મેયર કાયર્લિયના કર્મચારી તથા પદાધિકારીઓનું સહદેવ જેવું મૌન: કોર્પોરેશનમાં ચચર્ઓિ
જામનગર મહાનગરના પ્રથમ નાગરીક મેયર વિનોદ ખીમસુરીયા અમેરીકાના પ્રવાસે ગયા છે, તા.6 થી 16 સુધી તેઓએ રજા પણ મુકી છે, પરંતુ ખાનગી પ્રવાસે ગયા છે કે કેમ તે અંગે મેયર કાયર્લિય તરફથી કોઇ સતાવાર સુચના આપવામાં આવી નથી અને માત્ર ડે.મેયર ક્રિષ્નાબેન સોઢાને ઇન્ચાર્જ મેયર તરીકે ચાર્જ આપવો તેવું લેખિત જાહેર કરાયું છે, સતાવાર રીતે તો કોઇ મેયર કોન્ફરન્સ છે નહીં તો પછી મેયર કયાં કાર્યક્રમમાં ગયા છે ? તે શા માટે છુપાવવામાં આવે છે ? કોર્પોરેશનમાં કેટલાકને ખબર છે, પરંતુ કોઇ મોઢુ ખોલવા તૈયાર નથી, અમેરીકાનો પ્રવાસ પુરો કયર્િ બાદ મેયરનો ખર્ચ સ્ટે.કમિટીમાં મુકવામાં આવશે કે કેમ ? તે અંગે પણ કંઇ નકકી થયું નથી. આમ જામનગરના મેયરનો વિદેશ પ્રવાસ વિવાદાસ્પદ બની ગયો છે.
મળતી માહિતી મુજબ તા.6 થી તા.16 સુધી મેયર વિનોદ ખીમસુરીયા અમેરીકા જવા રવાના થઇ ચૂકયા છે, એવી વાત પણ બહાર આવી છે કે તેઓ મેયર કોન્ફરન્સમાં ગયા છે, પરંતુ આ અંગેનો ખર્ચ કોઇ ખાનગી કંપની ભોગવશે તેવી ચચર્એિ પણ જોર પકડયું છે. જામનગરના મેયર ભલે વિદેશના પ્રવાસે ગયા હોય પરંતુ તેનો આ પ્રવાસ અંગેની માહિતી શા માટે ગુપ્ત રાખવામાં આવી છે, કોઇને પણ બોલવાની છુટ નથી અને મેયર કાયર્લિયમાં કેટલાક લોકો જાણવા છતાં પણ સહદેવ જેવું મૌન ધારણ કરીને બેઠાં છે, તેઓ કહે છે કે અમોને એટલી ખબર છે કે મેયર અમેરીકાના પ્રવાસે ગયા છે અને ચાર્જ ડે.મેયર ક્રિષ્નાબેન સોઢાને આપવામાં આવ્યો છે.
મેયરનો આ સતાવાર પ્રવાસ છે કે ખાનગી પ્રવાસ ? તે અંગે કોઇ પદાધિકારી અંગે પણ માહિતી નથી અથવા જેને ખાનગીમાં ખબર છે તે મીડીયાને જણાવવા માંગતા નથી, બીજી તરફ અમેરીકા જવાનો તમામ ખર્ચ કોઇ ખાનગી કંપની ભોગવવાની છે તેઓ ચણભણાટ શ થયો છે, ભલે ખાનગી કંપની ખર્ચ ભોગવે તો પછી આ બાબતે જાહેર કરવાની કેમ આનાકાની કરવામાં આવે છે ?
ભૂતકાળમાં મેયર કે અન્ય પદાધિકારીઓ દિલ્હી, મુંબઇ કે અન્ય જગ્યાએ કોન્ફરન્સમાં ગયા હતાં અને તેમનો વિમાની ખર્ચ સહિતનો કોર્પોરેશને ભોગવ્યો હતો અને આ પ્રવાસ સતાવાર રીતે જાહેર કરતા હોય છે, પરંતુ આ મેયરનો અમેરીકાનો પ્રવાસ હાલ તો વિવાદાસ્પદ બન્યો છે, તેઓ ભારત આવ્યા બાદ ત્યાંનો ખર્ચ સ્ટે.કમીટીમાં આવે છે કે કેમ ? તેના ઉપર સૌની નજર છે, જો ખાનગી કંપનીએ તેનો ખર્ચ ભોગવ્યો હોય તો કર્મચારીઓ આ બાબત છુપાવવા માંગે છે અને ખાનગી રાખવાથી કોને-કોને ફાયદો થયો ? તેવો પ્રશ્ર્ન પણ ચચર્ઇિ રહ્યો છે. જામનગરમાં અનેક પ્રોજેકટ ચાલી રહ્યા છે, રસ્તાઓની હાલત ખુબ જ ખરાબ છે ત્યારે કોઇ મેયર કોન્ફરન્સ કે અન્ય કાર્યક્રમમાં જઇને કાંઇ માહિતી કે જ્ઞાન મળવાનું હોય તો જામનગરને પણ ફાયદો થાય પરંતુ બે-ત્રણ લોકોને જ આ પ્રવાસ અંગે માહિતી છે, પરંતુ તેમને આ માહિતી જાહેર કરવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે. કર્મચારી તો સુચનાનું પાલન કરે તે પણ સ્વભાવિક છે પરંતુ આગામી દિવસોમાં આ મુદો ભારે ગરમ બનશે તેવા અેંધાણ અત્યારથી જ દેખાઇ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech