પોરબંદરની મહિલાઓએ ગોંડલ ખાતે કૃષ્ણજન્માષ્ટમીની કરી ભવ્ય ઉજવણી

  • August 30, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની મહિલાઓએ ગોંડલ ખાતે કૃષ્ણજન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરી રાસની રમઝટ બોલાવી હતી.
ગોંડલ ખાતે શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ દ્વારા આયોજિત શ્રી કૃષ્ણજન્માષ્ટમી મહોત્સવ  ગોંડલ ખાતે પુર્વ સાંસદ સભ્ય  રમેશભાઈ ધડુકના આમંત્રણને માન આપી અને પોરબંદરથી અંદાજિત ૫૫ થી ૬૦ મહિલાઓ ગોંડલ ખાતે વર્ષોથી થતો અલૌકિક અદભુત કૃષ્ણ જન્મોત્સવ  ઉજવવા ગોંડલ પહોંચ્યા હતા, શ્રી સાઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી વેદમાતા મહિલા પાંખના બહેનો આ ઉત્સવમાં સહભાગી થયા હતા.સૌ પહેલા બહેનોએ રમાનાથ ધામમાં અંબા માતાજીના દર્શન કર્યા તેમજ  રમેશભાઈ ધડુક સાથે શુભેચ્છા મુલાકાત  કર્યા  બાદ કૃષ્ણ જન્મોત્સવમાં  વરસતા વરસાદમાં રાસની રમઝટ બોલાવી  ગોકુળિયુ  વાતાવરણ ઊભું કરી દીધું હતું,  અદભુત કૃષ્ણ જન્મમાં સહભાગી બનાવવા બદલ પુર્વ સાંસદ  રમેશભાઈ ધડુકનો  મહિલાઓએ આભાર માન્યો હતો, ગોંડલ દર્શન કરવા ગયેલા તમામ બહેનોને સાડી તેમજ બ્લાઉઝ પીસ દાતાના સહકારથી આપવામાં આવ્યું હતુ એટલું જ નહી દક્ષાબેન તરફથી સહુ કોઈ બહેનોને અલ્પાહાર પણ આપવામાં આવ્યો હતો આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા  નિમિષાબેન જોશી તથા મીનલબેન બલભદ્રએ  જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application