પેરિસ ઓલિમ્પિકસ ૨૦૨૪ દરમિયાન ભારતીય સ્ટાર કુસ્તીબાજ વિનેશ ફોગાટે ૬ઠ્ઠી ઓગસ્ટના રોજ સતત ૩ મેચ જીતીને અને ૫૦ કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલમાં પ્રવેશ કરીને સિલ્વર મેડલ પાક્કો કરી લીધો હતો. ફાઇનલ મેચ ૭મી ઓગસ્ટની રાત્રે યોજાવાની હતી, પરંતુ વિનેશને તે જ સવારે ગેરલાયક ઠેરવવામાં આવી હતી કારણ કે મેચ પહેલા તેનું વજન ૧૦૦ ગ્રામ વધુ હતું.
આ પછી વિનેશે કોર્ટ ફોર આરબીટ્રેશન ફોર સ્પોટર્સ (સીએએસ)માં અપીલ કરી હતી. તેની માંગ હતી કે તેને આ ઈવેન્ટમાં જોઈન્ટ સિલ્વર મેડલ આપવામાં આવે. પરંતુ આ કેસમાં નિર્ણય ૧૪ ઓગસ્ટે આવ્યો અને સીએએસએ વિનેશની અપીલને ફગાવી દીધી. તે સમયે સીએએસએ માત્ર ચુકાદો આપ્યો હતો. નિર્ણય અંગે કોઈ નિવેદન કે અહેવાલ જાહેર કર્યેા ન હતો. હવે એ વિગતવાર અહેવાલ બહાર આવ્યો છે જેમાં વિનેશને ગેરલાયક ઠરાવવા માટેના કારણો આપવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે:
એમાં કોઈ વિવાદ નથી કે અરજદાર (વિનેશ ફોગાટ) બીજી વખત (ફાઇનલ પહેલા) વજન દરમિયાન અસફળ સાબિત થઇ હતી. એટલે કે તેનું વજન ૫૦ કિલોગ્રામ વજનની કેટેગરી કરતા વધુ હતું. આમાં તેણીનું (વિનેશ) માનવું હતું કે તે વજનમાં એક નાનો વધારો (૧૦૦ ગ્રામ વજન) હતો. તેને માસિક ધર્મ, વોટર રેટેન્સન, હાઇડ્રેટની જરિયાત અને એથ્લિટ વિલેજ સુધીની મુસાફરીના કારણે સમય મળી શકયો ન હતો. વગેરેના કારણો સમજી શકાય છે.
એથ્લેટસ માટે સમસ્યા એ છે કે વજન સંબંધિત નિયમો સ્પષ્ટ્ર છે અને દરેક માટે સમાન છે. તેમાં કેટલું વધારે છે એ જોવા માટે કોઇ સહનશીલતા આપવામાં આવી નથી. તે સિંગલેટ (ફાઇટિંગ દરમિયાન પહેરવામાં આવતી જર્સી) ના વજનની પણ મંજૂરી આપતું નથી. એ પણ સ્પષ્ટ્ર છે કે એથ્લેટે પોતે જોવું પડશે કે તેનું વજન નિયમ પ્રમાણે છે.
નિયમોમાં કોઈ વિવેકાધિકાર આપવામાં આવ્યો નથી. તેને લાગુ કરવા માટે એકમાત્ર આર્બિટ્રેટર પુરી રીતે બાધ્ય છે. એક દલીલ એ પણ છે કે ફાઈનલ પહેલા જે વજન કરવામાં આવ્યું હતું તે નિયમની વિદ્ધ હતું તો અરજદાર (વિનેશ)ને ફાઈનલ માટે અયોગ્ય માનવામાં આવવી જોઇએ. એટલે કે તેને સિલ્વર આપવામાં આવવો જોઇએ પરંતુ અરજદાર માટે કમનસીબે નિયમોમાં આ સુવિધા આપવામાં આવી નથી.
એથ્લેટ વિનંતી કરી છે કે અપીલ માટે કરવામાં આવેલા નિર્ણયને એ રીતે અલગ રાખવામાં આવે કે નિયમોના આર્ટિકલ ૧૧ માં દર્શાવેલ પરિણામો લાગુ ન થાય અથવા કલમ ૧૧ નો અર્થ એ રીતે સમજવામાં આવે કે આ ફકત ટુનામેન્ટના અંતિમ તબક્કામાં લાગુ થાય અને આ ટુર્નામેન્ટની શઆતથી લાગુ ના થાય. તે વિવાદનો વિષય નથી કે એથ્લેટ બીજી વખત વજન માપવામાં નિષ્ફળ રહી. અરજદારે નિયમોની કલમ ૧૧ને પડકારી નથી. તેનો મતલબ એ છે કે નિર્ણય કાયદેસર રીતે લેવામાં આવ્યો હતો અને કલમ ૧૧ લાગુ પડે છે.
એથ્લેટે એવી પણ માંગ કરી છે કે વજનના નિયમોમાં આપવામાં આવેલી મર્યાદાને તે દિવસના તેની વ્યકિતગત પરિસ્થિતિઓ અનુસાર બદલવી જોઇએ અને એ લિમિટ પર સહનશીલતા લાગુ કરવામાં આવે. એટલે કે ૧૦૦ ગ્રામ વજનને વધુ સમજવામાં ના આવે અને ૫૦ કિગ્રા વેટ કેટેગરીમાં રમવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ જો નિયમોને જોવામાં આવે તો તેમાં આવી કોઇ છૂટછાટની જોગવાઇ નથી. નિયમ સ્પષ્ટ્ર છે કે ૫૦ કિગ્રા વેટ એક લિમિટ છે. તેમાં વ્યકિતગત રીતે પણ છૂટ કે વિવેકાધિકાર આપવાની કોઇ જોગવાઇ નથી
.
પ્રથમ દિવસે એથ્લેટ વજન માપવામાં સફળ રહી હતી. એટલે કે વજન નિયમ મુજબ હતું. તેણે બીજા દિવસે એટલે કે ફાઈનલ પહેલા પણ તેનું વજન યોગ્ય હોવું જરી હતું. નિયમોની કલમ ૧૧ના અમલને કારણે તે (વિનેશ) ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી અને કોઈપણ રેન્ક વિના છેલ્લા સ્થાને આવી ગઈ હતી. તેણે તેની પાસેથી સિલ્વર મેડલ પણ છીનવી લીધો, જે તેણે સેમિફાઇનલ જીતીને નિશ્ચિત કરી દીધો હતો. આના પર તેણી (વિનેશ)ની દલીલ છે કે તે સિલ્વર મેડલ માટે લાયક છે અને ૬ઠ્ઠી ઓગસ્ટે (પ્રથમ દિવસે) તે વજન માપવામાં સફળ રહી હતી તેને બીજા દિવસે પણ લાગુ કરવામાં આવે.
એથ્લેટે એ પણ સ્વીકાયુ છે કેતે નિયમો અનુસાર અયોગ્ય બની ગઈ છે. જેના કારણે સેમિફાઇનલમાં તેમની સામે હારેલા ખેલાડીઓ ફાઇનલ રમવા માટે લાયક બન્યા છે. માત્ર તેને સિલ્વર કે ગોલ્ડ મેડલ આપવામાં આવે. તે (વિનેશ) નથી ઈચ્છતી કે અન્ય કોઈ રેસલર તેનો મેડલ ગુમાવે. તે સંયુકત રીતે બીજો સિલ્વર મેડલ ઈચ્છે છે. આવી સ્થિતિમાં એવો કોઈ નિયમ નથી કે જેના આધારે અરજદાર (વિનેશ)ને સંયુકત રીતે બીજો સિલ્વર મેડલ આપવાની સુવિધા પૂરી પાડવામાં આવે.
યુનાઈટેડ વલ્ર્ડ રેસલિંગના નિયમોમાં સ્પષ્ટ્રપણે જણાવવામાં આવ્યું છે કે કુસ્તીબાજ માત્ર ટૂર્નામેન્ટની શઆતમાં જ રમવા માટે લાયક હોય એ જરી નથી પરંતુ તે સમગ્ર ટુનામેન્ટમાં આ માટે પાત્ર હોવી જોઇએ. એટલે કે પ્રથમ મેચથી લઇને ફાઇનલ સુધી. આવી સ્થિતિમાં નિયમોમાં આંશિક છૂટછાટ આપવાનો કોઈ અધિકાર નથી. આનાથી સમજી શકાય છે કે આ નિયમો શા માટે પ્રદાન કરે છે કે જો કોઇ કુસ્તીબાજને એક વાર સ્પર્ધા દરમિયાન ગેરલાયક ઠેરવવામાં આવે છે તો કલમ ૧૧ માં દર્શાવેલ પરિણામો લાગુ પડે છે.
આ બધા નિયમો અને મુદ્દાઓનો અર્થ એ છે કે આર્બિટ્રેટર એથ્લેટ (વિનેશ) દ્રારા માંગવામાં આવેલી રાહત આપવાનો ઇનકાર કરે છે અને તેણીની અરજીને ફગાવી દે છે. એકમાત્ર જાણવા મળ્યું છે કે એથ્લેટ (વિનેશ) રમતના મેદાનમાં પ્રવેશ કર્યેા અને પહેલા જ દિવસે ૩ રાઉન્ડમાં મેચ જીતી. તેના આધારે તે પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ૫૦ કિગ્રા વજન વર્ગની કુસ્તીની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ તે બીજા દિવસે વજનની કેટેગરીમા નિષ્ફળ ગઈ અને ફાઈનલ માટે અયોગ્ય જાહેર થઈ. તેણી (વિનેશ) તરફથી કોઈ ગેરરીતિ (ગેરકાયદેસર) થયાના કોઈ સંકેત નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech