શિયાળાની ઋતુમાં લોકો ખૂબ જ ડ્રાય ફ્રૂટ્સ ખાય છે. પરંતુ જ્યારે ઉનાળો આવે છે ત્યારે તેઓ તેને ખાવાનું બંધ કરી દે છે. એવા ઘણા લોકો છે જેમને લાગે છે કે ઉનાળામાં ડ્રાયફ્રૂટ્સ ખાવાથી શરીરનું તાપમાન વધી શકે છે. પરંતુ નિષ્ણાતોનો અભિપ્રાય અલગ છે. તેમનું કહેવું છે કે ઉનાળામાં પણ ડ્રાયફ્રૂટ્સ ખાઈ શકાય છે.
દરરોજ ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવું ફાયદાકારક છે. તેમાં ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે શરીરને ઘણા ફાયદાઓ પ્રદાન કરી શકે છે. ઉનાળામાં તેને મર્યાદિત માત્રામાં ખાઈ શકાય છે. જો કે કેટલાક ડ્રાય ફ્રુટ્સ એવા છે જે તમારે રોજ ન ખાવા જોઈએ.
કાજુમાં કેલરી અને ચરબી ખૂબ જ વધારે હોય છે. તેને રોજ ખાવાથી તમારું વજન વધી શકે છે. એ જ રીતે બ્રાઝિલ નટ્સમાં સેલેનિયમનું પ્રમાણ ઘણું વધારે છે. જો કે સેલેનિયમ શરીર માટે ફાયદાકારક છે પરંતુ દરરોજ તેનું સેવન કરવાથી તમારા શરીરમાં સેલેનિયમની ઝેરી અસર થઈ શકે છે.
આ સિવાય હેઝલનટ અને પાઈન નટ્સમાં પણ વધારે માત્રામાં કેલરી અને ફેટ હોય છે જે વજન વધારી શકે છે. તેમના રોજીંદા સેવનથી હૃદયની બીમારીઓ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. અંજીર અને પિસ્તા ખૂબ જ સારા ડ્રાય ફ્રૂટ્સ છે જે શરીરને એનર્જી આપે છે પરંતુ તમારે તેનું નિયમિતપણે અને ખાસ કરીને ઉનાળામાં સેવન કરવાનું ટાળવું જોઈએ.
તેને રોજ ખાવાથી શરીરનું તાપમાન વધી શકે છે. જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ ડ્રાયફ્રૂટ્સનું નિયમિત સેવન ટાળવું જોઈએ અને તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. ઉપરાંત કોઈપણ ડ્રાયફ્રુટ્સ ખાતા પહેલા, ખાતરી કરો કે તમને તેનાથી એલર્જી તો નથી ને.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા નજીક કારની ઠોકરે બાઈક ચાલકનું મૃત્યુ
April 04, 2025 11:04 AMબેડીમાં રૂ. ૧૦ કરોડની જમીન ઉપર તંત્રનું બુલડોઝર ફરીવળ્યું
April 04, 2025 11:01 AMરાજકોટ : માર્કેટિંગ યાર્ડ પાસે છરીના ઘા ઝીંકી 45 વર્ષીય વ્યક્તિની કરપીણ હત્યા
April 04, 2025 11:01 AMરાજકોટમાં પોલીસ પહોંચે તે પહેલાં ફટાકડાની દુકાનોને તાળા
April 04, 2025 11:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech