ધાંધલ – ધમાલ સાથે સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ

  • December 20, 2024 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સંસદના શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસ હતો. આજે સંસદના બંને ગૃહો (લોકસભા અને રાયસભા)માં કાર્યવાહી શ થતાં જ હંગામો શ થયો હતો. હંગામો જોઈને લોકસભા અને રાયસભા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી.
આ મામલામાં વિરોધ કરી રહેલા વિપક્ષી સાંસદો અને બીજેપી સાંસદો વચ્ચે ઝપાઝપીમાં બે સાંસદો ઘાયલ થયા હતા, ત્યારબાદ ભાજપે રાહત્પલ ગાંધી વિદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દિલ્હી પોલીસે રાહત્પલ વિદ્ધ કેસ નોંધ્યો છે. આ કાર્યવાહીથી નારાજ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ પણ આજે દેશવ્યાપી વિરોધની જાહેરાત કરી છે.ભાજપે કોંગ્રેસના સાંસદ રાહત્પલ ગાંધી પર હત્પમલાનો આરોપ લગાવ્યો છે. ભાજપ દ્રારા આપવામાં આવેલી ફરિયાદના આધારે, પોલીસે રાહત્પલ વિદ્ધ ભારતીય દંડની કલમ ૧૧૭ (સ્વેચ્છાએ ગંભીર ઇજા પહોંચાડવી), ૧૧૫ (સ્વેચ્છાએ ઇજા પહોંચાડવી), ૧૨૫ (અન્યના જીવન અથવા વ્યકિતગત સુરક્ષાને જોખમમાં મૂકતું કૃત્ય) હેઠળ કેસ નોંધ્યો છે. સંહિતા કલમ ૧૩૧ (ગુનાહિત બળનો ઉપયોગ), ૩૫૧ (ગુનાહિત ધમકી) અને ૩(૫) (સામાન્ય હેતુ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ભાજપનો આરોપ છે કે તેના સાંસદો પ્રતાપચદ્રં સારંગી અને મુકેશ રાજપૂતને રાહુલની ઝપાઝપી અને ધક્કાથી ગંભીર ઈજાઓ થઈ છે.દરમિયાન, લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કડક આદેશ જારી કરીને કહ્યું હતું કે કોઈપણ રાજકીય પક્ષ, સાંસદ અથવા સભ્યોનું જૂથ સંસદ ભવનના દ્રાર પર કોઈ વિરોધ કે પ્રદર્શન કરશે નહીં. જયારે કોંગ્રેસે આંબેડકર વિશે કરેલી ટિપ્પણી માટે ગૃહ પ્રધાન અમિત શાહ પાસેથી રાજીનામું અને માફીની માંગ કરી છે


અદાણી મુદ્દે હોબાળો
શિયાળુ સત્રમાં કોંગ્રેસે અદાણી મુદ્દે રાયસભા અને લોકસભામાં ભાજપને ઘેરી લીધું હતું. વિપક્ષી નેતાઓએ કહ્યું કે સરકાર અદાણી મુદ્દે જાહેર ચર્ચા ઇચ્છતી નથી. વિપક્ષે ગૌતમ અદાણી અને અન્યો સામે લાંચના આરોપમાં યુએસ કોર્ટમાં કાર્યવાહી કરવાના મુદ્દા પર ચર્ચા કરવા માંગ કરી હતી. સ્પીકરે સંસદના બંને ગૃહોમાં ચર્ચાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો.

સંભલ હિંસા પર હોબાળો
સંસદ સત્રમાં સંભલ હિંસા પર હોબાળો થયો હતો. કોંગ્રેસે વિપક્ષના નેતા રાહત્પલ ગાંધીને હિંસાગ્રસ્ત સંભલની મુલાકાત લેવાથી રોકવાના મુદ્દે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ આપ્યો હતો. આ અંગે લોકસભાની કાર્યવાહી પણ સ્થગિત કરવામાં આવી હતી.

વકફ જેપીસીનો વિસ્તૃત કાર્યકાળ
વકફ સુધારા વિધેયક પર રચાયેલી સંયુકત સંસદીય સમિતિનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. સંસદ સત્રમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. જેપીસીએ સંસદના શિયાળુ સત્રમાં વકફ બિલ પર પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો હતો, પરંતુ વિપક્ષી સાંસદોની માંગ પર તેનો કાર્યકાળ બજેટ સત્રના અંતિમ દિવસ સુધી લંબાવવામાં આવ્યો હતો.

પ્રિયંકા ગાંધીનો શપથ ગ્રહણ
પ્રિયંકા ગાંધીએ વાયનાડથી ચૂંટણી જીત્યા બાદ સંસદના શિયાળુ સત્રમાં શપથ લીધા હતા. સત્ર દરમિયાન તેના કપડાં અને બેગની અલગ–અલગ સ્ટાઇલ પણ ચર્ચામાં રહી હતી. એક દિવસ તે કાળું જેકેટ પહેરીને સંસદમાં આવી. જેના પર 'મોદી–અદાણી એક છે' જેવા સૂત્રો લખ્યા હતા. સાથે જ તેણે મોં પર કાળો માસ્ક પહેર્યેા હતો, જેના પર 'મોદી–અદાણી ભાઈ–ભાઈ' લખેલું હતું.


રાજયસભામાં નોટોના બંડલ મળ્યા
આ સત્રમાં રાયસભામાં નોટોના બંડલ પણ મળ્યા હતા. કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી ચલણી નોટો મળતા હોબાળો થયો હતો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને પીયૂષ ગોયલે તપાસની વાત કરી યારે વિપક્ષે સરકાર પર મહત્વના મુદ્દાઓ પરથી હટાવવાનો અને સંસદની કાર્યવાહી ન ચાલવા દેવાનો આરોપ લગાવ્યો.

જયોર્જ સોરોસ મુદ્દે હોબાળો
યોર્જ સોરોસના મુદ્દે ભાજપના સાંસદોએ હંગામો મચાવ્યો હતો. સાંસદોએ કહ્યું કે કોંગ્રેસના વરિ નેતા યોર્જ સોરોસ સાથે સંબધં ધરાવે છે. આ મુદ્દા પર ગૃહમાં ચર્ચા થવી જોઈએ. બાંગ્લાદેશમાં જે કઈં બન્યું તેમાં સોરોસની પણ ભૂમિકા છે.

બંધારણ દિવસ પર ચર્ચા
લોકસભામાં બંધારણ દિવસ પર ચર્ચા થઈ. જેમાં રાહત્પલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત તમામ વિપક્ષી નેતાઓએ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

આંબેડકર મુદ્દે હોબાળો
આંબેડકર મુદ્દે સંસદમાં હોબાળો થયો હતો. બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે રાયસભામાં કહ્યું હતું કે, હવે ફેશન બની ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર. જો તમે ભગવાનના નામનો આટલો જપ કર્યેા હોત, તો તમે સાત જન્મો માટે સ્વર્ગમાં ગયા હોત. કોંગ્રેસે આને આંબેડકરનું અપમાન ગણાવ્યું અને અમિત શાહના રાજીનામાની માંગ કરી.

રાહુલ ગાંધી સામે કેસ
આંબેડકર સાથે જોડાયેલા મુદ્દા પર વિપક્ષ અને શાસક પક્ષના સાંસદોએ સંસદ પરિસરમાં પ્રદર્શન કયુ. આ દરમિયાન ધક્કામુકી થઇ. આરોપ છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહત્પલ ગાંધીએ ધક્કો માર્યેા, જેના કારણે પ્રતાપ સારંગી મુકેશ રાજપૂત ઘાયલ થયા.આ આમલે દિલ્હી પોલીસે રાહત્પલ ગાંધી વિદ્ધ એફઆઈઆર નોંધી.

ઉપરાષ્ટ્ર્રપતિ સામે અવિશ્ર્વાસ પ્રસ્તાવ

કોંગ્રેસે રાયસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જગદીપ ધનખર વિદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. ૬૦ સભ્યોએ અધ્યક્ષ જગદીપ ધનખર વિદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ તેમની સહીઓ સાથે રાયસભાના મહાસચિવને સુપરત કરી હતી. આ અંગે અનેક આક્ષેપો અને પ્રતિઆક્ષેપો પણ થયા હતા






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application