ભાજપનો ગઢ યથાવત જળવાઈ રહેશે કે ધાનાણી કાંગરા ખેરવશે? કાલે ફેંસલા

  • May 06, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપ્ના ગઢ સમાન ગણાતી લોકસભાની રાજકોટ બેઠક પર જયારે ભાજપે ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલા ને જાહેર કયર્િ ત્યારે આ બેઠક લોકસભાની નહીં પરંતુ રાજ્યસભાની છે અને ભાજપ આસાનીથી જીતી જશે તેવી વાતો થતી હતી. પરંતુ રૂપાલા સામે કોંગ્રેસે અમરેલીના જ વતની અને ચૂંટણી પરિણામોમાં અપસેટ સર્જવા

માટે જાણીતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારતા લોકસભાની રાજકોટ બેઠકનો આ જંગ ઉત્તેજનાસભર બન્યો છે. કોણ જીતશે અને કોણ હારશે તેનો ફેસલો આવતીકાલે થઈ જશે પરંતુ રાજકોટના મતદારોની સ્થિતિ તો બંને ઉમેદવારો બહારના હોવાથી બેગાની શાદી મે અબ્દુલ્લા દિવાના જેવી બની ગઈ છે.ધાનાણીનું નામ જાહેર થતાં કોંગ્રેસના મોટાભાગના કાર્યકરો જૂથવાદ મૂકીને એક થઈને કામે લાગ્યા હતા. અધૂરામાં પૂરું આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ કોંગ્રેસ સાથે ખભે ખભા મિલાવી કામે લાગી ગયા હતા. ગુજરાત વિધાનસભાની અને રાજકોટ મહાનગરપાલિકાની ગત ચુંટણીમાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી એમ ત્રણ પક્ષો ચિત્રમાં હોવાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મતોનું વિભાજન થયું હતું. પરંતુ આ વખતે મતદારો પાસે ભાજપ અથવા કોંગ્રેસ એમ માત્ર બે વિકલ્પ રહ્યા છે.

ક્ષત્રિય સમાજનું આંદોલન આ ચૂંટણીમાં મહત્વનું ફેક્ટર સાબિત થશે. પરિણામમાં મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ ક્ષત્રિય સમાજ નિણર્યિક ફેક્ટર ન બની શકે તેવી સ્થિતિ હોવા છતાં છેલ્લા દિવસોમાં જાગો પાટીદાર જાગો પત્રિકા અને કોળી સમાજ બાબતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના ઉચ્ચારણો એ બળતામાં ઘી હોમવા જેવું કામ કર્યું છે. પરિણામમાં આ બાબત કેટલી અસરકારક સાબિત થશે કે તેની કોઈ અસર નહીં પડે તેનો ખ્યાલ મત ગણતરીના દિવસે આવી જશે.સામી બાજુ ભાજપ્ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દિગ્ગજ નેતા છે અને ભાજપ્નું સ્થાનિક સંગઠન માળખું તેનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. પરંપરાગત રીતે રાજકોટ બેઠક ભાજપ્નો ગઢ માનવામાં આવે છે અને આ પરિસ્થિતિમાં રૂપાલા ગ્રામ્ય વિસ્તારમાં ઓછો પ્રચાર કરી શક્યા હોવા છતાં પરિણામમાં તેની કોઈ અસર નહીં દેખાય તેવી આશા રાખવામાં આવે છે.
રાજકોટમાં ભાજપ માટે જીતવાનું પ્રમાણમાં ઘણું આસાન છે. અપવાદરૂપ ચૂંટણીમાં ’કિરણ પટેલવાળી’ બનતી હોય છે. પરંતુ આ વખતે કોણ જીતશે અને કોણ હારશે તે સવાલ કરતા ચૂંટણી પ્રથમથી જ વિવાદોમાં ઘેરાયેલી રહી છે અને તેના કારણે રાજકારણનો ગરમાવો હીટ વેવ કરતાં પણ વધુ જોરદાર રહ્યો છે
રાજકોટની આ બેઠક પર ભાજપ કોંગ્રેસ ઉપરાંત અન્ય છ અપક્ષ ચૂંટણી જંગમાં છે.જોકે ખરાખરીનો ખેલ તો રૂપાલા અને ધાનાણી વચ્ચે કાલે ખેલાવાનો છે. 21 લાખ 12 હજાર જેટલા મતદારોના બનેલા રાજકોટ સંસદીય મત વિસ્તારમાં રાજકોટ શહેરની ચાર બેઠક ઉપરાંત જસદણ ટંકારા અને વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર આવે છે. ગોંડલ જેતપુર ધોરાજી ઉપલેટા રાજકોટ જિલ્લામાં હોવા છતાં તે પોરબંદર સંસદીય મતવિસ્તારમાં આવે છે.


બંનેમાંથી એક પણ ઉમેદવાર પોતાનો મત પોતાને નહીં આપી શકે
ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી બંને અમરેલીના વતની હોવાથી અને રાજકોટ સંસદીય મતવિસ્તારમાં કે રાજકોટ જિલ્લામાં મતદાર યાદીમાં તેનું નામ ન હોવાથી આ બંનેમાંથી એક પણ ઉમેદવાર પોતાને પોતાનો મત આપી નહીં શકે.


રાજકોટ જિલ્લામાંથી બબ્બે કેન્દ્રીય મંત્રી ચૂંટણી લડતા હોય તેવો પહેલો બનાવ
રાજકોટ સંસદીય મતવિસ્તાર અને રાજકોટ જિલ્લામાંથી કેન્દ્ર સરકારના બબ્બે મંત્રીઓ ચૂંટણી લડતા હોય તેવો આ પ્રથમ બનાવ છે. રાજકોટની બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે અને પોરબંદરની બેઠક પરથી ચૂંટણી લડતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના મતવિસ્તારમાં રાજકોટ જિલ્લાના ગોંડલ જેતપુર ધોરાજી ઉપલેટા સહિતના તાલુકાઓ આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application