સાગર પરમાર
રાત્રીના રોડ ઉપર ધોળું અંજવાળું કરી વાહન ચાલકોની આંખો આજીં દેતી વ્હાઇટ એલઇડી લાઈટનું દરરોજના વેંચાણનો આંકડો લોકોની સાથે પોલીસ અને આરટીઓ તંત્રને પણ ચોંકાવી દે એટલો છે. આજકાલ દ્રારા ગોંડલ રોડ, લોધાવાડ ચોક રોડ પરની કાર એસેસરીઝ– ઓટો મોબાઇલ્સની દુકાનમાં પુછપરછ કરવામાં આવતા રાજકોટમાં નાની–મોટી ૧૫૦ જેટલી કાર એસેસરીઝ–ઓટો મોબાઇલ્સની દુકાનો આવેલી છે. કેટલીક દુકાનમાં દરરોજ ૪ થી ૫ તો કેટલીક દુકાનમાં ૧–૨ નવી–જૂની કાર આવતી હોઈ છે. આમ સરેરાશ દરરોજની ગણીએ તો એક કારમાં હાઈવોટની એલઈડી ફોગ લાઈટનું ફિટિંગ કરવામાં આવે છે. માત્ર રાજકોટમાં જ જો ૧૫૦ દુકાનમાં દરરોજ એક કારમાં એલઇડી ફોગ લાઈટ ફિટ કરવામાં આવતી હોઈ તો તેનું દૈનિક વેચાણ ૩૫૦ થી ૪૦૦ (સીઝનલ) મુજબ માની શકાય છે. આ આકં રાજકોટનો જ છે ત્યારે રાયની વાત કરીએ તો એલઇડી લાઈટનું વેંચાણ દરરોજનું લાખો નંગનું થઇ રહ્યું છે. આ જોતા આખું ગુજરાત આંખે અંજાતું હોઈ એ કહેવું વધુ અતિશયોકિત નથી.
આજકાલ દ્રારા શહેરના ગોંડલ રોડ પર આવેલી કેટલીક કાર એસેસરીઝની દુકાનોમાં ગ્રાહક તરીકે પહોચી ફોગ લાઈટ કારમાં ફિટ કરવા માટેના ભાવ તાલ, કવોલિટી સહિતની બાબતે પૂછવામાં આવતા કેટલીક અંચબિત કરી દેતી વાત સામે આવી હતી. જુદા જુદા દુકાનદારોના જણાવ્યા મુજબ થાર, એકસકયુવી જેવી જ કારમાં નહીં પરંતુ દરેક નાની મોટી કારના ચાલકો લાઈટ ફિટિંગ માટે આવે જ છે. અને અમે ફિટિંગ કરી આપીએ છીએ. આજકાલ ની ટિમ જે દુકાનમાં પૂછપરછ માટે ગઈ હતી તેની બહાર થાર જીપમાં ફોગ લાઈટનું ફીટીંગ કરવામાં આવી રહ્યું હતું. આ જોતા વાહનમાં કંપની સિવાયની વ્હાઇટ એલઇડી લાઈટ લગાવવી નીકળતા વાહન ચાલકોને દડં ફટકારવામાં આવે તો જગ જાહેર વેંચાણ કરતાઓ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એ તો પોલીસ અને આરટીઓની બેધારી નીતિ હોવાનું સ્પષ્ટ્ર થઇ રહયું છે.એક તરફ રોડ અકસ્માતના બનાવ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે એમ છતાં કેટલાક અકસ્માતો આવી વ્હાઇટ લાઈટના કારણે આંખો અંજાવાથી થાય એ રોકવા માટે માત્ર રાજકોટ જ નહીં રાય ભરનું આરટીઓ અને પોલીસ તત્રં વાહનો માટેની એલઇડી લાઈટ ખરીદનાર અને વેંચાણ કરતા સામે કાયદાનો દંડો પછાડી આકરી કાર્યવાહી કરે એવી લોકોમાં પણ માગ ઉઠી છે
૯૦ ટકા ચાઈનાના પ્રોડકશનનું વેચાણ
અન્ય દુકાનોમાં લાઈટની કંપનીઓ વિશે પૂછતા દુકાનદારે જણાવ્યું હતું કે, માર્કેટમાં મોટાભાગે બોકસમાં મેડ ઈન ચાઈના જ લખેલું જોવા મળે છે, રાજકોટમાં પણ કેટલાક લોકો લાઈટ બનાવે છે પણ તેમાંથી કેટલીક વસ્તુઓ ચાઈનાથી મગાવી પડે છે, ઘણા ખરા લોકલ પ્રોડકશન હોવા છતાં મેડ ઈન ચાઈના બોકસ ઉપર માર્ક લગાવે છે. આમ તો ૯૦ ટકા ચાઈનાનું જ પ્રોડકશન વેચાય છે. આ ઉપરથી એ જોવા મળી રહ્યું છે કે, વાહનોમાં લગાવાતી એલઇડી લાઈટનું રાજકોટનું જ લાખો પિયાનું અને રાયનું કરોડોની કિંમતનું ચાઈનાનું પ્રોડકશન વેચાઈ રહ્યું છે
દરરોજ ૩૫૦ લાઈટના વેચાણ સામે મહિનામાં ૫૦ સામે જ કાર્યવાહી
આરટીઓ દ્રારા ઓગસ્ટ મહિનામાં કરેલી ચેકીંગ કામગીરી અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં એલઇડી લાઈટના ૫૦ જેટલા કેસ કરવામાં આવ્યા હોવાનું દર્શાવ્યું હતું. ત્યારે દરરોજ નવી જૂની ૩૫૦ જેટલી કારમાં ફોગ લાઈટ લગાવવામાં આવતી હોઈ છે તેની સામે મહિને માત્ર ૫૦ સામે જ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી જયારે ટ્રાફિક પોલીસમાં પૂછવામાં આવતા ચોક્કસ આંકડો સામે આવ્યો નહતો અને બે ત્રણ દિવસમાં ડ્રાઈવ કરીશું તેમ જણાવ્યું હતું. ત્યારે લાઈટના વેચાણ સામે શું કાર્યવાહી કરવામાં આવી એ તો આંકડા જોઈ પોલીસ–આરટીઓએ મનોમંથન કરવું રહ્યું
રૂા.૧૦૦૦ થી ૧૫૦૦૦ સુધીની કિંમત
આજકાલ દ્રારા ગોંડલ રોડ પરની કેટલીક કાર એસેસરીઝની દુકાનમાં વ્હાઇટ ફોગ લાઈટના ભાવ તાલ પૂછતાં દુકાનદારે કહ્યું હતું કે, ૧૦૦૦ થી લઈ ૧૫૦૦૦ સુધીની લાઈટ મળે છે. કેટલીક સ્ટાન્ડર્ડ કંપનીઓ પણ આવે છે તેના ભાવ ઉંચા હોઈ છે, પરંતુ તેમાં એક વર્ષની ગેરેંટી આપવામાં આવતી હોઈ છે તો નીચા ભાવની લાઇટમાં ૨ વર્ષની ગેરેંટી કંપની દ્રારા આપવામાં આવે છે. લાઈટના વોટ વિષે કહ્યું હતું કે, બોકસમાં ૩૦૦–૪૦૦ અને ૫૦૦ વોટસ સુધીનું લખવામાં આવે છે પરંતુ વધુમાં વધુ ૨૫૦ વોટસની લાઈટ આવે છે
સરકાર આરટીઓ અને પોલીસ તંત્રને કડક ઝુંબેશના આદેશ આપે
રાયમાં કોઈ દુર્ઘટના બને સરકાર દવારા પોલીસ સહિતના જુદા જુદા વિભાગોને ઝુંબેશ પે કાર્યવાહી કરવા માટે કડક સૂચના આપવામાં આવતી હોઈ છે, અને આ સિવાયના કિસ્સામાં પોલીસ, આરટીઓ માત્ર કેસના ટાર્ગેટ પૂરા કરવા માટે ડ્રાઈવ યોજી કાર્યવાહી કર્યાનો સંતોષ માનતું હોય છે. ત્યારે વાહન ચાલકોની આંખો આંજીદેતી અને અકસ્માતના ખતરાની સાથે લોકોના જીવ જોખમાય એ પ્રકારની વાહનોમાં મોડીફાઇ કરી ફિટ કરવામાં આવેલી વ્હાઇટ એલઇડી લાઈટ કરનાર વાહન ચાલકો અને વેંચનાર સામે કડક હાથે કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવે તો જ જરી અંકુશ લાવી શકાશે. ત્યારે સરકાર પણ આ મુદ્દે કેટલી ગંભીર છે એ આવતા દિવસોમાં જોવું રહ્યું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech