એસટી ડેપોના મહિલા ટોયલેટમાં છેડતી કરવા ઘુસેલા એક શખ્સનો પીછો કરતાં ભાગી છૂટેલા શખ્સનું બાઈક હોમગાર્ડના જવાને પોલીસને સુપ્રત કર્યું
જામનગરના એસ.ટી. ડેપોમાં એક શખ્સ મહિલા મુસાફરની છેડતી કરી રહેલો નજરે પડ્યો હતો. જેથી ત્યાં ફરજ બજાવી રહેલા હોમગાર્ડના બે જવાનોએ તેને પકડી પાડ્યો હતો, અને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે. આ ઉપરાંત એસટી ડેપોના મહિલા ટોયલેટમાં એક લેડીઝ ની છેડતી કરવા ઘુસેલા એક શખ્સનો હોમગાર્ડના જવાનોએ પીછો કરતાં બાઇક છોડીને ભાગી છુટ્યો હતો, જે બાઈક કબ્જે કરી પોલીસને સુપ્રત કર્યું છે.
જામનગરના એસટી ડેપોમાં ગઈ રાત્રે હોમગાર્ડના બે જવાનો જયેન્દ્ર વારા તેમજ નિશિત મહેતા પોતાની નાઈટ ફરજ માં હતા જે દરમિયાન એક શખ્સ લેડીઝ મુસાફરની છેડતી કરી રહ્યો હતો, જેથી તેને પકડી લઈ સીટી એ. ડિવિઝન પોલીસમાં સુપ્રત કરી દીધો છે. જે શખ્સ નશો કરેલી હાલતમાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ ઉપરાંત એસટી ડેપોના લેડીઝ ટોયલેટમાં મહિલાની છેડતી કરવા માટે ઘુસ્યો હોવાનું હોમગાર્ડના જવાનો જયેન્દ્ર વાળા તેમજ નિશિત મહેતાને ધ્યાનમાં આવતાં તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પોતાનું બાઈક છોડીને ભાગી છુટ્યો હતો. જેથી હોમગાર્ડના જવાનોએ જી.જે.૧૦ ડી.એસ.૧૧૯૭ નંબર નું બાઈક કબ્જે કરી લઈ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધું છે. જે બાઈકના નંબરના આધારે પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech