જામજોધપુર તાલુકાના ગીંગણી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબીટીસ દિવસની ઉજવણી કરાઈ
વિશ્વમાં ૧૪ નવેમ્બરના રોજ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રામજનોને વિડિઓ દ્વારા સમજૂતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કોમ્યુનીટી હેલ્થ ઓફિસર માનસી જયપાલ દ્વારા ગ્રામજનોને ડાયાબિટીસ રોગ વિષે વિડીયો તેમજ બેનર દ્વારા માહિતી આપવામાં આવી હતી. ડાયાબીટીસ એવો રોગ છે, જે જન્મેલા બાળકથી લઈને મોટી ઉંમરના વ્યક્તિને પણ થાય છે. વર્તમાન સમયમાં જે સફેદ ઝેર તરીકે ગણાય છે, તેવું મીઠું અને ખાંડનો સીધો ઉપયોગ કરવો ન જોઈએ. શરીરમાં જે ઈન્સ્યુલિન નામનો હોર્મોન હોય છે. એ આપણે જે રીતે ખોરાક લઈએ. તે પ્રમાણે એના લેવલમાં વધારો ઘટાડો કરતો હોય છે અને જો ઈન્સ્યુલિન વધુ પડે અથવા તો ઈન્સ્યુલિન શરીરમાં તમામ જગ્યાએ ફરતું હોય છે, જેથી ડાયાબિટીસ થવાની સંભાવના વધતી જાય છે. જ્યારે ડાયાબિટીસના કારણે શરીરના અનેક અંગોને નુકસાન થાય છે. સમય અંતરે તમામ લોકોએ ડાયાબિટીસની તપાસ કરાવવી જરૂરી છે. જ્યારે ડાયાબિટીસનો રોગ સૌથી વધુ જે લોકો બેઠાડું જીવન જીવતા હોય તેઓને વધુ થાય છે. ડાયાબીટીસ ન થાય તે માટે પોષણ યુકત આહાર , નિયમિત વ્યાયામ, નિયમિત ચાલવાનું , તેમજ યોગા કરવા જોઈએ.
આ કાર્યક્રમમાં ગ્રામજનોને બ્લડપ્રેશર તેમજ ડાયાબીટીસ અંગે તપાસ કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ગીંગણી ગામના આશા કાર્યકર બહેનો દ્વારા જહેમત ઉઠવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech