કેમ 4 દિવસ પછી પણ ઈરાનના રાષ્ટ્રપતિના મૃતદેહને દફનાવવામાં આવ્યો નથી?

  • May 22, 2024 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયનને લઈ જતું હેલિકોપ્ટર રવિવારે ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતની સરહદેથી પરત ફરતી વખતે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી સહિત તમામ 9 લોકોના મોત થયા હતા. આ અકસ્માત બાદ ઈરાન સહિત સમગ્ર વિશ્વમાં ઈબ્રાહિમ રાયસીના સમર્થકો શોકમાં ગરકાવ છે. અકસ્માતના ચાર દિવસ બાદ પણ ઈબ્રાહિમ રાયસીના મૃતદેહને દફનાવવામાં આવ્યો નથી. ઈરાનના ઉપરાષ્ટ્રપતિ ફોર એક્ઝિક્યુટિવ અફેર્સ મોહસેન મન્સૂરીએ સોમવારે માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને ગુરુવારે ઈરાનના પૂર્વોત્તર શહેર મશહાદમાં દફનાવવામાં આવશે.


રાયસી અને તેની સાથે માર્યા ગયેલા સભ્યો માટે શોક સમારંભના સંગઠન વિશે વિગતવાર અહેવાલ આપ્યો છે. જેમાં માહિતી આપવામાં આવી છે કે રાયસીના અંતિમ સંસ્કાર પહેલા ઘણા શહેરોમાં શોક સમારંભ યોજાશે. ઈરાનમાં તેમના અસંખ્ય સમર્થકોને કારણે આવું થઈ રહ્યું છે.

રાયસીની અંતિમયાત્રા ક્યાંથી પસાર થશે?


રાયસીનું પાર્થિવ દેહ મંગળવારે બપોરે ઈરાનના શહેર કોમ પહોંચ્યું. જ્યાં તેમનો પ્રથમ શોક સમારંભ યોજાયો હતો. ત્યારપછી સાંજે તેના મૃતદેહને ઉત્તર-પશ્ચિમ શહેર તાબ્રિઝ લઈ જવામાં આવ્યો. આજે એટલે કે બુધવારે રાષ્ટ્રપતિ અને અન્ય લોકોના મૃતદેહ રાજધાની તેહરાન લાવવામાં આવ્યા છે. જ્યાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીએ અંતિમ પ્રાર્થના કરી હતી. આ પછી રાષ્ટ્રપતિના પાર્થિવ દેહને તેમના હોમ ટાઉન મશહાદ લઈ જવામાં આવશે અને ત્યાં તેમને દફનાવવામાં આવશે.


ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે બુધવારે સવારે તેહરાન જવા રવાના થઈ ગયા હતા. આ ઉપરાંત અફઘાનિસ્તાનના તાલિબાન પ્રતિનિધિમંડળ સાથે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી પણ હાજરી આપે તેવી શક્યતા છે. પેલેસ્ટાઈનના પ્રતિરોધક જૂથ હમાસની રાજકીય પાંખના વડા ઈસ્માઈલ હાનિયાએ પણ તેમના શોક સમારંભમાં હાજરી આપી છે.


રાયસીના નિધન બાદ ઈરાનમાં 5 દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. શોક સમારંભ દરમિયાન ઈરાનની શાળાઓ અને ઓફિસો બંધ રાખવામાં આવી છે. તેમના શોક સમારંભમાં હાજરી આપવા માટે તેહરાનના રસ્તાઓ પર ભીડ જોવા મળી રહી છે.


ઈરાનના વરિષ્ઠ લોકોની અંતિમ યાત્રામાં આટલી ભીડ અને મૃતદેહને દેશના અલગ-અલગ શહેરોમાં લઈ જવાની ઘટના નવી નથી. 2020માં બગદાદમાં યુએસ ડ્રોન હુમલામાં માર્યા ગયેલા રિવોલ્યુશનરી ગાર્ડ જનરલ કાસિમ સુલેમાનીના સરઘસમાં લગભગ 1 મિલિયન લોકોએ ભાગ લીધો હતો. જો શોક સમારંભ એક જ જગ્યાએ યોજવામાં આવે તો તમામ લોકો માટે તેમાં ભાગ લેવો મુશ્કેલ હોય છે. તેથી જ મૃતદેહને દેશના અલગ-અલગ શહેરોમાં લઈ જવામાં આવે છે જેથી દરેક શોક સમારંભમાં ભાગ લઈ શકે.

ઇબ્રાહિમ રાયસીના નિધન બાદ ભારતમાં એક દિવસના શોકની જાહેરાત કરવામાં આવી હતી અને તેમના નિધનના સમાચાર મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.


ઈરાનના સર્વોચ્ચ નેતાના સંભવિત અનુગામી તરીકે 63 વર્ષીય રાઈસીની ચર્ચા થઈ રહી હતી. 85 વર્ષના સુપ્રીમ લીડર ખમેની અનેક બીમારીઓથી પીડિત છે. ઈબ્રાહીમ તેમના સંબંધી હતા અને મૌલવી પણ હતા. તેણે શરિયા વિરુદ્ધના ઘણા વિરોધોને સખત રીતે દબાવી દીધા છે, તે ઈરાનના લોકો માટે મજબૂત અને અવાજ ઉઠાવનાર નેતા હતા. તેમના પછી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે હજુ સુધી કોઈ નામ સામે આવ્યું નથી. દેશમાં 28 જૂને ચૂંટણી યોજાઈ છે અને ત્યાં સુધી સરકારનું કામકાજ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખ્બર દ્વારા જોવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News