લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ થઈ હોવા છતાં પૂર્વ દિશામાંથી ફુકાઈ રહેલા ટાઢા બોળ પવનના કારણે ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. ગિરનાર પર્વત પર આજે લઘુતમ તાપમાન માત્ર ૭.૪ ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્ર્ર કચ્છમાં સૌથી નીચું તાપમાન નલિયામાં ૧૨ ડિગ્રી અને સૌરાષ્ટ્ર્રમાં સૌથી નીચું તાપમાન રાજકોટમાં ૧૩.૪ ડિગ્રી રહેવા પામ્યું છે.
રવિવારથી શ થયેલા ઠંડા પવનને કારણે શિયાળાનું જાણે આગમન થઈ ગયું હોય તેમ રવિવારે રજાના દિવસે લોકો ગરમ વક્રો પરિધાન કરીને બહાર નીકળ્યા હતા. આજે સતત બીજા દિવસે ઠંડો પવન યથાવત રહ્યો છે. લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ થઈ છે પરંતુ ઠંડીની તીવ્રતા જળવાઈ રહી છે.
ભુજમાં ગઈકાલે ૧૬.૨ અને આજે ૧૫.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયામાં માત્ર અડધો ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નીચે ઉતયુ છે અને આજનું મિનિમમ ટેમ્પરેચર ૧૨ ડિગ્રી નોંધાયું છે. સુરતમાં ગઈકાલ કરતાં આજે લઘુતમ તાપમાન ૩ ડીગ્રી જેટલું વધી ગયું છે. સુરતમાં ગઈકાલે ૧૮.૮ અને આજે ૨૧.૯ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
ભાવનગરમાં ગઈકાલે ૧૭.૫ અને આજે ૧૭.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. આવો જ મામુલી ફેરફાર દ્રારકામાં થયો છે. દ્રારકામાં ગઈકાલે ૧૮.૫ અને આજે ૧૮.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ઓખામાં આજે ૨૩.૪ અને ગઈકાલે ૨૩.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
પોરબંદરના તાપમાનમાં એક ડિગ્રી જેટલો વધારો થયો છે યારે રાજકોટના તાપમાનમાં એક ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. પોરબંદરમાં ગઈકાલે ૧૩.૮ અને આજે ૧૪.૫ ડિગ્રી તથા રાજકોટમાં ગઈકાલે ૧૪.૭ અને આજે ૧૩.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. વેરાવળના તાપમાનમાં ખાસ ફેરફાર નથી ગઈ કાલે ૧૮.૨ અને આજે ૧૮.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
ગિરનાર પર્વત ઉપર ૭.૪, જુનાગઢ શહેરમાં ૧૨.૪ અને ભવનાથ તળેટીમાં ૧૦.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ભેજના પ્રમાણમાં એકાએક વધારો થયો છે અને જૂનાગઢમાં ૭૬ ડીસામાં ૭૩ નલિયામાં ૭૭ દ્રારકામાં ૭૬ ઓખામાં ૬૯ પોરબંદરમાં ૫૬ રાજકોટમાં ૬૩ કંડલામાં ૮૦ ટકા ભેજ આજે સવારે નોંધાયો છે.
ગુજરાતના અન્ય શહેરોના લઘુતમ તાપમાન પર નજર રાખે તો ડીસા, અમદાવાદ, વડોદરામાં એકાદ ડિગ્રીનો વધારો થયો છે. અમદાવાદમાં ગઈકાલે ૧૫.૪ અને આજે ૧૬.૨ ડીસામાં ગઈકાલે ૧૩.૮ અને આજે ૧૪.૩ વડોદરામાં ગઈકાલે ૧૩ અને આજે ૧૪.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech