રાજયનાં પવિત્ર યાત્રાધામમાં છેલ્લ ા ઘણા સમય થી દેશી વિદેશી દારૂનાં વેચાણની હાટડીઓમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું અને હા પધ્ધતિ ને કારણે રહેમરાહ હોવાના આક્ષેપ સાથે તપાસની માગણીની ગૃહ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.રાયનાં ગૃહ વિભાગ અને ઉચ્ચ પોલીસ અધિકારી અને વિજિલન્સ જેવા વિભાગોમાં ચોટીલા શહેરમાં મુખ્ય હાર્દસમા વિસ્તાર તેમજ થાનગઢ રોડ, અને હાઇવે પેટ્રોલ પંમ્પ નજીકમાં અનેક ઠેકાણે ઈંગ્લીશ દારૂનાં સ્ટેન્ડ ચાલતા હોવાનું તેમજ મફતિયાપરા વિસ્તારમાં, રેફરલ પાછળ, જુના બસસ્ટેન્ડ, એક મંદિર નજીક જેવા ૧૨થી ૧૫ જગ્યાએ દેશી દારૂ છુટથી ખુલ્લ ેઆમ વેચાણ થતો હોવાનું અને આકડાનો જુગાર જેવી બંદી ચાલતી હોવાની અને આની પાછળ હાઓની ગોઠવણ હોવાનો આક્ષેપ પણ લેખિતમાં ગૃહ વિભાગ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.રજૂઆત કરનારે જણાવ્યું હતું કે સામાન્ય લોકોને ખોટા ચેકિંગનાં નામે ખોટા હેરાન કરાય છે. અને દેશી વિદેશી દારૂની હાટડીઓ ઉપર રહેમ રખાય છે. ચોટીલામાં ઇગ્લીશનાં સ્ટેન્ડ ગોઠવાયા હોવાનું અને નાના યુવાનો અને કિશોર પાસે કમિશન હેઠળ હોમ ડીલીવરી કરાવાતી હોવાનો પણ આક્ષેપ મુકાયો છે.રાયની ઉચ્ચ બ્રાન્ચો દ્રારા યાત્રાધામની ગરીમા ને બચાવવા માટે ખાનગી વોચ ગોઠવી આવી બદી અટકાવવા પગલા ભરાય તેમજ કોની રહેમ રાહે આવી પ્રવૃતિઓ ચાલે છે તે અંગે તપાસ કરી કાર્યવાહી કરાય તેવી રજૂઆત કરવામાં આવતા તે ચર્ચાનો વિષય બનેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત, દર મહિને મળશે 8500 રૂપિયા
January 12, 2025 03:18 PM'જો તમે આ કામ કરાવી આપો તો હું ક્યારેય ચૂંટણી નહીં લડું...' કેજરીવાલે અમિત શાહને કર્યો ચેલેન્જ
January 12, 2025 02:15 PMટ્રુડોના રાજીનામા પછી કેનેડામાં કોણ સંભાળશે સત્તા? હવે ભારતીય મૂળની અનિતા પણ રેસમાંથી બહાર
January 12, 2025 01:18 PMશિયાળામાં મેકઅપની આ ભૂલો બગાડી શકે સંપૂર્ણ લુક
January 12, 2025 01:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech