ભારતવર્ષનો પ્રથમ પ્રેમભક્તિ પત્ર માધવપુરના મેળાના ઇતિહાસ માટે નિમિત્ત બન્યો છે. જેમાં પોરબંદરના ઇતિહાસવિદ્ે માહિતી આપણા જણાવ્યુ હતુ કે આ પ્રેમપત્રમાં ‘કમણી પત્ર લખે દ્વારકા રે, હું નહીં રે પરણુ શિશુપાલને રે’નો ઉલ્લેખ થયો હતો.
ભારત વર્ષનો એ પ્રથમ પ્રેમ ભક્તિપત્ર કે જે ગુજરાતમાં માધવપુર ઘેડના મેળાના ઇતિહાસનો નિમિત્ત છે. ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશમાંથી રાજકુમારી કમણી પશ્ર્ચિમ કાંઠે દ્વારકાના શ્રીકૃષ્ણને પત્ર લખે છે. પુરાણો કથાઓમાં રહેલો આ પત્ર માધવપુર મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસ્તુત થાય છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં કીર્તનમાં ‘કમણી પત્ર લખે દ્વારકા રે ..હું નહિ રે પરણું શિશુપાલને રે..’ગીત ગવાય છે. પરંતુ તેમની કેટલીક મહત્વની હકીકતો પોરબંદર સ્થિત જાણીતા સિનિયર ઈતિહાસવિદ નરોતમ પલાણે જણાવી જે અત્રે પ્રસ્તુત છે.
પોરબંદર જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે આવેલ માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને ક્ષ્મણીજીના લગ્નવિવાહની ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. તા.૬ એપ્રિલથી મેળાનો પ્રારંભ થશે.
નરોતમ પલાણ કહે છે કે પૌરાણિક ઇતિહાસ અને કથાઓ મુજબ કહેવાય છે કે હિન્દુ સનાતનમાં ભારત વર્ષમાં પ્રથમ વખત પ્રેમ સમર્પણ પત્ર વિદર્ભની રાજકુમારીએ દ્વારકા સ્થિત ભગવાન શ્રીકૃષ્ણને લખ્યો હતો, આ પ્રેમ પત્રથી જ ભગવાન શ્રીકૃષ્ણ અને ક્ષ્મણીજીના વિવાહનો પ્રસંગ હજારો વર્ષ બાદ આજે પણ આપણે સૌ ઉજવી રહ્યા છે. આ પત્ર પુરાણમાં છે.પૌરાણિક ઇતિહાસ મુજબ પાંચ હજાર વર્ષ પહેલા મથુરામાં જન્મેલા ભગવાન શ્રીકૃષ્ણનો ઉછેર ગોકુળમાં થયો હતો, અને ત્યારબાદ તેઓ સાન્દીપનિ આશ્રમમાં ભણવા માટે ગયા હતા. ફરી ગોકુળ મથુરામાં આવ્યા બાદ ૩૨ વર્ષની ઉંમરે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા નગરીમાં આવી પહોંચ્યા હતા.૩૨ વર્ષની ઉંમરે ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે દ્વારકા સ્થિત હતા, તે સમય દરમિયાન વિદર્ભની રાજ કુમારી ભગવાન શ્રીકૃષ્ણને પ્રેમપત્ર લખે છે. અને વિદર્ભની રાજકુમારી ક્ષ્મણી આ પ્રેમપત્રમાં તેમની અસહમતીથી તેમના ભાઈ કમી શીશુપાલ નામના રાજકુમાર સાથે તેમના લગ્ન નક્કી કરી લીધા હોવાનો ઉલ્લેખ કરે છે. વિદર્ભમાં તેમના રીતિ રિવાજ મુજબ કુવારી ક્ધયા લગ્નના ફેરા ફરતા પહેલા તેમના ગામમાં વગડામાં આવેલ માતાજીના મંદિરે દર્શન કરવા માટે જાય છે, ત્યારે તેમનું ત્યાંથી હરણ કરવા ભગવાનને ચોખ્ખું નિમંત્રણ આપે છે. ભગવાન શ્રીકૃષ્ણ આ પ્રેમપત્ર વાંચ્યા બાદ તેમના સારથી દાકને તૈયાર કરે છે. ઘોડાઓ સાથેના રથમાં બિરાજમાન થઈ પહોંચે છે, વિદર્ભની રાજ કુમારીએ જણાવેલ ચોક્કસ સ્થળેથી ભગવાન ત્યાં આવી પહોંચતા તેમની સાથે રથમાં બેસી દ્વારકા આવવા દોટ મૂકે છે. કથાઓ ની માન્યતા મુજબ ક્ષ્મણી પોતે રાજકુંવરી હોય અને બાણવિદ્યા તથા ઘોડેસવારી જાણતા હોવાથી પોતે જ પવનગતિએ દ્વારકા તરફ તેમનો રથ ચલાવે છે. શ્રીકૃષ્ણની પાછળ વિદર્ભમાં ભગવાન કૃષ્ણના ભાઈ બલરામ પણ તેમની સેના સાથે જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ક્ષ્મણીના ભાઈ ક્મી ને હરાવે છે.ભગવાન શ્રીકૃષ્ણ સવાર પડતા માધવપુર ઘેડમાં તેઓ ઉતરે છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ - ક્ષ્મણીજીના વિવાહનો પ્રસંગ યોજાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅજય દેવગનનો પુત્ર યુગ કરાટે કિડ લેજેન્ડ્સમાં પોતાનો અવાજ આપશે
May 15, 2025 11:40 AM'જાટ' ઓટીટી પર રિલીઝ કરવા નિર્ણય
May 15, 2025 11:39 AMનિર્માતાઓએ ફેરવી તોળ્યું, ભૂલ ચૂક માફ' હવે સિનેમાઘરોમાં આવશે
May 15, 2025 11:39 AMસોશ્યલ મિડીયા પર રાષ્ટ્ર વિરોધી ક્ધટેન્ટ ફેલાવતા શખ્સને પકડી લેતી જામનગર સાયબર ક્રાઇમ
May 15, 2025 11:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech