રાજકોટમાં એક સમયે એક દાયકા સુધી શહેરની ભાગોળે આવેલા આજી–૧ અને ન્યારી–૧ ડેમ ખાતે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવાશે તેવી મહાપાલિકાના શાસકો અને તંત્રવાહકોએ જોરશોરથી વાતો કરી હતી અને એક તબક્કે આ પ્રોજેકટનો બજેટમાં સમાવેશ કરીને ટેન્ડર પ્રક્રિયા પણ કરાઇ હતી જે નિષ્ફળ રહી હતી. ઓછા ખર્ચે સાકાર થઇ શકે અને જેના પ્રચાર પ્રસારની કોઇ જર ન પડે તેવો આ પ્રોજેકટ હવે અકળ કારણોસર તદ્દન ભુલાવી દેવાયો છે.
શહેરની ભાગોળેના આજી ડેમ ખાતે ઝૂ કાર્યરત હતું અને ત્યાં દર રવિવારે હજારો લોકો સહ પરિવાર ઉમટતા હતા તે જાણીતી વાત છે, ન્યારી ડેમ ખાતે પણ દર રવિવારે હજારો લોકો ફરવા ઉમટતા હતા અને આજે પણ ઉમટે છે. અગાઉ તો આ બન્ને ડેમ ફકત છ મહિના ભરેલા રહેતા હતા, યારે હવે તો સૌની યોજનાના નર્મદા નીરથી બારે મહિના ભરેલા રહે છે જેના લીધે ડેમ સાઇટ ઉપર ફરવા જતા શહેરીજનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
૨૦૦૭થી ૨૦૧૭ સુધી સતત ૧૦ વર્ષ આ પ્રોજેકટની જોરશોરથી વાતો કરાઇ હતી. આ પ્રોજેકટને બજેટમાં સમાવિષ્ટ્ર કરીને આજી–ન્યારી ડેમ ખાતે એન્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો પ્રોજેકટ સાકાર કરવાનો મક્કમ ઇરાદો વ્યકત કરાયો હતો અને આ માટે ટેન્ડર પ્રક્રિયા પણ કરાઇ હતી જેમાં ફકત એક જ ટેન્ડર આવતા ટેન્ડર પ્રક્રિયા નિષ્ફળ ગઇ પછી બીજો પ્રયત્ન કર્યેા નહીં.
કલ્પના એવી રજૂ કરાઇ હતી કે આજી અને ન્યારી ડેમ ખાતે મુંબઇના એસ્સેલ વલ્ર્ડ કે અમદાવાદના કાંકરિયા તળાવ જેવો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો છે પરંતુ આ કલ્પના ફકત કાગળમાં જ રહી ગઇ. મહાપાલિકાએ ત્યારબાદ અનેક પ્રોજેકટ સાકાર કર્યા પણ આજી અને ન્યારી ડેમ સામે જોયું જ નહીં. કરોડો કે અબજો પિયાના ખર્ચે સાર્થક થાય તેવા મસમોટા પ્રોજેકટસમાં મહાપાલિકાને હંમેશા શંકાસ્પદ રસ રહ્યો છે.
રાજકોટ મહાપાલિકાએ છેલ્લા બે દાયકામાં ફરવાલાયક ત્રણ સ્થળોનું નિર્માણ કયુ છે જેમાં પ્રધુમન પાર્ક ઝૂ, રામ વન–ધ અર્બન ફોરેસ્ટઅને ત્રીજું છે તાજેતરમાં ખુલું મુકાયેલું અટલ સરોવર. આ બંન્ને સ્થળે હજારો લોકો ઉમટે છે અને લાખો પિયા ખર્ચે છે પરંતુ વાસ્તવિક દ્રષ્ટ્રિએ જોઇએ મહાપાલિકાએ બે જુના ફરવાલાયક સ્થળો આજી અને ન્યારી ડેમ ખાતેથી પબ્લિકને પ્રધુમન પાર્ક ઝૂ અને રામ વન તેમજ અટલ સરોવર તરફ ડાયવર્ટ કરી છે તેમ કહેવું વધુ યોગ્ય છે.
આજી ડેમ ખાતે ઝૂ કાર્યરત હતું ત્યારે ડેમ સાઇટ, ગાર્ડન અને સંકુલના મેઇન્ટેનન્સમાં જે ધ્યાન અપાતું હતું તે હવે અપાતું નથી જેથી ત્યાં આગળ સુવિધાઓ વધવાને બદલે ઝડપભેર ઘટી રહી છે. યારથી ઝૂને પ્રધુમન પાર્ક શિટ કરાયું ત્યારથી લોકો ત્યાં જવા લાગ્યા છે તેમ છતાં હજુ એક વિશાળ વર્ગ આજી ડેમ ફરવા જાય છે કેમકે આજી ડેમએ બધું મફત છે.
