મોરબી ગ્રામ્ય મામલતદાર રજા પર કેમ ઉતર્યા? ભારે ચર્ચા

  • June 25, 2024 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જિલ્લામાં જમીન મહેસુલને લગતા કામો અંગેનું ભાવ પત્રક, મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ચાલતું પોલમ પોલ તા મોરબી જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચારના આજકાલના અહેવાલથી ગાંધીનગરી રાતોરાત મહેસૂલી અધિકારીઓની ટીમ દ્વારા મોરબી ગ્રામ્ય કચેરીમાં દરોડો પાડવામાં આવેલ તા સાહિત્ય કબજે કરવામાં આવેલ. જેના અનુસંધાને મોરબી જિલ્લામાંથી પાંચ નાયબ મામલતદાર તા બે ક્લાર્કની રાતોરાત બદલી કરવામાં આવેલ. મોરબી ગ્રામ્ય મામલતદાર નિખીલ મહેતા રજા પર ઉતરી જતાં ભારે ચર્ચા જાગી છે. કલેકટરે પણ ગત શનિવારે એક મેસેજથી તાત્કાલીક બોલાવેલી મિટીંગ મોરબી કલેકટર કચેરીમાં ગપશપનું કેન્દ્ર બની છે.

શનિવારે બપોરે ૧૧ વાગ્યે કલેક્ટર  દ્વારા એક મહત્વની મીટીંગ છે જેમાં તમામ અધિકારીઓને હાજર રહેવાનું કલેકટર દ્વારા ફરમાન કરવામાં આવે છે શનિવારની સરકારી રજા હોવા છતાં આવેલા હુકમની ગંભીરતાી નોંધ લઈ  સમયસર તમામ અધિકારીઓ કલેક્ટર સાહેબના ફરમાનને ધ્યાનમાં રાખીને મીટીંગમાં હાજર ઈ જાય છે અને મીટીંગમાં હાજર રહેલા તમામ અધિકારીઓને એક કડક ભાષામાં કલેક્ટર કિરણ ઝવેરી દ્વારા તમામ અધિકારીઓને કડક સૂચના પણ આપવામાં આવે છે જેમાં સરકારી કચેરીમાં ફરતા વચેટિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી હતી અને જો આ વચેટિયા કોઈ અધિકારીઓ સો ફરતા દેખાયાની ફરિયાદ મળશે તો તે અધિકારી સામે કડક પગલા લેવાની સૂચના આપી દેવામાં આવી હતી અને તેમજ કલેકટર કચેરીની તમામ માહિતી બહાર ન જાઈ તેની પણ તકેદારી રાખવામાં આવે તેવી કડક સૂચના આપવામાં આવી છે અને લોકોના પ્રશ્ને એક અધિકારીઓની ટિમ બનાવી ઝડપી નિરાકરણ લાવવાની પણ ખાસ ટકોર કરવામાં આવી હતી તેવી વિશ્વસનીય સૂત્રો પાસે થી માહિતી પ્રાપ્ત ઈ છે. જોકે આ વાતને સત્તાવાર સમર્થન મળ્યું નથી.

મોરબીના ગ્રામ્ય મામલતદારે ભ્રષ્ટાચારની તમામ હદો પાર કરી હોય અને વિવિધ કામો માટે રીતસરનું ભાવપત્રક તૈયાર કરેલ હોવાના ગંભીર આક્ષેપો અગાઉ યા હતા  જેમાં નીખીલ મહેતા દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અને નિયમો વિરુદ્ધ કરવામાં આવેલ ખોટા હુકમો તા નિયમો વિરુદ્ધની કામગીરીની ફરિયાદ કરી યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવી હતી જેના પગલે પ્રમ તો મોરબી કલેક્ટર દ્વારા તપાસના આદેશ અપાયા હતા અને ત્યાર પછી ગાંધીનગરી  રાતોરાત મહેસૂલી અધિકારીઓની ટીમ દ્વારા મોરબી ગ્રામ્ય કચેરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા તા સાહિત્ય કબજે પણ કરવામાં આવ્યું હોવાની માહિતી સૂત્રો પાસે ી પ્રાપ્ત ઈ હતી જેના પગલે ગામ્ય મામલતદાર નિખિલ મહેતા રજા પર ઉત્તરી ગયા હોવાની વિશ્વશનીય સૂત્રો પાસે થી માહિતી પ્રાપ્ત ઈ છે .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application