દસ્તુર માર્ગ અન્ડર પાસનું કામ બંબાટ શરૂ; વર્ષમાં સાકાર થશે

  • February 07, 2025 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં યાજ્ઞિક રોડ, દસ્તુર માર્ગ, ટાગોર માર્ગ અને ખાસ કરીને સરદાર નગર મેઇન રોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે દસ્તુર માર્ગ ઉપર અન્ડર પાસનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો હતો, દરમિયાન ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણી પૂર્વે ડિસેમ્બર–૨૦૨૨માં આ પ્રોજેકટનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું, ખાતમુહર્ત થયા બાદ મહા પાલિકા તત્રં અને રેલવે તત્રં વચ્ચે સંકલનના અભાવે એક વર્ષ સુધી કામગીરીમાં કોઈ જ પ્રગતિ થઈ ન હતી. દરમિયાન આ અંગે આજકાલ દૈનિકમાં તસવીરો સાથે વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ મહાપાલિકા તત્રં અને રેલવે તત્રં સફાળા જાગ્યા હતા ત્યારબાદ કામ આગળ ધપ્યું હતું. યારે આજની સ્થિતિએ દસ્તુરમાર્ગ અન્ડર પાસનું કામ બંબાટ ઝડપે ચાલી રહ્યું છે અને જો આવી જ પ્રગતિથી કામ ચાલશે તો એક વર્ષમાં પ્રોજેકટ સાકાર થઇ જશે તેમ કહેવામાં અતિશયોકિત નથી.
ડો.દસ્તુરમાર્ગ ઉપરથી ટાગોર રોડ ઓળંગીને રાજમંદિર ફાસ્ટ ફડ શોપ વાળી શેરીમાં સીધા આગળ જતા ત્યાં આગળ રેલવે ટ્રેક નીચે એસ્ટ્રોન નાલાથી લગભગ ડબલ મોટો એવો ટુ વે અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે, રેલવે તંત્રમાં મહાપાલિકાએ ભરવા પાત્ર રકમ ચૂકવી ન હોય તેમ જ અગાઉ નક્કી થયેલી રકમમાં થોડો વધારો પણ થયો હોય તે વધારાની રકમ પણ ચૂકવવાની બાકી હોય રેલવે તંત્રએ કામ શ કયુ ન હતું પરંતુ તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર થયા બાદ મહાપાલિકા તંત્રએ તમામ રકમ રેલવેને ચૂકવી દેતા રેલવે તંત્રએ પૂર્વજોશમાં કામગીરી શ કરી છે. તો આ જ રીતે કામગીરી ચાલશે તો એકાદ વર્ષમાં આ પ્રોજેકટ પૂર્ણ થઈ જશે અને મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે આ પ્રોજેકટનું લોકાર્પણ થઈ જાય તો પણ નવાઈ નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application