ન્યારી ડેમ ફરવા જતા ન્યુ રાજકોટવાસીઓને હવે અટલ સરોવર નામથી નવો વિકલ્પ મળ્યો છે, દર રવિવારે સહ પરિવાર ન્યારી ડેમ જતા લોકો હવે અટલ સરોવર જવા લાગ્યા છે. ન્યારી ડેમ ખાતે તો આજી ડેમ જેટલી સુવિધાઓ પણ નથી તેમ છતાં અનેક લોકો ન્યારી ડેમ ફરવા આવે છે કારણકે ત્યાં બધું જ ફ્રી છે.
રામવન–ધ અર્બન ફોરેસ્ટ પ્રોજેકટ વિશે તો કહીં શકાય કે અહીં ગાજયા મેઘ વરસ્યા નથી અને પ્રારંભિક તબક્કે જોરશોરથી પ્રચાર પ્રસાર કરાયો પરંતુ ત્યારબાદ શહેરીજનોને આકર્ષે તેવી જરી સુવિધા નિર્માણ કરવામાં તત્રં નિષ્ફળ રહેતા આ પ્રોજેકટને સફળ બનાવવામાં હજુ વર્ષેા વિતી જશે અને ખૂબ મહેનત કરવી પડશે.
ઉપરોકત બન્ને ડેમ સાઇટ ખાતે કોઇ જ એન્ટ્રી ફી નથી અને સૌથી મોટી વાત કે લોકો પોતાના ઘરેથી નાસ્તો કે ભોજન સાથે લઇ ત્યાં પ્રવેશી શકે છે અને પરિવાર સાથે બેસીને આનંદપૂર્વક ખાણીપીણી કે ઉજવણી કરી શકે છે. પ્રધુમન પાર્ક ઝૂ , રામ વન કે અટલ સરોવર આ ત્રણેય સ્થળે એન્ટ્રી ફી છે, બેટરી કારના પૈસા અલગથી વસુલાય છે, ખાણીપીણીની ચીજ વસ્તુઓ સાથે લઇ જવાની મનાઇ છે, ત્યાંની કેન્ટીનમાંથી જ ખરીદવાની રહે છે.
નવા ફરવાલાયક સ્થળોના નિર્માણથી રાજકોટવાસીઓ ખુશ થાય કે ન થાય ત્યાં પૂરતી સુવિધાઓ હોય કે ન હોય પરંતુ હાલ તો નવા ત્રણેય ફરવાલાયક સ્થળોની આજુબાજુમાં જમીનો કે બિલ્ડીંગ સાઇટ ધરાવનારને મોજ પડી ગઇ છે કેમકે તેમના ભાવ ઉંચકાઇ ગયા છે, જો કે સામાન્ય શહેરીજનો માટે આ એક તદ્દન અલગ અને સ્પષ્ટ્ર રીતે તેમની સમજમાં ન આવે તેવો ગહન વિષય છે.
એકંદરે ઝૂ, રામ વન કે અટલ સરોવર કયાંય પણ પરિવાર સાથે જાવ તો ઓછામાં ઓછો .૧૦૦૦નો ખર્ચ થાય છે અને ટ્રાન્સપોર્ટેશન કે સારા રસ્તાની સુવિધા પણ તત્રં આપી શકયું ન હોય સ્વખર્ચે જાવ તો પણ હેરાનગતિ વેઠયા વિના ત્યાં સુધી પહોંચી ન શકો તેવી સ્થિતિ છે.
એકંદરે આજી અને ન્યારી ડેમ સુપ્રસિધ્ધ ફરવાલાયક સ્થળો છે, હજુ પણ હજારો લોકો ત્યાં ફરવા જાય છે, હવે બારેય મહિના ડેમમાં પાણી ભયુ હોય છે, ત્યારે જો ત્યાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવાય તો ઓછા ખર્ચે પ્રોજેકટ વધુ સફળ થઇ શકે છે તેમ કહેવામાં બિલકુલ અતિશયોકિત નથી, જો નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરાય તો એકથી વધુ એજન્સીઓ રસ દાખવે તેવી શકયતા નકારી શકાય તેમ નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જી.જી. હોસ્પીટલ પ્રસુતિ વિભાગમાં કાટલાનું વિતરણ
December 24, 2024 11:29 AMગિરનાર પર્વત ઉપર ૬.૭, રાજકોટમાં ૯ ડિગ્રી ઠંડી
December 24, 2024 11:27 AMદ્રારકા, સુરેન્દ્રનગર સહિત નવ જિલ્લામાં પીએમ પોષણ યોજનાનું ખાનગીકરણ
December 24, 2024 11:26 AMજીપીએસસીનો નવો નિયમ: પરીક્ષામાં ગેરહાજર રહેનારની ડિપોઝિટ જ થશે
December 24, 2024 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech