પોલીસમાં અમારા વિરુધ્ધ ખોટી રજૂઆત કેમ કરે છે? કહી યુવાનને ધોકાથી માર મારી કારમાં તોડફોડ

  • March 05, 2024 04:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાનામવા પાસે સગુન એપાર્ટમેન્ટમાં રહેતા મંડળી સંચાલક યુવાન રાત્રીના વીરલ સોસાયટીમાં મિત્ર સાથે બેઠો હતો ત્યારે બાઇકમાં બે શખસો તેની પાસે ધસી આવ્યા હતાં.યુવાનને કહ્યું હતું કે,તું અમારી વિરુધ્ધ પોલીસમાં ખોટી રજુઆત કેમ કરે છે? તેમ કહી ધોકા વડે યુવાનને મારમારી કારમાં તોડફોડ કરી હતી.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી બંને શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ,નાના મવા મેઇન રોડ પર સુગન એપાર્ટમેન્ટમાં 201 નંબરના ફલેટમાં રહેતા અલ્પેશભાઇ ગોપાલભાઇ દોંગા(ઉ.વ 40) નામના યુવાને માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજદીપ અને તેની સાથેના અજાણ્યા શખસનું નામ આપ્યું છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે નાનામવા રોડ પર મની પ્લસ નામની મંડળી ચલાવે છે.

રાત્રીના યુવાન વિરલ સોસાયટી પાસે તેમના મિત્ર શિવરાજસિંહ જાડેજા સાથે પોતાની આઇ-20 કારમાં બેઠો હતો.ત્યારે બે શખસો બાઇકમાં તેની પાસે ધસી આવ્યા હતાં.જેમાંથી એક શખસે નીચે ઉતરી યુવાનની કારમાં ધોકાના ઘા ફટકારી નુકશાન કર્યું હતું. જેથી યુવાન અને તેના મિત્ર નીચે ઉતયર્િ હતાં.ધોકા સાથે આવેલો શખસ રાજદીપ હોવાનું માલુમ પડયું હતું તેણે યુવાનને કહ્યું હતું કે,તું પોલીસમાં અમારા વિરૂધ્ધ ખોટી રજુઆત કેમ કરે છે? તેમ કહી ગાળો આપી યુવાનને ઢીકાપાટુનો મારમાર્યો હતો.
આ શખસ સાથે આવેલા અજાણ્યા શખસે પણ યુવાનને મારમાર્યો હતો.બાદમાં આઇ-20 કારમાં તોડફોડ કરી હતી.બંને શખસોએ જતા જતા ધમકી આપી હતી કે,હવે જો પોલીસને કોઇપણ રજુઆત કરીશ તો જાનથી મારી નાખીશ કહી આ બંને શખસો પોતાના બાઇક નં.જીજે 3 એનઇ 7446 માં જતા રહ્યા હતાં.હુમલામાં યુવાનને ઇજા પહોંચી હોય જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બાદમાં તેણે આ અંગે ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસે બંને આરોપી સામે આઇપીસીની 323,504, 506(2), 427,114 તથા જીપીએકટ કલમ 135(1) મુજબ ગુનો નોંધ જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News