ઓરેકલના સીઈઓ લેરી એલિસને એક મોટો દાવો કર્યેા છે. તેમણે કહ્યું છે કે ટૂંક સમયમાં કેન્સરની તપાસથી લઈને રસીકરણ સુધીનું બધું જ ૪૮ કલાકમાં કરી શકાશે. લેરી એલિસને આજે કેન્સર જેવા ખતરનાક રોગ અંગે આ મોટો દાવો કર્યેા હતો.લેરી એલિસને કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી, કેન્સર શોધવાથી લઈને કસ્ટમ વેકિસન બનાવવા સુધીનું બધું જ ૪૮ કલાકમાં કરી શકાશે. જો લેરી એલિસન તેમના દાવા મુજબ કેન્સરની રસી બનાવવામાં સફળ થાય છે, તો અમેરિકા રશિયા પછી કેન્સર જેવા જીવલેણ રોગ સામે રસી તૈયાર કરનાર બીજો દેશ બનશે. અમેરિકા માટે શકય તેટલી વહેલી તકે રસી બનાવવી મહત્વપૂર્ણ પણ છે કારણ કે રશિયાએ જાહેરાત કરી છે કે ૨૦૨૫થી તેમના દેશમાં કેન્સરની રસી આપવાનું શ કરશે. રશિયા તેના નાગરિકોને આ રસી મફતમાં આપશે. આવી સ્થિતિમાં, અમેરિકા આ મોટી સિદ્ધિમાં રશિયાથી પાછળ રહેતું જણાય છે.અમેરિકામાં કેન્સરની સારવાર અંગે પહેલાથી જ ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. મે ૨૦૨૪માં લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ૪ કેન્સરના દર્દીઓ પર પર્સનલાઈડ રસીનું પરીક્ષણ કયુ હતું. વૈજ્ઞાનિકોએ દાવો કર્યેા હતો કે રસીકરણના બે દિવસ પછી જ દર્દીઓમાં મજબૂત રોગપ્રતિકારક શકિતનો વિકાસ થયો હતો.રશિયા પછી, અમેરિકાની આ જાહેરાતથી આખી દુનિયાને ફાયદો થઈ શકે છે. કારણ કે કેન્સર એક એવો રોગ છે જે દર વર્ષે લાખો લોકોના મૃત્યુનું કારણ બને છે. વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, કેન્સર વિશ્વભરમાં મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે. વિશ્વમાં દર ૬ મૃત્યુમાંથી ૧ મૃત્યુનું કારણ કેન્સર છે.
ભારતમાં પણ કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્સરના દર્દીઓ અને તેનાથી થતા મૃત્યુની સંખ્યા દર વર્ષે વધી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech