બજારમાં ગરમ કપડા ખરીદવા માટે લોકો ઉમટી પડયા: સવાર અને સાંજ ઠંડી વધતાં જ ખાનગી વાહનો અને એસ.ટી.માં મુસાફરોની સંખ્યામાં ઘટાડો: આગામી દિવસોમાં કાતીલ ઠંડી સુસવાટા મારશે
જામનગર સહિત સમગ્ર હાલારમાં અઠવાડીયાથી શિયાળો બેસી ગયો છે, લઘુતમ તાપમાન 14 ડીગ્રી સુધી પણ પહોંચી ગયું હતું, ધીમે-ધીમે ઠંડીમાં વધ-ઘટ થયા કરે છે જયારે લઘુતમ તાપમાન 15.5 ડીગ્રીએ પહોંચ્યું છે, સવાર-સાંજ ઠંડીને કારણે એસી અને પંખા ધીમા થઇ ગયા છે અને જનજીવન ઉપર પણ અસર થઇ છે, સવારના અને મોડી રાત્રે બસમાં મુસાફરોની સંખ્યા ઘટતી જોવા મળી છે, આગામી દિવસોમાં વધુ ટાઢક થશે તેમ હવામાન ખાતુ કહે છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 15.5 ડીગ્રી, મહત્તમ તાપમાન 29.5 ડીગ્રી, હવામાં ભેજ 61 ટકા અને પવનની ગતિ 20 થી 25 કિ.મી. પ્રતિકલાક જોવા મળી છે. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે તેમજ લોકો હવે શિયાળુ ખેતી તરફ વળ્યા છે, ગામડાઓમાં એસ.ટી. અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટતી જાય છે. હજુ તો શિયાળાની શઆત છે, આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી પુરી શકયતા છે.
કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે હજુ તાપણા કરી શકાય તે પ્રકારની ઠંડી જોવા મળી નથી, ગયા વખતે આ સમયમાં તાપમાન 10 ડીગ્રી આસપાસ પહોંચી ગયું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હવે ઠંડીનું પ્રમાણ વધશે, જો કે ત્રણેક દિવસ પહેલા લઘુતમ તાપમાન 14 ડીગ્રીએ પહોંચી ગયું હતું, ત્યારબાદ ફરીથી 3.5 ડીગ્રીનો વધારો થયો છે, આમ ઠંડીમાં પણ વધ-ઘટ ચાલ્યા કરે છે. ઠંડી શ થઇ ગઇ હોવા છતાં પણ રોગચાળો હજુ પણ પુરબહારમાં જોવા મળે છે, તાવ, શરદી, ઉધરસનું પ્રમાણ વધ્યું છે, ત્યારે આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે તેમ હવામાન ખાતું કહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech