જામનગરમાં ચેક રીટર્ન કેસમાં મહિલાને એક વર્ષની સજા

  • September 05, 2023 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની એક મહિલા સામે ચેક રીટર્ન અંગેનો કેસ કરવામાં આવ્યો હતો, જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે મહિલા આરોપીને તકસીરવાન ઠેરવી, એક વર્ષની સજા તેમજ ચેકની બમણી રકમનો દંડ ફટકાર્યો છે.
જામનગરમાં રહેતી રૂપલબેન અનિલભાઈ પાટલીયા નામની મહિલાએ પોતાના પતિના મિત્ર એવા મહાવીર સિંહ પ્રભાતસિંહ સોઢા પાસેથી ૨,૧૫,૦૦૦ હાથ ઉછીના લીધા હતા, અને તેની સામે ચેક આપ્યો હતો. જે બેંકમાંથી નાણાં ના અભાવે પાછો ફર્યો હોવાથી અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
દરમિયાન ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થયું હતું અને કેટલીક રકમ ચૂકવ્યા બાદ ૧૦-૧૦ હજારના બે ચેક અપાયા હતા. જે બંને ચેક ફરીથી નાંણાના અભાવે પાછા ફરતાં મહિલા સામે જામનગરની અદાલતમાં ફરીથી ચેક રિટર્ન  અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસ અદાલત ચાલી જતા અદાલતે મહિલા આરોપી રૂપલબેન પટેલ ને એક વર્ષની કેદની સજા અને ચેક ની બમણી રકમ ફરિયાદીને વળતર રૂપે ચૂકવી દેવા હુકમ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application