન વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉદ્યોગ સાહસિકતા દ્વારા જણાવ્યુ કે બાય પ્રોડકટ તરીકે વધારે ને વધારે લોકોને રોજગારી મળશે અને આર્થિક ક્ષેત્રે પણ મજબૂત સ્થિતિ બનશે. યુવાવર્ગને વધારે પ્રોત્સાહિત કરતા જણાવ્યુ હતુ કે આખી દુનિયામાં ભારતની વસ્તી ૧૪૦ કરોડ કરતા પણ વધારે હોય આપણી પાસે મોટામાં મોટો ઉપભોકતા વર્ગ છે. આ વર્ગ હંમેશા વધતો રહેવાનો છે અને કમાણી કરવાની અઢળક તકો પડેલી છે.
આ ઉજવણીમાં કોમર્સ ડિપાર્ટમેન્ટ ગુજરાતી માધ્યમ યુવા ઉદ્યોગ સાહસિક મકવાણા ગીતા (ડેરી ઉદ્યોગ), ઇલેકટ્રોનિક, મકવાણા વિશાખા (ડેરી ઉદ્યોગ), જોશી આરતી (રિવાઇડીંગ), કોડીયાતર વાલી (ડેરી ઉદ્યોગ), મકવાણા લીલુ(ડેરી ઉદ્યોગ), ને પ્રોફેસર આર.કે.મોઢવાડીયા, દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામા આવ્યા હતા. તેવી જ રીતે કોમર્સ ડિપાર્ટમેન્ટ અંગ્રેજી માધ્યમમાં ઓડેદરા નેહલ (આર્ટ વસ્તુનું વેચાણ), લાલચેતા રીયા (અંબિકા ડ્રેસ એન્ડ ચિલ્ડ્રનવેર) મધુ આઇશમા કાસમ (મહેંદી પ્રોડકટનું વેચાણ) ને કલ્પનાબેન જોશીના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ઉજવણીના અંતે કાર્યક્રમનું સમાપન કલ્પનાબેન જોશી દ્વારા કરવામાં આવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech