એએસઆઇ પતિ દારૂ પી ઘરે પડો રહી ત્રાસ આપતો હોવાની પત્નીની ફરિયાદ

  • January 28, 2025 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર માવતરના ઘરે રહેતી પરિણીતાએ અમદાવાદમાં રહેતા એએસઆઇ પતિ તથા સાસુ–સસરા વિદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિને દા પીવાની કુટેવ હોય દા પી ઘરે ઝઘડો કરી મારકૂટ કરતો હોવાનું પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે.
હાલ રાજકોટમાં નીલકંઠનગર યુનિવર્સિટી રોડ પર રહેતી દર્શનાબેન (ઉ.વ ૩૩) નામની પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં અમદાવાદના વાસુદેવનગર સોસાયટીમાં રહેતા એએસઆઇ પતિ હિરેન જીવનભાઈ જીતીયા, સસરા જીવણભાઈ, સાસુ મંજુલાબેનના નામ આપ્યા છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે બીસીએ સુધીનો અભ્યાસ કર્યેા છે તેના લ તા.૧૮૨૨૦૧૮ ના હિરેન સાથે થયા હતા જે લજીવન થકી સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર છે.
લ બાદ ૬ મહિના સારી રીતે રાખ્યા બાદ પતિને દા પીવાની કુટેવ હોય અવારનવાર દા પીને આવતો હતો અને આખો દિવસ સૂતો રહેતો હતો. આ બાબતે સાસુ–સસરા પણ તેને કઈં કહેતા નહીં સાસુ સસરા ઘરકામ બાબતે પરિણીતાને મેણા ટોણા મારતા હતા. પતિને દા પીવાની ના કહે તો તે ગુસ્સે થઈ ઝઘડો કરતો અને ત્રાસ આપતો હતો તેમજ હાથ પણ ઉપાડી લેતો હતો. સસરા કહેતા કે હિરેન આમ જ રહેશે દર્શનાને જતું કરવાનું રહેશે. પતિ કયારેક દા પીને દસ દસ દિવસ ઘરમાં પડો રહેતો હતો અને બાળકમાં પણ ધ્યાન આપતો નહીં. પરિણીતા પતિને કહેતી કે, તમારે સુધરવું ન હોય તો આપણે અલગ થઈ જાય તો સાસુ સસરા કહેતા તારે જવું હોય તો જા અમને કોઈ વાંધો નથી.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, પતિને અન્ય ક્રી સાથે સંબધં હોય તે બાબતે પણ માથાકૂટ કરતો હતો. પતિના ત્રાસથી પરિણીતા પિયરમાં ત્રણ ચાર વખત રિસામણે આવી ગઈ હતી પરંતુ બાદમાં સમાધાન કરી તેડી જતો હતો. બે મહિના પૂર્વે પતિની દાની કુટેવને કારણે ફરી ઝઘડો થયો હતો ત્યારે પતિએ તેણીના ભાઈને ફોન કરી કહ્યું હતું કે, આને લઈ જા હવે અમારે નથી જોઈતી. ત્યારબાદ પરિણીતા અહીં માવતરના ઘરે રિસામણે આવી ગયા બાદ છેલ્લા બે મહિનાથી અહીં જ રહે છે અને અંતે તેણે પતિ સહિતના સાસરીયા વિદ્ધ આ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application