મહિલા સશકિતકરણ: સુપ્રીમમાં પહેલીવાર ૧૧ મહિલાને મળ્યો વરિષ્ઠ વકીલનો દરજજો

  • January 20, 2024 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટમાં નવો ઈતિહાસ સર્જાયો હતો. પહેલીવાર સુપ્રીમ કોર્ટે એક સાથે ૧૧ મહિલા વકીલોને સિનિયર એડવોકેટનો દરો આપ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં કુલ ૫૬ વકીલોને વરિ વકીલોનો દરો આપવામાં આવ્યો હતો, જેમાં ૧૧ મહિલાઓનો સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક જ દિવસમાં ૧૧ મહિલા વકીલોને સિનિયર એડવોકેટનો દરો આપીને ઈતિહાસ રચ્યો છે. કોર્ટના ઈતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધી માત્ર ૧૨ મહિલા વકીલોને જ વરિ વકીલનો દરો મળ્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં કુલ ૫૬ વકીલોને વરિ વકીલનો દરો આપવામાં આવ્યો હતો. જેમાં ૧૧ મહિલા અને ૩૪ પ્રથમ પેઢીના વકીલોનો સમાવેશ થાય છે.

આ ૧૧ મહિલા વકીલોમાં શોભા ગુા, સ્વપમા ચતુર્વેદી, લિઝ મેથ્યુ, કણા નંદી, ઉત્તરા બબ્બર, હરિપ્રિયા પધ્મનાભન, અર્ચના પાઠક દવે, શિરીન ખજુરિયા, એનએસ નપ્પિનાઈ, એસ જનાની અને નિશા બાગચી છે. યારે પ્રથમ પેઢીના વકીલોમાં સૌરભ મિશ્રા, અમિત આનદં તિવારી અને અભિનવ મુખજીર્નેા સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટની આજે મળેલી ફુલ–કોર્ટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
એડિશનલ સોલિસિટર જનરલ અને સિનિયર એડવોકેટ ઐશ્વર્યા ભાટીએ મોટી સંખ્યામાં મહિલા વકીલોને સિનિયર એડવોકેટનો દરો આપવાના નિર્ણયને આવકાર્યેા હતો. તેમણે કહ્યું કે આ એક મોટું અને ઐતિહાસિક પગલું છે. આ મહિલા વકીલ માટે આદર દર્શાવે છે.

અત્યાર સુધી સુપ્રીમ કોર્ટે બે નિવૃત્ત જજ સહિત માત્ર ૧૨ મહિલાઓને જ વરિ વકીલનો દરો આપ્યો હતો. ૨૦૧૯ માં, સુપ્રીમ કોર્ટે એક સાથે છ મહિલા વકીલો  માધવી દિવાન, મેનકા ગુસ્વામી, અનિતા શેનોય, અપરાજિતા સિંહ, ઐશ્વર્યા ભાટી અને પ્રિયા હિંગોરાનીને વરિ વકીલનો દરો આપ્યો હતો.


જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાને પહેલીવાર વરિ વકીલ બનાવવામાં આવ્યા

સુપ્રીમ કોર્ટ દ્રારા વરિ વકીલ બનાવનાર પ્રથમ વકીલ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા હતા, જેઓ પાછળથી સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા. સુપ્રીમ કોર્ટની રચનાના ૫૭ વર્ષ બાદ જસ્ટિસ મલ્હોત્રાને ૨૦૦૭માં વરિ વકીલ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.આ પછી ૨૦૧૩માં કિરણ સૂરી, મીનાક્ષી અરોરા અને વિભા દત્તા માખીજાને વરિ વકીલ બનાવવામાં આવ્યા, જેના કારણે વરિ વકીલોની સંખ્યા ચાર થઈ ગઈ. ૨૦૧૫ માં, વધુ બે મહિલા વકીલોને નોમિનેટ કરવામાં આવ્યા  વી મોહના અને મહાલમી પવાણી  કુલ છ થઈ ગયા. હાઇકોર્ટની બે નિવૃત્ત મહિલા ન્યાયાધીશોને પણ પાછળથી નામાંકિત કરવામાં આવી હતી. ૨૦૦૬માં જસ્ટિસ શારદા અગ્રવાલ અને ૨૦૧૫માં જસ્ટિસ રેખા શર્માને વરિ વકીલનો દરો આપવામાં આવ્યો હતો,




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application