પોરબંદર સહિત રાજ્ય અને દેશભરમાં નવે નવા બનતા ડામર રોડ અને સીમેન્ટ રોડ વરસાદના પાણીમાં કેમ ભાંગીને ભુક્કો થઇ જાય છે? તેવો લોકોને સવાલ ઉભો થાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ નબળી ગુણવત્તાવાળુ કામ થતુ હોય તે કારણ સિવાયના અન્ય કારણો પણ હોઇ શકે તેવું ઉદ્યોગપતિએ જણાવ્યુ હતુ.
પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરાએ નવા બનતા રસ્તાઓ કેમ ટુંક સમયમાં ભાંગી જાય છે ? તેની ટેકનીકલ માહિતી આપતા જણાવ્યુ હતુ કે લોકોને આશ્ર્ચર્ય થાય છે કે કરોડો પિયાના ખર્ચે બંધાતા અનેક બ્રીજ, કેટલાક સિમેન્ટ અને ડામરના રોડ,કેટલાક સરકારી બિલ્ડીંગો વગેરે શા માટે તૂટતા હશે? ખૂબ વિચારવાના બદલે લોકો સંતોષ માની લે છે કે આપણાં દેશમાં ભયંકર ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેના કારણે થતા તમામ બાંધકામોમાં કોઇ ગુણવત્તા હોતી નથી, રહેતી નથી ! પૈસા કેમ બચાવવા, કોઇપણ પ્રોજેકટમાંથીકેમ વધુમાં વધુ નફો ઘરભેગો કરવો તેજ એકમાત્ર ધ્યેયથી જાણે કે કોન્ટ્રાકટરો કામ કરી રહ્યા છે !
પરંતુ મારી દ્રષ્ટિએ માત્ર આ એક જ કારણ નથી. અન્ય પણ કારણ હોય શકે છે. અલબત, બ્રીજ પુલની ડિઝાઇન, તેમાં વપરાતી સીમેન્ટ, કાંકરી, રેતીની કવોલીટી અને વપરાશનું પ્રમાણ પણ ખૂબ અગત્યનું છે.
જો કે હવે મોટા ભાગે રેડી મિકસ વાપરવાનું ચાલુ થઇ ગયુ છે. જેમાં રેતી-સીમેન્ટ, કાંકરી કોઇ રેડીમીકસ પ્લાન્ટમા જ યોગ્ય પ્રમાણમાં મીકસ થઇ ટ્રક રસ્તે તેની સ્પેશ્યલ ડિઝાઇનના ટ્રક દ્વારા સાઇટ પર લાવવામાં આવે છે. અને તેનો વપરાશ કરાય છે. પ્રોસેસની દ્રષ્ટિએ આ અતિ ઉત્તમ વ્યવસ્થા છે. જેમાં મીકસીંગ બરાબર થાય છે.જો સાઇટ ઉપર આ મીકસીંગ કરવામાં આવે તો આટલુ ચોક્કસ, સરસ મીકસીંગ થઇ શકે નહીં. અલબત તેમાં પણ મીકસચરનું નક્કી થયેલુ પ્રમાણ જળવાવુ જોઇએ.
તેમ છતા પણ આ બીજો, રોડ, બિલ્ડીંગોના સ્લેબો તુટતા જોવા મળે છે તેનું ટેકનીકલ કારણ આપણે જાણવુ જોએ. અમારે પોતાને સીમેન્ટ ફેકટરી કરવી હતી એટલે હું તેના વિષેની માહિતી મેળવવામાં ઉંડો ઉતર્યો અને મારી સમજમાં આવ્યુ કે સીમેન્ટને તેના વપરાશ પછી ૨૧ દિવસ સુધી પુરતા પ્રમાણમાં પાણીનો છંટકાવ જોઇતો હોય છે. મારા જોવામાં આવ્યુ છે કે જ્યારે સીમેન્ટ બનતી હોય છે. ગ્રાઇન્ડીંગ થતુ હોય છે ત્યારે તેમાંથી સેમ્પલો લેવામાં આવે છે. જે ૪ બાચ ૪ના હોય છે. તેને ૨૪ કલાક પછી પાણીમાં ડુબાડી દેવામાં આવે છે. સાત દિવસ પછી તેમાંથી અમુક નંગ લઇ તેની કોમ્પ્રીહેન્સીવ સ્ટ્રેન્થ ચેક કરવામાં આવે તો તે જોઇતી સ્ટ્રેન્થના ૫૦% હોય છે. તે બાદ ૧૪ દિવસ બીજા થોડા સેમ્પલ બહાર કાઢી તેને ચેક કરતા આ કયુબોમાં ૭૫% સ્ટ્રેન્થ જોવા મળે છે અને ૨૧ દિવસે સેમ્પલો ચેક કરવામાં આવે ત્યારે સીમેન્ટ માટે નક્કી થયેલી સ્ટ્રેન્થ ૧૦૦% જોવા મળે છે. આપણે આ ટેકનીકલ મુદાને બરાબર સમજવો પડશે. જ્યાં કોઇપણ પ્રકારની સીમેન્ટનો વપરાશ હોય પછી તે બ્રીજ માટે હોય, કોલમ, બ્લોક, પ્લાસ્ટર, સ્લેબ કોઇપણ હોય તેના માટે ૨૧ દિવસ પૂરતા પ્રમાણમાં પાણીનો છંટકાવ અતિ જરી બની જાય છે. તે માટે શકય તે રીતે રેતીના કયારા કરે, ગુણીયા ભીના કરી નાંખે, વીંટે જે કાંઇ કરવુ ઘટે તે કરીને તેને ૨૧ દિવસ સુધી સતત પાણી મળતુ રહેવું જરી છે. અલબત, હવે એવા કેમીકલ્સની શોધ થઇ છે કે જો સીમેન્ટ મીકસચર વખતે ઉપયોગમાં લેવાય તો માત્ર સાત દિવસમાં આ પાણી છાંટવાનું કયોરીંગ પણ કરવમાં આવે અને સીમેન્ટની સ્ટ્રેન્થ જળવાઇ રહે છે.
શું અત્યારે થતા કાર્યોમાં આ સીસ્ટમ અપનાવાતી હોય તેવું તમે કયાંય જોયું છે?
આ જરી પ્રોસેસ નથી થતી એટલે સીમેન્ટના પોપડા ઉખડે છે, પ્લાસ્ટર તૂટે છે, ભીતમાં તિરાડ પડે છે. કોલમમાં તિરાડ પડે, સ્લેબમાં તિરાડ પડે આવું બધું વાસ્તવિક રીતે બનતુ રહે છે. ભલે આ બધુ તાત્કાલિક જોવા ન મળે પરંતુ બે, પાંચ, દશ વર્ષે તે જોવા મળે.
સીમેન્ટ મીકસચરમાં સીમેન્ટ, કાંકરી, રેતીનું પ્રમાણ ભલે ખૂબ સારી રીતે મેઇન્ટેઇન કર્યુ હોય પરંતુ જો તેમાં ૨૧ દિવસ પાણી છાંટવામાં ન આવે તો કાં તો તુરંત, થોડા દિવસોમાં અથવા બે પાંચ વર્ષમાં તેમાં ભાંગતુટ થવાની જ હોય તે નક્કી છે. ૨૦૦૨માં અમોએ કમલાનહે બાગથી બીરલા સુધીનો સીમેન્ટ રોડ બનાવી આપેલો તેના કયોરીંગ માટે ખૂબ કાળજી લીધેલી જેના કારણે વર્ષો સુધી તેમાં ખાડા પડેલા નહીં. અત્યારે જે ખરાબ થયેલા રોડ જોવા મળે છે તે અમારા બનાવેલા ૪ ના રોડ ઉપર ૫નો નવો માલ ચડાવ્યો જેને પ્રોપર કયોરીંગ નથી કર્યુ તેની નિશાની જોવા મળે છે.
હવે આટલી ચીવટ કયા અધિકારી રખાવવાના છે? કયા કોન્ટ્રાકટર રાખવાના છે? આ નો રસ્તો શું? આ નો કોઇ ઉકેલ છે ખરો? તેવો સવાલ પદુભાઇ રાયચુરાએ ઉઠાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech