છેલ્લા કેટલાક સમયથી માત્ર 40 થી 50 ખેડુતોને બોલાવાતા રોષની લાગણી જન્મ્યા બાદ મામલો ઉકેલાયો: કલકતાથી બારદાન પણ આવી ગયા અને યાર્ડના સંચાલકો દ્વારા વધુ જગ્યા પણ ફાળવાઇ: અત્યાર સુધીમાં 562 ખેડુતોએ ટેકાના ભાવે મગફળી વેંચી
રાજય સરકારે ા.1356ના ભાવે મગફળીની ખરીદી કરવા આદેશ કયર્િ બાદ હાપા યાર્ડમાં લગભગ 7500થી વધુ ખેડુતોએ પોતાના નામનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ હાપા યાર્ડમાં જગ્યાના અભાવે અને બારદાન ન હોવાના કારણે દરરોજ માત્ર 40 થી 50 ખેડુતોને મગફળી વેંચવા બોલાવાતા હતાં, આખરે કલકતાથી બારદાન આવી ગયા છે અને યાર્ડના સંચાલકો દ્વારા મગફળી રાખવા માટે વધુ જગ્યા ફાળવી દેતાં આવતીકાલથી દરરોજ 100થી વધુ ખેડુતોને ટેકાના ભાવે મગફળી વેંચવા બોલાવવામાં આવશે તેમ જાણવા મળે છે.
હાપા યાર્ડમાં જાણવા મળતી માહિતી મુજબ 7500થી વધુ લોકોએ ટેકાના ભાવે મગફળી વેંચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, અન્ય યાર્ડમાં દરરોજ 100 થી 150 ખેડુતોને બોલાવવામાં આવતાં હતાં, પરંતુ હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થતાં ઓછા ખેડુતોને મગફળી વેંચવા માટે બોલાવાતા ખેડુતોમાં રોષની લાગણી જન્મી હતી, આખરે સતાધીશોએ માર્કેટીંગ યાર્ડમાં મગફળી રાખવા માટે વધુ જગ્યા ફાળવાતા હવે મામલો ઉકેલાયો છે, સામાન્ય રીતે મગફળી વધુ જગ્યા રોકતી હોય, યાર્ડમાં મુશ્કેલી પડતી હતી, ગઇકાલની જ વાત લઇએ તો મગફળી ભરેલા 315 વાહનોમાં 22 હજાર મગફળીની ગુણી આવી હતી, આમ જગ્યાનો પ્રશ્ર્ન પણ ઉપસ્થિત થયો હતો.
યાર્ડના સંચાલકો દ્વારા જણાવાયું છે કે, અત્યાર સુધીમાં 7500 રજીસ્ટ્રેશન થયેલા ખેડુતોમાંથી 562 લોકોએ ટેકાના ભાવે મગફળી વેંચી છે અને તા.4-10-24 સુધીના ખેડુતોને બોલાવવામાં આવ્યા છે, આગામી દિવસોમાં 100થી વધુ ખેડુતોને ટેકાના ભાવે મગફળી વેંચવા માટે બોલાવવામાં આવશે, જો કે તા.14-11-24 થી સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શ કર્યુ છે અને 3 મહીનામાં રજીસ્ટ્રેશન કરાયેલા તમામ ખેડુતોને મગફળી સરકાર ખરીદી લેશે તેમ જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંબઈમાં બોટ અકસ્માત: નૌકાદળના 3 જવાનો સહિત 13ના મોત, 101નો બચાવ
December 18, 2024 09:52 PMજામનગરના લાખાબાવળ ગામ પાસે રેલવે ટ્રેકમા તિરાડ પડતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી
December 18, 2024 08:14 PMજામનગરનો વિસ્તાર વધતા પીવાના પાણીની જરૂરિયાતમાં વધારો
December 18, 2024 06:54 PMજામનગર પંથકના ખેડૂતોને કૃષિ સહાયમાં અન્યાય
December 18, 2024 06:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech