બે દિવસ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગરમી વધશે: તા.10 થી 12 દરમ્યાન સૌરાષ્ટ્રમાં ઝાપટા પડવાની પણ શકયતા
જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઇકાલે ગરમીમાં થોડો વધારો થયો છે, હજુ બે દિવસ આકરો તાપ રહેશે અને એપ્રિલ અને મે મહીનામાં અવારનવાર હીટવેવ રહેવાની આગાહી અત્યારથી જ હવામાન ખાતાએ કરી દીધી છે, સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા હિટવેવ સામે એકશન પ્લાન જાહેર કરાયો છે અને તમામ જિલ્લા કલેકટરોને આ અંગે સુચના પણ આપી છે, આગામી દિવસોમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થશે અને તા.10 થી 12 એપ્રિલ દરમ્યાન માવઠુ થશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે ગઇકાલે જામનગરનું તાપમાન ઘટયું હતું અને મહત્તમ તાપમાન 32.8 ડીગ્રી પહોંચતા તેમજ 45 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા લોકોને સાંજે રાહત થઇ હતી.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 32.8 ડીગ્રી, લઘુતમ તાપમાન 24.5 ડીગ્રી, રહ્યું હતું, હવામાં ભેજ 92 ટકા અને પવનની ગતિ 40 થી 45 કિ.મી. પ્રતિકલાક રહી હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી 5 તારીખ સુધી સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં હળવા ઝાપટા પડશે, એટલું જ નહીં વાદળછાયું વાતાવરણ રહેશે. ગઇકાલે સાંજે 40 થી 45 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા હાલારવાસીઓને રાહત થઇ હતી, જો કે આવતીકાલ સુધી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના કેટલાક શહેરોનું તાપમાન પણ 40 ડીગ્રીને પાર થઇ ગયું હતું જયારે અમરેલી, જુનાગઢ, ગીર, સોમનાથ સહિતના શહેરોમાં પણ આકરો તાપ જોવા મળ્યો હતો, બપોરે 11 થી 5 દરમ્યાન ઉનાળામાં આકરો તાપ પડે તેવો તાપ પડી રહ્યો છે, સૂર્યદેવતા કોપાયમાન થઇ ગયા છે અને હજુ ચાર દિવસ સુધી ગરમીમાં રાહત મળવાની કોઇ શકયતા નથી તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
આ વર્ષે ફરીથી માવઠુ થવાની શકયતા છે ત્યારે તંત્ર દ્વારા હાલ તો હિટવેવને ઘ્યાનમાં લઇને સમગ્ર ગુજરાતમાં 12 થી 4 દરમ્યાન લોકોને ઘરની બહાર ન નિકળવા તેમજ કપડામાં ભીનુ કપડુ માથે ઓઢવા અનુરોધ કર્યો છે. સતત પાણી પીતા રહેવું, ઉપરાંત નાળીયેર પાણી, શેરડીનો રસ પીવા ડોકટરોએ સલાહ આપી છે. ઉલ્ટી થાય કે ચકકર આવે તો તાત્કાલીક નજીકના દવાખાનામાં સારવાર લેવા પણ અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech