મહત્તમ તાપમાન વધીને 30.5 ડીગ્રી થયું: બપોરે ઉનાળા જેવી ગરમી અને સાંજે ઠંડો પવન ફુંકાતા સમગ્ર હાલારમાં મિશ્ર ઋતુનું વાતાવરણ
જામનગર સહિત સમગ્ર હાલારમાં બપોરે ગરમી અને સવાર-સાંજ ઠંડીનું વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે ગઇકાલે 35 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો છે, મહત્તમ તાપમાન દિન-પ્રતિદિન વધતું જાય છે ત્યારે ગઇકાલે 30.5 ડીગ્રીએ તાપમાન પહોંચ્યું છે જયારે હવામાં ભેજ પણ 90 ટકાને પાર કરી ગયો છે, હાલારમાં ઠંડી-ગરમીના મિશ્ર ઋતુને કારણે રોગચાળામાં પણ વધારો થયો છે, આગામી દિવસોમાં હવે વધુ ગરમી પડશે તેવી હવામાન ખાતાની આગાહી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 18.5 ડીગ્રી, મહત્તમ તાપમાન 30.5 ડીગ્રી, હવામાં ભેજ 94 ટકા, પવનની ગતિ 30 થી 35 કિ.મી.પ્રતિકલાક રહી હતી. જો કે હવે આગામી દિવસોમાં ધીરે-ધીરે ગરમી શ થશે એવું હવામાન ખાતાએ જણાવ્યું છે, જો કે હજુ મોડી રાત્રે ઠંડો પવન જોવા મળે છે.
હવે ધીરે-ધીરે ગરમીની પાપા પગલી શ થઇ છે, કદાચ આ મહીના બાદ ઠંડી ધીરે-ધીરે વિદાય લે તેવી શકયતા છે, ગામડાઓમાં પણ મિશ્ર વાતાવરણને કારણે તાવ અને શરદીના કેસોમાં વધારો થયો છે. બપોરના ભાગમાં ઉનાળા જેવી ગરમી શ થઇ ચુકી છે, પરંતુ સાંજે 6 વાગ્યે તરત જ હવામાનમાં ફેરફાર થાય છે અને ધીરે-ધીરે ઠંડો પવન વધે છે, આજે સવારે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી આછેરી ધુમ્મસ જોવા મળી હતી જેના કારણે રસ્તાઓ ભીના થયા હતાં, જો કે બે કલાકની ઝાકળ બાદ રસ્તો કલીયર થયો હતો, વચ્ચે વાહન ચાલકોને થોડી પરેશાનીનો સામનો કરવો પડયો હતો.
ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે, આમ ધીરે-ધીરે મીશ્ર ઋતુની શઆત થઇ ચૂકી છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવું જેવા રોગો ધીરે-ધીરે વઘ્યા છે તે પણ હકીકત છે. કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે, આગામી દિવસોમાં ચણા અને ઘઉંનું વિક્રમજનક ઉત્પાદન થાય તેવી પણ શકયતા છે, સાથે-સાથે જી, લસણ, ડુંગળી અને મકાઇના પાકનું પણ સા એવું ઉત્પાદન થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech