સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બેસીને કામ કરવા કરતા ઉભા રહીને કામ કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે દિવસમાં બે કલાકથી વધુ સમય સુધી ઉભા રહેવાથી ડીપ વેઈન થ્રોમ્બોસિસ અને વેરિસોઝ વેઈન્સ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. લાંબા સમય સુધી ઊભા રહીને કામ કરવાથી શરીરમાં લોહીના પ્રવાહમાં અવરોધ આવી શકે છે. જેમાં સોજા અને થાકની સાથે હાર્ટ એટેક કે સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. લોહીના પ્રવાહને અવરોધે છે જે પીડા, સોજો અને ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સમસ્યા સામાન્ય રીતે પગમાં જોવા મળે છે.પગમાં ફુલતી નસોને વેરિસોઝ વેઇન્સ કહેવામાં આવે છે. આ નસોમાં લોહીનો પ્રવાહ ઓછો થવાને કારણે તેમાં સોજો આવી જાય છે અને તે ફુલાઈ જાય છે. તેનાથી દુખાવો વધી શકે છે.
યુનિવર્સિટી ઓફ સિડનીના સંશોધકોએ બ્રિટનમાં 83,013 પુખ્ત વયના લોકોના ડેટાનો અભ્યાસ કર્યો હતો. દરેક વ્યક્તિના કાંડા પર ખાસ ઉપકરણો પહેરવામાં આવતા હતા, જે તેમના ઊભા રહેવાના અને બેથેલા હોય એ સમયને રેકોર્ડ કરે છે. એવું જાણવા મળ્યું કે વધુ પડતું ઊભા રહેવાથી કોઈ સ્વાસ્થ્ય લાભ નથી. સાથે જ દિવસના 10 કલાકથી પણ લાંબો સમય બેસી રહેવાથી હૃદયરોગનો ખતરો વધી જાય છે. સંશોધકો અનુસાર, જે લોકો લાંબો સમય બેસી રહે છે કે ઉભા રહે છે તેઓએ અમુક સમય પછી ચાલવા જેવી પ્રવૃત્તિ કરતા રહેવું જોઈએ. વધુમાં, દરરોજ 11 કલાકથી વધુ સમય સુધી નિષ્ક્રિય રહેતા લોકોમાં છ મિનિટનો સખત વ્યાયામ અથવા 30 મિનિટની મધ્યમથી ભારે કસરત પણ હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. જેટલું વધુ સ્થિર ઊભા રહેવાનું ટાળશો, તેટલું જ સારું રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech