વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના પરસ્પર સંબંધો ખૂબ જ ઉષ્માભયર્િ જણાય છે પરંતુ પીએમ મોદીની આટલી નજીક હોવા છતાં ટ્રમ્પ ભારત પર ટ્રેડ ડ્યુટીને લઈને ખૂબ જ આક્રમક રહ્યા છે. તેણે ભારતને ’ટેરિફ કિંગ’થી ’ટ્રેડ એબ્યુઝર’ ગણાવ્યું છે. રાષ્ટ્રપતિની આ ચૂંટણીમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે પારસ્પરિક કર લાદવાની વાત કરી છે. અમેરિકા ફર્સ્ટનો નારો આપ્નારા ટ્રમ્પે અમેરિકન લોકોને વચન આપ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો માત્ર ચીન પર જ નહીં પરંતુ ભારત પર પણ વધુ ટેક્સ લગાવશે. ભારતના દૃષ્ટિકોણથી આ ખૂબ જ નકારાત્મક ટિપ્પણી છે. આવી સ્થિતિમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું ભારત અને અમેરિકા વચ્ચે ફરી એકવાર ટેરિફ વોર શરૂ થઈ શકે છે.
અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. ભારત અમેરિકામાં ટેક્નોલોજી, ફામર્સ્યિુટિકલ, એન્જિનિયરિંગ અને ટેક્સટાઈલ ઉત્પાદનોની નિકાસ કરે છે. ત્યારે જો ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે વેપારમાં કોઈ સખ્તી રાખે અને ઉચ્ચ ટેરિફ લાદે છે તો ભારતના આ ક્ષેત્રોને પ્રતિકૂળ અસર થઈ શકે છે.
2018માં ટ્રમ્પ પ્રશાશને ભારતીય સ્ટીલ પર 25% અને એલ્યુમિનિયમ પર 10% ટેરિફ લાદી હતી, જેના કારણે એક વર્ષમાં ભારતની સ્ટીલની નિકાસમાં 46% ઘટાડો થયો હતો અને સ્ટીલ ક્ષેત્રને 240 મિલિયનનું નુકસાન થયું હતું. ટ્રમ્પે વર્ષ 2019માં ભારતને જનરલાઇઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસમાંથી પણ હટાવી દીધું હતું. જેના કારણે ભારતની નિકાસને 560 કરોડ ડોલરનો ફટકો પડ્યો હતો. તેના જવાબમાં ભારતે 2019માં 28 અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદ્યો હતો. આ વિવાદ 2023માં બાઈડેન વહીવટીતંત્ર દ્વારા ઉકેલવામાં આવ્યો હતો અને બંને દેશોએ ટેરિફ દૂર કયર્િ હતા. ત્યારથી વેપાર શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો છે.
ભારતને આ ફાયદા થઇ શકે છે
1. એક્સપોર્ટ : યુએસ માર્કેટમાં ભારતીય ઓટો પાટ્ર્સ, સોલાર ઈક્વિપમેન્ટ અને કેમિકલ પ્રોડક્ટ્સની માંગ વધી શકે છે.
2. એનર્જી : ભારતીય ગેસ વિતરણ કંપ્નીઓને આનો ફાયદો થઈ શકે છે.
3. ડિફેન્સ: બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ મજબૂત હોવાને કારણે ભારતના ઉત્પાદન અને સંરક્ષણ ક્ષેત્રમાં વેગ આવી શકે છે.
4. સપ્લાય ચેઇન: ચીન પ્લસ વનની નીતિથી અમેરિકા ભારત પાસેથી પુરવઠો વધારી શકે છે. સપ્લાય ચેઇનમાં સુધારો ભારતીય બિઝનેસને મદદ કરી શકે છે.
ભારતને આ સંભવિત નુકસાન
1. ફુગાવો : ટ્રમ્પ્નો ભાર ખર્ચ વધારવા પર રહેશે, જે વ્યાજ દરમાં ઘટાડાનો ફટકો પડશે. વ્યાજદરમાં વધારો અને અમેરિકન ચીજવસ્તુઓની વધતી કિંમતને કારણે ભારતીય કારોબારને અસર થઈ શકે છે.
2. નબળો પિયો: ટ્રમ્પ્ની આર્થિક નીતિઓ ડોલરને મજબૂત બનાવી શકે છે. જેના કારણે પિયામાં ઘટાડો થશે. આયાતી માલ મોંઘો થશે.
3. બજારની અસ્થિરતા: ટ્રમ્પ્ની જીતને કારણે શેરબજારમાં વધારો થયો હોવા છતાં લાંબા સમય સુધી તેજી જળવાઈ રહેશે કે કેમ તેની શંકા રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech