રાજકોટમાં મહિલા પર કૌટુંબિક દિયરે ગુજાયુ અનેકવાર દુષ્કર્મ

  • December 02, 2024 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ રાજકોટમાં મવડી પાસેના વિસ્તારમાં રહેતી મૂળ મહત્પવા પંથકની વતની મહિલા પર તેના કૌટુંબિક દિયરે ડરાવી–ધમકાવી છરી બતાવી મારમારી અવારનવાર દુષ્કર્મ આચયુ હતું.જે અંગે મહિલાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હાલ રાજકોટમાં મવડી પાસેના વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય મહિલાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભુજમાં રહેતા કૌટુંબિક દિયર શંકરનું નામ આપ્યું છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીને ચાર સંતાન છે યારે આરોપી કૌટુંબિક દિયર શંકર ત્રણ સંતાનોનો પિતા છે. મહિલાનો પરિવાર મૂળ ભાવનગર પંથકના મહત્પવાનો વતની છે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં રહે છે મહિલાના પતિએ થોડા સમય પૂર્વે છે આપઘાત કરી લીધો છે.
બનાવ અંગે મહિલાએ જણાવ્યું હતું કે, ગત તા. ૫૯ ના કૌટુંબિક દિયર શંકર અહીં રાજકોટ આવ્યો હતો તે સમયે તેણે છરી બતાવી ધમકાવી બદકામ કરવાનો પ્રયાસ કર્યેા હતો પરંતુ મહિલા તાબે ન થતા તેનો ઇરાદો બર આવ્યો ન હતો. બાદમાં પરિણીતા તથા તેના પતિ અને સસરા ભુજ જતા અહીં કૌટુંબિક દિયરે કોઈ બાબતે માથાકૂટ કરી પરિણીતાના સસરા તેના પતિ અને પરિણીતાને માર માર્યેા હતો જે મારના લીધે પરિણીતા બેભાન થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. યારે તે ભાનમાં આવી ત્યારે તેને માલુમ પડું હતું કે, તેના પતિ અને સસરા વતન ચાલ્યા ગયા છે. આ સમયે પણ કૌટુંબિક દિયર તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબધં બાંધ્યો હતો.
ત્યારબાદ તે રાજકોટ આવી પરિણીતાને ડરાવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર શરીર સંબધં બાંધતો હોય જેથી અંતે તેણે આ મામલે આ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે


ભુજમાં રહેતા કૌટુંબિક દિયરે ડરાવી માર મારી છરી બતાવી બદકામ કર્યા બાદ અવારવનાર ઘરે આવી દુષ્કૃત્ય આચારતો: પરિણીતાના પતિ અને સસરા સાથે પણ મારામારી કરી હતીઆરોપીના ત્રાસથી પતિએ આપઘાત કર્યાનો મહિલાનો આક્ષેપ
પરિણીતાના પતિએ થોડા સમય પુર્વે આપઘાત કરી લીધો હતો.ત્યારે બા બાબતે મહીલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કૌટુંબિક દિયર અવારનવાર તેના પતિને ધમકી આપતો હતો કે, હું તારી પત્નીને ભગાડી જઇશ જેની ધમકીથી કંટાળી જઇ તેણે આપઘાત કરી લીધો હતો.ત્યારે આ અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application