જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ આઇ.સી.ડી.એસ મહાનગરપાલિકા ભાવનગરના સયુંક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવના આઠમાં દિવસ અંતર્ગત શિશુવિહાર સંસ્થા ભાવનગર ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસ ની ઉજવણી મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભાવનગરના મેયર ભરતભાઇ બારડ, ભાવનગર પુર્વ વિસ્તારના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મહિલા અને બાળ અધિકારી આર. કે. જાખણીયા, પ્રોટેક્શન ઓફિસર હેતલ દવે, સીડીપીઓ પુનમબેન વાઢેર, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સંકલ્પ ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવર મેન્ટ ઓફ વુમનની ટીમ, મહિલા સહાયતા કેન્દ્રના કાઉંસેલર, સખી વન સ્ટોપ સેન્ટરના એડમીન, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેંદ્રનો સ્ટાફ, તેમજ આંગણવાડીમાં નોંધાયેલ પુર્ણા યોજનામાં નોંધાયેલ કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ નારી વંદન ઉત્સવ સપ્તાહની માહિતી આપી હતી ત્યારબાદ ધારાસભ્ય સેજલબેન પંડયા દ્વારા મહિલા અને બાળ આરોગ્ય દિવસની શુભકામનાઓ આપી અને સરકારની મહિલાલક્ષી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમજ કિશોરીઓ અને મહિલાઓના આરોગ્ય બાબતે ચર્ચા કરવામા આવેલ અને માસિક સ્ત્રાવ એ કુદરતી પ્રકિયા છે જેમાં સંકોચ વિના આપણા સ્વાથ્યનું ધ્યાન રાખવામાં આવે તે બાબતે દિકરીઓને સંપુર્ણ માહિતી આપી હતી ત્યારબાદ મેયર ભરતભાઇ બારડ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આઇ.સી.ડી.એસ વિભાગમા કાર્યરત વિવિધ યોજનાકિય માહિતી આપી અવગત કરવામા આવેલ.જેમાં પુર્ણા યોજના અને સગર્ભા બહેનો તેમજ ધાત્રી માતાઓને ઉપયોગી તમામ મહિલાલક્ષી યોજના તેમજ બાલશક્તિ, માતૃશક્તિ અને પુર્ણાશક્તિ યોજનાની માહીતી આપી હતી.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીને દિકરી વધામણા કિટ અને મંજુરી હુકમ તેમજ ૧૫૦ કિશોરીઓને મેન્સ્ટુલ હાઇજીન કિટ આપી પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવેલ હતું. આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા વાનગી નિર્દશનનો સ્ટોલ રાખવામાં આવેલ હતો. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સ્ટોલ રાખવામાં આવેલ જેમાં કિશોરીઓનુ એચ.બી.અને ટી.ડી.ની રસી આપી હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech