રાજકોટ મનપાના હોદ્દેદારોની એક યાદી જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે 8 માર્ચે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ છે. આથી મહિલાઓ એક દિવસ માટે સમગ્ર દિવસ દરમિયાન કોઇપણ સ્થળે, કોઈપણ રૂટ પર, ગમે તેટલી વાર સિટી બસ અને બીઆરટીએસ બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.
વધુમાં જણાવ્યું છે કે, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ મહિલાઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. આજે વિજ્ઞાન, ટેક્નોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યમાં સરકાર ‘કન્યા કેળવણી’ અભિયાન, ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ, મહિલાઓમાં નામે મિલકત રજિસ્ટ્રેશન સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્કર્ષમાં યોગદાન કરી રહેલ છે.
વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહીલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્કર્ષ માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩% અનામતનું વિધેયક "નારી શક્તિ વંદન અધિનિયમ" લોકસભામાં ૪૫૪ મતથી પસાર થયેલ છે. જે સમગ્ર દેશ માટે ખુબ જ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક બાબત છે.
દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’, ‘રક્ષાબંધન’ અને ‘ભાઈબીજ’ના પવિત્ર દિવસે મહિલાઓને ભેટ સ્વરૂપે સિટી બસ અને બીઆરટીએસ બસમાં વિનામૂલ્યે મુસાફરીની છૂટ આપે છે. જે પ્રમાણે આવતીકાલે ૮ મી માર્ચ, ૨૦૨૫ના રોજ ૧૧૪માં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિતે મહિલાઓ એક દિવસ માટે સમગ્ર દિવસ દરમિયાન કોઇપણ સ્થળે, કોઈપણ રૂટ પર, ગમે તેટલી વાર સિટી બસ અને બીઆરટીએસ બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે જેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોંઘવારીનો વધુ એક માર: અમૂલ દૂધના ભાવમાં આજ મધરાતથી 2 રૂપિયાનો વધારો લાગુ
April 30, 2025 07:45 PMસુરત શિક્ષિકા-વિદ્યાર્થી કેસ મામલે નવો વળાંક, ફરવા ગયા હોવાનો દાવો
April 30, 2025 07:02 PMરાજકોટ 44.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, છ શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન
April 30, 2025 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech