વિજ્ઞાન પ્રવાહમાં ધો.૧૧નો વિધાર્થી ધો.૧૨માં ગ્રુપ બદલી શકશે: બોર્ડનો મહત્વનો નિર્ણય

  • December 24, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માં નિયમોમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે તેમાં ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહના કોઈપણ ગ્રુપ સાથે પાસ કર્યા બાદ ધોરણ ૧૨ માં પોતાનું ગ્રુપ બદલી શકશે. આ સુધારાના પગલે વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓની સંખ્યામાં વધારો થાય તેવી શકયતા જોવાઈ રહી છે.ઘણી વખત વિધાર્થી વિજ્ઞાન પ્રવાહ માં ધો.૧૧માં ગમે તે ગ્રુપ પસદં કરે અને અધવચ્ચે તે ગ્રુપ બદલવા માંગતો હોય તો તેને છુટ મળતી ન હતી.
હવે વિધાર્થીઓને ગ્રુપ બદલવાની તક મળતી હોવાથી અન્ય વિધાર્થીઓ પણ સાયન્સ પ્રવાહ લેવા માટે આકર્ષિત થશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે ધો.૧૧ સાયન્સમાં પાસ થયેલો વિધાર્થી ધો.૧૨ સાયન્સમાં ગમે તે ગ્રુપ પસદં કરી અભ્યાસ કરી શકશે. આ ઉપરાંત ધો.૧૧ સાયન્સમાં બીજા સત્રના અતં સુધીમાં પણ ગ્રુપ બદલી અભ્યાસ કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ધો.૧૨ સાયન્સમાં ગ્રુપ–બીમાં નાપાસ થયેલો વિધાર્થી પુન: પરીક્ષાર્થી તરીકે ગ્રુપ–એ અથવા ગ્રુપ–એબી પસદં કરી શકશે. યારે ધો.૧૨ સાયન્સમાં ગ્રુપ–બીમાં પાસ વિધાર્થી પૂરક પરીક્ષામાં ગણિત વિષય સાથે પૃથ્થક વિધાર્થી તરીકે પરીક્ષા આપી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવામાં આવતી પરીક્ષાની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાના પગલે વિધાર્થીઓને મોટા પ્રમાણમાં લાભ થશે. પરીક્ષાની જોગવાઈમાં સુધારો કરવા માટે સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. દરખાસ્તના અનુસંધાને શિક્ષણ વિભાગે ઠરાવ બહાર પાડો છે. જેમાં પરીક્ષાને લઈને મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. શિક્ષણ બોર્ડની પરીક્ષાની જોગવાઈમાં કરવામાં આવેલા સુધારામાં બોર્ડની મુખ્ય પરીક્ષામાં ધો.૧૨ સાયન્સમાં ગ્રુપ–બી સાથે પાસ થયેલા વિધાર્થી ઈચ્છે તો જે વર્ષે ગ્રુપ–બી સાથે પરીક્ષા પાસ કરી છે તે વર્ષની મુખ્ય પરીક્ષા પછીની તરત જ આવતી પૂરક પરીક્ષા અથવા તો તે પછીના વર્ષેાની મુખ્ય પરીક્ષા અથવા પૂરક પરીક્ષા ધો.૧૨ ગણિત વિષય સાથે પૃથ્થક વિધાર્થી તરીકે આપી શકશે. હાલના નિયમમાં આ પ્રકારની જોગવાઈ ન હતી.
સુધારેલી જોગવાઈ અનુસાર આ જોગવાઈ કરવામાં આવી છે. જેથી બી ગ્રુપના વિધાર્થીઓ વર્ષ બગાડા વગર જ ગણિત સાથે પરીક્ષા પાસ કરી ઈજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકશે. આ ઉપરાંત હાલની જોગવાઈ અનુસાર, બોર્ડની જાહેર પરીક્ષાનો પુન: પરીક્ષાર્થી વિષય જૂથની મર્યાદામાં વિષય ફેરફાર કરી શકશે. પરંતુ સુધારેલી જોગવાઈ અનુસાર, બોર્ડની જાહેર પરીક્ષાનો પુન: પરીક્ષાર્થી વિષય જૂથની મર્યાદામાં વિષય ફેરફાર કરી શકશે તથા ધો.૧૨ સાયન્સમાં ગ્રુપ–બી સાથે નાપાસ થયેલા વિધાર્થી પુન: પરીક્ષાર્થી તરીકે ગ્રુપ–બીના બદલે ગ્રુપ–એ અથવા ગ્રુપ–એબી પસદં કરી પરીક્ષા આપી શકશે. જેથી વિધાર્થી નાપાસ થયા બાદ પોતાનો ગ્રુપ બદલીને બાકીના બે ગ્રુપ પૈકી ગમે તે ગ્રુપ લઈ શકશે. આ જોગવાઈ અનુસાર ધો.૧૧ સાયન્સનો વિધાર્થી પ્રથમ સત્રના અતં સુધીમાં ગ્રુપ–એ, બી અને એબીમાંથી કોઈ પણ ગ્રુપ બદલીને ફેરફાર કરી શકશે. જોકે, સુધારેલી જોગવાઈ અનુસાર ધો.૧૧ સાયન્સનો વિધાર્થી પ્રથમ સત્રના અતં સુધીમાં અથવા બીજા સત્રના અતં સુધીમાં ગ્રુપ–એ અથવા ગ્રુપ–બી અથવા ગ્રુપ–એબીમાંથી કોઈ પણ ગ્રુપ બદલીને ધો.૧૧નો અભ્યાસ કરી શકશે. ઉપરાંત જો કોઈ વિધાર્થી ધો.૧૧ સાયન્સમાં ગ્રુપ–એ અથવા ગ્રુપ–બી અથવા ગ્રુપ–એબી સાથે ઉત્તિર્ણ થયેલા હોય તો તે ધો.૧૨ સાયન્સમાં કોઈ પણ ગ્રુપ પસદં કરીને અભ્યાસ કરી શકશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application