વહેલી સવારે અને રાત્રે વાહન વ્યવહાર અને લોકોની ચહલ પહલમા ધટાડો, ઠંડી વધતા ગરમ વક્રોની ખરીદીમાં ગરમી જૂનાગઢમાં શિયાળાની આગેકુચના કારણે ઠંડીના પારાની પીછેહઠ થઈ રહી છે. આજે લઘુતમ તાપમાનમાં અંશત વધારો નોંધાયો હતો. શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ૧૫.૧ડિગ્રીએ પહોંચતા વાતાવરણ ઠંડુગાર થયું છે. ઠંડીમાં વધારાથી ગરમ વક્રોની ખરીદીમાં વધારો થયો છે.રાત્રિના સમયે વાહન વ્યવહાર અને લોકોની ચહલ પહલ ઓછી જોવા મળી રહી છે. ગિરનાર પર તાપમાનનો પારો ૧૦.૧ થતા પ્રવાસીઓ ઠંડીનો અસલ ચમકારો અનુભવી રહ્યા છે. જયારે રાજકોટમાં ૧૪.૮ ડિગ્રી, નલિયામાં ૧૩.૪, અમરેલી ૧૭ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
જૂનાગઢમાં છેલ્લા ૬ દિવસ દરમિયાન તાપમાનનો પારો ચડ ઉતર થઈ રહ્યો છે.ચાલુ વર્ષે શિયાળાની ઋતુનુ મોડુ આગમન થયું પરંતુ હવે શિયાળો ધીમે ધીમે અસલ રંગમાં આવી રહ્યો છે.આજે શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ૧૫.૧ ડિગ્રીએ પહોંચ્યો છે. દિવસની સરખામણીએ રાત્રિના તાપમાનમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે.જેથી લોકો ગરમ વક્રોમાં ઢબુડાયેલા જોવા મળી રહ્યા છે.શહેરની સરખામણીએ ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન ૧૦.૧ રહ્યું હતું. ગીરનાર રોપવેની સફર કરતા પર્વત પર વાદળોની ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળતા પ્રવાસીઓ પણ આનંદિત થયા હતા.
ઠંડીમાં વધારો થતા ગરમ વક્રોની ખરીદીમાં પણ વધારો થયો છે.ગઈકાલે બહાઉદીન કોલેજ પાસે આવેલ રવિવારી બજાર અને પોટાલા માર્કેટ સહિતની ગરમ વસ્તુઓની બજારમાં ખરીદીની ગરમી વધી હતી.મોનિગ વોક માટે શહેરીજનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો સૂર્યાસ્ત બાદ ઠંડીનું જોર વધતા લોકોની અવર–જવર ઓછી જોવા મળી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાહમાં ઠંડીનો પારો હજુ પણ ગગડશે.
ડિસેમ્બર માસ નજીક આવતા હવે ઠંડી પણ સુસવાટા તરફ જઇ રહી છે, સૌરાષ્ટ્ર્રમાં અત્યાર સુધી નરમ ગરમ રહેલુું વાતાવરણ ઠંડુગાર બની ગયેલ છે. સૌરાષ્ટ્ર્રમાં શિયાળાની સૌથી વહેલી અસર જુનાગઢ ગીરનાર પર જોવા મળે છે. આજે ગીરનાર ૧૦ ડીગ્રીની નજીક તાપમાન પહોંચ્યુ છે જયારે બીજા ક્રમે રાજકોટ ૧૪ ડિગ્રી સાથે સવારે શિતગાર જેવું વાતાવરણ છે. બપોર સુધી વાતાવરણ તાપમાન ૨૨ કે ૨૫ ડિગ્રીની આસપાસ રહે છે. લોકો હવે સ્વેટર, જેકેટ, ટોપી પહેરતા દેખાવા લાગ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech