અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા દ્રારા ૩જી ઓગસ્ટના રોજ વડિયા ખાતે લોકોના પ્રશ્નો અને સમસ્યાઓને સ્થળ પર જ નિરાકરણ લાવવા તમામ અધિકારીઓને વડિયા મામલતદાર કચેરી ખાતે હાજર રાખી લોકપ્રશ્નો માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે લોકદરબારમા આવેલો પ્રશ્નોનુ જે તે વિભાગના અધિકારીને સમય મર્યાદા આપી પ્રશ્નોનો નિકાલ કરવા સૂચનાઓ અપાઈ હતી. ત્યાર તે લોકદરબારમા આપેલી સમય મર્યાદા પૂર્ણતાની નજીક પહોંચતા તેમની એક રીવ્યુ મિટિંગ વડિયા મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવી. જેમા ખુદ ધારાસભ્ય હાજર રહ્યા હતાં અને અધિકારીઓને આપેલા કામનું લિસ્ટ લઇ એક એક અધિકારી પાસેથી તેમની કરેલ કામગીરીની કડક ઉઘરાણી કરતા અધિકારીઓમા સોપો પડતો જોવા મળ્યો હતો. જે વિભાગમા કામગીરી ધીમી જોવા મળી તેમાં ટૂંકું અલ્ટીમેટમ આપી તુરતં કામગીરી પૂર્ણ કરવા કડક સૂચના સાથે તમામ અધિકારીઓને એવુ સ્પષ્ટ્ર જણાવવામા આવ્યુ કે ટૂંકાગાળામાં ફરી લોકદરબાર યોજવામાં આવશે જે પ્રશ્નો પેહલા લોકદરબારમા આવેલા હોય અને તેનું નિરાકરણ ના થયું હોય અને તે પ્રશ્ન ફરી રિપીટ લોકો દ્રારા થશે તો જે તે વિભાગના જવાબદાર અધિકારી પર કડક કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી હતી સાથે તેમણે આવનાર દિવસો મા ફરી લોકદરબાર યોજવાની પણ તૈયારી બતાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationHMPV બાદ આવ્યો નવો વાયરસ Marburg, તાન્ઝાનિયામાં 8 લોકોના મોત
January 15, 2025 11:04 PMગુજરાત સ્ટાર્ટઅપ પોલિસીના સફળ અમલીકરણમાં દેશનું અગ્રેસર રાજ્ય બન્યું
January 15, 2025 11:02 PMઉત્તરાયણની ઉજવણી વચ્ચે ઇમરજન્સી કેસોમાં વધારો, 108ને મળ્યા અનેક કોલ
January 15, 2025 11:00 PMગુજરાતમાં HMPV વાયરસનો પગપેસારો યથાવત, અમદાવાદમાં વધુ એક કેસ, કુલ આંકડો 5 પર પહોંચ્યો
January 15, 2025 10:59 PMઅલીયાબાડા બી.એડ. કોલેજ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
January 15, 2025 07:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech