ભારતમાં જ્યારે પણ જેલની વાત થાય છે ત્યારે સૌથી પહેલા તિહાર જેલનું નામ લેવામાં આવે છે. શા માટે? કેમ કે તિહાર જેલ ભારતની સૌથી મોટી જેલ છે. પરંતુ જો પૂછવામાં આવે કે દુનિયાની સૌથી નાની જેલ ક્યાં છે? તો 90 ટકા લોકોને આનો જવાબ ખબર નહીં હોય.
કેદીઓને રાખવા માટે દુનિયાભરમાં જેલનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક જગ્યાએ જેલની ક્ષમતા પણ અલગ-અલગ છે. ભારતની સૌથી મોટી જેલ તિહાર જેલ છે. રાજધાની દિલ્હીમાં સ્થિત તિહાર જેલ ભારતની સૌથી મોટી જેલ છે. મળતી માહિતી મુજબ તિહાર જેલનો વિસ્તાર 400 એકરમાં ફેલાયેલો છે. તેમાં 9 સેન્ટ્રલ જેલ હાજર છે. હાલમાં તિહાર જેલમાં લગભગ 10 હજાર કેદીઓને રાખવાની ક્ષમતા છે. જોકે 1958માં જ્યારે આ જેલની સ્થાપના કરવામાં આવી ત્યારે તેની ક્ષમતા માત્ર 1,273 કેદીઓની હતી.
વિશ્વની સૌથી નાની જેલ
હવે સવાલ એ છે કે દુનિયાની સૌથી નાની જેલ કઈ છે? બ્રિટનના સૌથી નાના ટાપુ પર સૌથી નાની જેલ બનાવવામાં આવી છે. આ જેલ લગભગ 168 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. તે એટલી નાની છે કે તેમાં માત્ર બે કેદીઓ માટે જગ્યા છે. સાર્ક આઈલેન્ડ પર બનેલી સાર્ક જેલને દુનિયાની સૌથી નાની જેલ માનવામાં આવે છે.
તે 1856 માં બાંધવામાં આવી હતી. જો કે આ જેલમાં માત્ર 2 કેદી જ રહી શકે છે. ત્યારથી લઈને અત્યાર સુધી આ જેલની માત્ર લાઈટ અને ટોઈલેટ જ બદલાયા છે. બાકીનું બધું પહેલા જેવું છે. જ્યારે સાર્ક આઇલેન્ડ 5.4 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. 2023ની વસ્તી ગણતરી મુજબ આ ટાપુ પર માત્ર 562 લોકો જ રહે છે.
આટલી નાની જેલ કેમ બનાવવામાં આવી?
1832માં કોર્ટે આ જેલ બનાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તેને પૂર્ણ થતા 24 વર્ષ લાગ્યા, કારણકે તેને બનાવવા માટે કોઈની પાસે પૈસા નહોતા. આ જેલમાં માત્ર બે રૂમ જ બનાવી શકાયા હતા. એક ઓરડો 6 બાય 6 ફૂટનો છે, જ્યારે બીજો 6 બાય 8 ફૂટનો છે. બંને રૂમમાં લાકડાની પથારી છે. આ જેલમાં એક કેદીને વધુમાં વધુ 2 થી 3 દિવસ સુધી રાખી શકાય છે.
જોકે આ ટાપુ પર કોઈ મોટો ગુનો નથી. આ કારણે ટાપુ પર માત્ર 2 પોલીસકર્મી છે. જો કે આ ટાપુ પર રહેતા લોકોનો દાવો છે કે સંસાધનોની અછતને કારણે આ જેલનો ઉપયોગ થતો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech