દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય "દ્વારકેશ કમલમ" ખાતે ગત સાંજે ઘર ઘર અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના વડપણ હેઠળ યોજવામાં આવેલા ઘર ઘર સંપર્ક અભિયાનની કાર્યશાળાના આયોજનમાં આ અભિયાનના જિલ્લા સંયોજક અને જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર તેમજ ખંભાળિયા વિસ્તારના સંયોજક પાલભાઈ કરમુર અને દ્વારકાના સંયોજક સહદેવસિંહ પબુભા માણેક સહિતના આગેવાનો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ આયોજન દરમ્યાન લાભાર્થી સંપર્ક અભિયાનના જિલ્લા સંયોજક રાજુભાઈ સરસિયા, ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણજારીયા સાથે જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપરાંત સંગઠનના તમામ અપેક્ષિત કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યશાળામાં ઘર ઘર સંપર્ક અભિયાન, લાભાર્થી સંપર્ક અભિયાન, ઉપરાંત આગામી દિવસોમાં સંગઠનાત્મક કાર્યક્રમો વિશે ખાસ માર્ગદર્શન અપાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech