હર્ષદ માતાજીની જગ્યા પાસે કોંગ્રેસકાળના ગેરકાનૂની કૃત્યને ભાજપ સ્વિકારશે કે સુધારશે...?: જામસાહેબ

  • October 12, 2024 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધવી ગામમાં હરસિઘ્ધિ માતાજી મંદિરની જગ્યાની આસપાસ ગેરકાયદે દુકાનો અંગે જામસાહેબે ઉઠાવ્યો મહત્વનો સવાલ


કોંગ્રેસના શાસનકાળમાં ગુજરાતમાં વિખ્યાત હર્ષદ ગાંધવી મંદિરની જગ્યા પાસે ગેરકાયદે દુકાનો અંગે લેવામાં આવેલા વિવાદાસ્પદ નિર્ણયને વિચિત્ર ગેરકાનૂની કૃત્ય ગણાવીને જામસાહેબ દ્વારા એવો સવાલ પૂછવામાં આવ્યો છે કે શું ભાજપા સરકાર આ ગેરકાનૂની કૃત્યને સ્વીકારશે કે સુધારશે ?


એક પત્રમાં જામસાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામમાં શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરની જગ્યામાં વાતાવરણ બગાડતી દુકાનો ગેરકાયદેસર રીતે કોઇ હક્ક-હિસ્સા વગર વસેલા હતા અને અમારા ઇજમેટ રાઇટને નુકસાનકતર્િ છે તે વાતની ખબર પડતાં મંદિરની સંચાલક સંસ્થાના અનન્ય મૂળ અધિકારી શ્રી જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ તેઓને ત્યાંથી ઉઠાવી મૂક્યા. પરંતુ, આઘાતજનક કૃત્ય એ હતું કે, કોંગ્રેસની રાજ્ય સરકારે પોલીસ દ્વારા દુકાનદારોને પહેલા તો તે જગ્યાએ પાછા વસાવી દીધા. બાદમાં, રાજ્ય સરકારનાં કહેવાથી લગતાવડગતા મહેસૂલનાં અધિકારીઓ દ્વારા તેની દુકાનોની પાછળના દરિયાની ખાડીને કાંઠેથી આશરે દશેક મીટર સુધી બૂરી અને ત્યાં એક સરકારી ખરાબાનો રેવન્યુ સર્વે નંબર બતાવી દીધો. હકીકતમાં, આ ખરાબાનો રેવન્યુ સર્વે નંબર ત્યાંથી અમુક કિલોમીટર દૂરનો હતો, અહીંયાનો નહીં જે ખૂબજ વિચિત્ર કૃત્ય હતું.


બાદમાં, સમય જતા આ દુકાનમાલિકોને કાયદાના નિયમોની બિલ્કુલ વિરુદ્ધ રીતે અડધું બૂરેલા દરિયા ઉપર અને અડધું મંદિરની મૂળ સનદની જગ્યા ઉપર બિલ્કુલ નાના-નાના ( 30 થી 100 ચો.મીટર જેવડા ) પ્લોટો બનાવી તેને ત્યાંથી દૂરના રેવન્યુ સર્વે નંબર આપી ફાળવી દીધા, હવે, આપણે જોવાનું રહે કે, હાલની ભાજપાની રાજ્ય સરકાર આ ગેરકાયદેસર કૃત્યને સુધારશે કે સ્વીકારશે ?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News